
સુભાષ ચંદ્ર બોસ અને ઝારખંડના નવા CM દાસમાં શું છે સમાનતા
નવી દિલ્હી(વિવેક શુક્લા) નેતાજી સુભાષ ચંદ્ર બોસ અને બિહારના નવા મુખ્યમંત્રી રઘુવર દાસમાં એક સમાનતા છે. જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ લિમિટેડના શ્રમિક યૂનિયનમાં એક દૌરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ અધ્યક્ષ હતા. અને આજે તે જ ટાટા સ્ટીલના ક્યારેક મુલાજિમ રહેલા રઘુવર દાસ ઝરખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રઘુવર દાસ અમિત શાહની ટીમના એક ભાગ ગણવામાં આવે છે.
રઘુવર દાસ મૂળ રીતે છત્તીસગઢના છે, પરંતુ તેમનો જન્મ જમશેદપુરમાં જ થયો છે. તેઓ ઝારખંડ વિધાનસભાના ચાર વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. રઘુવર દાસ પ્રદેશના ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
તેઓ ખૂબ જ પ્રખર વક્તા છે. જનતાની વચ્ચે કામ કરે છે. તેમની પર ક્યારેય કોઇએ કોઇ આરોપ નથી લગાવ્યો. જણાવી દઇએ કે એનડીએની પૂર્વ સરકારમાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યું હતું.
જનતાના દાસ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ દાસે જણાવ્યું હતું કે તેમનું નામ દાસ છે અને તેઓ હંમેશા જનતાના દાસ બની રહેશે. ભાજપના વિધાયક દળની બેઠકમાં તેમને ઝારખંડના નવા મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટવામાં આવ્યા. રઘુવર દાસ પહેલી વાર 1995માં ભાજપની ટિકિટ પર જમશેદપુર(પૂર્વ)થી લડ્યા અને જીત નોંધાવી.
જેપી આંદોલનથી નિકળ્યા
તેઓ જેપી આંદોલનથી નીકળ્યા છે. પહેલા સમાજવાદી છાત્ર સંગઠનોમાં રહ્યા. ત્યાર બાદ ભાજપામાં ગયા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પત્રી છે. તેઓ બી.એસ.સી પાસ છે.
જેલ યાત્રાઓ પણ કરી
તેઓ ઇમરજન્સીમાં જેલ યાત્રા પણ કરી આવ્યા છે. તેમણે પાર્ટીના કાર્યક્રમો હેઠળ અનેકવાર જેલ યાત્રા કરી. રઘુવર દાસની સાહિત્યમાં રસ છે. તેમના પસંદગીના કવિ રામધારી સિંહ દિનકર છે. તેઓ સંપૂર્ણ રીતે શાકાહારી છે, તેઓ બ્રિટેન અને ચીનની યાત્રાઓ કરી ચૂક્યા છે.