• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુ હોય છે દયા અરજી, જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો

|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગરેપ કેસના આરોપિયોને ફાંસીની સજા કરવામાં આવતા દેશભરમાં શાંતિ પ્રસરી ગઇ છે. ત્યારે દયા અને ક્ષમાની વિનંતીઓનો સિલસિલો શુરૂ થયો જે હજુ પણ ચાલું છે. જોકે તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ પુરી થઇ ગઇ છે ત્યારે આરોપિયાઓ દયાનો સહારો લઇ જીંવન લંબાવી રહ્યા છે. નિર્ભયાના બે ગુનેગારો વિનય શર્મા અને મુકેશ કુમારે રોગનિવારક અરજી (સુધારાત્મક અરજી) દાખલ કરી હતી જે નકારી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે મુકેશના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવતી અરજી પણ સ્થગિત કરી દીધી હતી. હવે તેમના માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવાનો રસ્તો બાકી રહ્યો ત્યારે એક આરોપી પવન ગુપ્તાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે દયાની અરજી અને તેની પ્રક્રીયા શુ હોય છે.?

ભારતીય સંવિધાન મુજબ આર્ટીકલ 72માં રાષ્ટ્રપતિ દ્વારા ગુનેગારને માફ કરવાની સત્તા આપી છે. જેના આધારે નિર્ણય લઇ શકાય છે.

શું છે દયાની અરજી ?

શું છે દયાની અરજી ?

ગમે તે અપરાધમાં જો મૃત્યુદંડ મળ્યો હોય તો સજા ઓછી કરવા, દંડની અવધિ ઘટાડવા અથવા સજા માફ કરાવવા માટે આરોપી દયા અરજી કરી શકે છે. દયા અરજી રાષ્ટ્રપતિને કરવાની હોય છે. રાષ્ટ્રપતિ જો દયા અરજીને સ્વીકારી લે તો જે-તે અપરાધીની ફાંસી પણ અટકી જતી હોય છે.

દયા અરજી વિશે 5 મહત્વપૂર્ણ બાબતો

દયા અરજી વિશે 5 મહત્વપૂર્ણ બાબતો

ભારતના બંધારણની કલમ 72 મુજબ ભારતના રાષ્ટ્રપતિ ગમે તેવી સજાને માફ કરી શકે છે, તેના પર રોક લગાવી શકે છે, તેની અવધિ ઓછી કરી શકે છે, તેની સજામાં ફેરફાર કરી શકે છે, ગુનેગારની દયા યાચીકાની વિનંતિને ધ્યાનમાં રાખી વિચાર વિમર્સ કરી તેના પર પોતાની પ્રતિક્રીયા આપી શકે છે.

આ અધિકાર રાષ્ટ્રપતિનો છે પરંતુ તે પોતાની મરજીથી કરી શકતો નથી, કારણ કે બંધારણમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લીધા પછી જ તેની સજાને માફ કરી શકે છે. તેઓ આ નિર્ણય એકલા કરી શકતા નથી. એક રીતે તે સંયુક્ત નિર્ણય છે

જ્યારે કોઈ આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી ફાંસી આપવામાં આવે છે, ત્યારે તે તેની દયાની અરજી દાખલ કરી શકે છે, તે રાષ્ટ્રપતિની કચેરીમાં દયાની અરજી મોકલી શકે છે. ગૃહ મંત્રાલયને તેમની દયા અરજી મોકલી શકે છે. તે પોતાની દયા અરજી સંબંધિત રાજ્યના રાજ્યપાલને પણ મોકલી શકે છે. રાજ્યપાલ તે દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલે છે, આમ પ્રક્રિયા શરૂ થાય છે.

ગુનેગારો તેની દયા અરજી ચાર માધ્યમથી મોકલી શકે છે, 1- સંબંધિત અધિકારીઓ દ્વારા, 2- વકીલ દ્વારા, 3- પરિવારના સદસ્યો દ્વારા અને 4- ઇ-મેલ દ્વારા પણ આ અરજી ગૃહમંત્રાલય અથવા રાષ્ટ્રપતિ કચેરીમાં મોકલી શકે છે.

દયાની અરજી માટે કોઇ સમય મર્યાદા નિશ્ચિત નથી હોતી અને રાષ્ટ્રપતિ તેનો સમય, કામની અગ્રતા અને જવાબદારી અનુસાર તેને ધ્યાનમાં લે છે. રાષ્ટ્રપતિ અને ગૃહ મંત્રાલય પાસે અરજીઓ બાકી છે કારણ કે આ માટે કોઈ સમયમર્યાદા નિર્ધારિત નથી

આરટીઆઈ રિપોર્ટ અનુસાર 1991 થી 2010 દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા 77 દયા અરજીઓ મળી હતી, જેમાંથી 69 નામંજૂર થઈ હતી અને 8 દયા અરજીઓનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના કાર્યકાળ દરમ્યાન ખીરાજ રામની ફાંસીની સજાને માફ કરીને આજીવન ઉમ્રકેદની સજાકરી હતી. જ્યારે 2004માં બળાત્કાર અને હત્યાના આરોપી ધનંજય ચેટર્જીની દયા યાચીકાને ફગાવી દીધી હતી.

દયાની અરજી દાખલ કરવાની પ્રક્રિયા શું છે?

દયાની અરજી દાખલ કરવાની પ્રક્રિયા શું છે?

જ્યારે કોઈ ગુનેગારને ફાંસીની સજા મળે છે અને સુપ્રીમ કોર્ટથી પણ રાહત નથી મળતી ત્યારે તે તેની અરજી રાષ્ટ્રપતિ કચેરીમાં મોકલી શકે છે

1- દયાની અરજી કરનારા ગુનેગારને રાષ્ટ્રપતિ પાસેથી મૌખિક સુનાવણીનો અધિકાર નથી.

2- રાષ્ટ્રપતિ તે વ્યક્તિના પુરાવાઓનો ફરીથી અભ્યાસ કરી શકે છે અને તેના પર પોતાનો અભિપ્રાય મૂકી શકે છે.

2- રાષ્ટ્રપતિ કેટલાક વિષયો પર પુનર્વિચાર કરી શકે છે

 • અપરાધીની સામાજિક પરિસ્થિતિ
 • માનવીય આધાર
 • ચાલ-ચલન

રાષ્ટ્રપતિ ગુનેગારની સજા ઘટાડી શકે છે, મૃત્યુદંડને આજીવન કેદમાં બદલી શકે છે અથવા તેની સજામાં ફેરફાર કરી શકે છે.

4- રાષ્ટ્રપતિના નિર્ણયની કોઈ ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી

5- જો ક્ષમા દાનની અગાઉની અરજી રાષ્ટ્રપતિ દ્વારા રદ કરવામાં આવે તો તે વ્યક્તિ દ્વારા બીજી અરજી દાખલ કરી શકાતી નથી.

દયાની અરજી સંબંધિત રસપ્રદ તથ્યો

દયાની અરજી સંબંધિત રસપ્રદ તથ્યો

 • ભરતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 181 દોષિતોમાંથી 180ની સજાને આજીવન કારાવાસમાં બદલી હતી.
 • રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પણ
 • રાજેન્દ્ર પ્રસાદે દયાની અરજીઓને નકારી પણ કાઢી હતી.
 • ડૉ. ઝાકીર હુસેન અને વી.વી. ગીરીએ તેમના કાર્યકાળ દરમિયાન ફાંસીની સજાને આજીવન કેદની સજામાં બદલી નાખી હતી.
 • જ્ઞાની જૈલસિંહે 32 અરજીઓમાંથી 30 અરજીઓને નકારી દીધી હતી.
 • શંકર દયાળ શર્માએ તેમના કાર્યકાળ દરમિયાન તમામ દયા અરજીઓને નકારી દીધી હતી.
 • દેશમાં સૌથી વધારે દયા અરજીઓને નકારી કાઢવાનો રેકોર્ડ રાષ્ટ્રપતિ આર. વેંકટારમણના નામે છે. તેમણે 1987-1992 વચ્ચે 44 દયા અરજીઓને નકારી કાઢી હતી.
 • દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલે તેમના કાર્યકાળ દરમિયાન 30 આરોપિયોની દયા અરજીઓને સ્વીકારી હતી.
ચૌંકાવનારા તથ્યો

ચૌંકાવનારા તથ્યો

 • વિશ્વના લગભગ 99 દેશો ફાંસીની સજા આપતા નથી.
 • હજી પણ વિશ્વના 58 દેશોમાં મૃત્યુ દંડ આપવામાં આવે છે.
 • વર્ષ 2015માં ફિજી, સૂરીનામ અને મડાગાસ્કરે મૃત્યુદંડની સજાના પ્રાવધાનને પોતાના દેશથી સમાપ્ત કરી દીધું હતું.
 • ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં 4 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે જેમાં ધનંજય ચેટર્જી (2004), અજમલ કસાબ (2012), અફઝલ ગુરુ (2013), યાકુબ મેમણ (2015).
 • પાછલા વર્ષોમાં ભારતે લગભગ 1310 લોકોને મોતની સજા સંભળાવી છે.
 • જે અંતર્ગત ઉત્તર પ્રદેશથી 395 લોકોને, બિહારમાં 144, મહારાષ્ટ્રમાં 129, તમિળનાડુમાં 106, કર્ણાટકમાં 106 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
 • વર્ષ 1977 માં વિશ્વના 6 દેશોએ મૃત્યુ દંડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
 • ભારત સહિત વિશ્વના 33 દેશોમાં ફાંસીની સજાની પદ્ધતિ સમાન છે.
 • ફાંસીની સજામાં 5 દેશોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવે છે.
 • વિશ્વના 6 દેશો પથ્થરમારો કરીને ફાંસીની સજા આપે છે.
 • વિશ્વના 5 દેશો ઈન્જેક્શન આપીને મૃત્યુ દંડ આપે છે

HDFC Bank 125 શાખાઓ ખોલવાની તૈયારીમાં, નોકરીની અમૂલ્ય તકHDFC Bank 125 શાખાઓ ખોલવાની તૈયારીમાં, નોકરીની અમૂલ્ય તક

English summary
What is a mercy petition, know the shocking facts about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X