For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે નજર લાગવી, તેના લક્ષણ અને ઉપાય

|
Google Oneindia Gujarati News

નજર લાગવી એ એક મોટો દોષ માનવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ કોઇની ઉન્નતિ અથવા ભાગ્યને જોઇને ઇર્ષા કરે છે તો ઇર્ષાના વશમાં આવીને કંઇક ખોટું કહી દે તો તેની નજર લાગી શકે છે. અનેકવાર જોવામાં આવ્યું છે કે, નજર લાગવાના કારણે સારો ચાલતો વ્યવસાય પણ રોકાય જાય છે, અથવા તો અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે, જેમકે બાળક અથવા મોટા બન્નેને નજર લાગી શકે છે, બિમાર થઇ શકે છે. જો તમે પણ આવી કોઇ સમસ્યાથી પીડિત છો તો તમે ઘર બેઠાં જ તેના ઉપચાર કરી શકો છો.

જે પ્રકારે કોઇ વ્યક્તિની રાશિ અને નક્ષત્રના સ્વામી નિર્બળ થવાથી તે નજર દોષના પ્રભાવમાં આવે છે, એ જ પ્રકારે જો કોઇ વ્યક્તિની રાશિ અને નક્ષત્રના સ્વામી ક્રૂર ગ્રહ બલી હોય તથા પાપી ગ્રહોનો પ્રભાવ હોય તો વ્યક્તિની વાણી, દ્રષ્ટિ અને મનોભાવોમાં ઇર્ષા ઉત્પન્ન થાય છે. અવાર નવાર સાંભળવા મળે છે કે, કોઇ કોઇના પર જાદૂટોના કરી દીધું છે, જેના કારણે તેના કોઇ કામ યોગ્ય રીતે થઇ શકતા નથી અને દુર્ભાગ્ય વારંવાર આડા આવે છે. આ પ્રકારે ક્યારેક આપણે અનુભવે છે કે આકરી મહેનત કરતા પણ આપણા કાર્યમાં સફળતાં મળતી નથી, કારણ કે કોઇ આપણા વ્યસાયને બાંધી દે છે. બંધનના ફલસ્વરૂપ અથવા તો વ્યવસાય નથી થતો અથવા તો પછી વ્યવસાય થાય તો અંતતઃ હાનિ થાય છે. ત્યાં સુધી કે આ પ્રકારના મહોલ બની જાય છે કે આપણે વ્યવસાય છોડવો પડે છે.

ક્યારેક કોઇ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી જાય છે અને તમામ દવાઓ નિષ્પ્રભાવી થઇ જાય છે. આવું અવાર નવાર ભૂત પ્રેત અથવા તો ચૂડેલની બાધા લાગવાથી થઇ જાય છે. આ બાધા કોઇના દ્વારા કરાવવામાં આવી હોય છે અથવા તો અજાણતા રસ્તામાં તે આપણા કોઇ કર્મના કારણે લાગી જાય છે. મનુષ્યનો પૂર્વ જન્મ ઋણાનુબંધ અથવા તો શ્રાપ આદિ પણ અનેક પ્રકારે કષ્ટદાયી હોય છે, જેના કારણે ઉપયા કરવાથી તેમાંથી મુક્તિ મળી શકે છે.

લક્ષણઃ પતિ-પત્નીમાં અણબન

લક્ષણઃ પતિ-પત્નીમાં અણબન

આજે પણ નજર દોષ પતિ પત્નીમાં અણબન દુકાન કે ઘરમાં લાગેલી નજર વિગેરેના કારણે થાય છે. જો લોકો સ્મશાનની આસપાસના સ્થળો પર રહે છે અથવા મહિલાઓ મોટાભાગે પર્દામાં રહે છે, અથવા તો લોકો કોઇને કોઇ રીતે જાણીતા બને છે ત્યારે આવા લોકો માટે શૈતાની આંખ અનદેખા હથિયાર તરીકે કામ આવે છે, મહિલાઓમાં માથાના દુખાવાની બિમારી, ઉલ્ટી વિગેરે થવા, જેમ તેમ બોલવું.

લક્ષણઃ કામુકતા વધુ થવી

લક્ષણઃ કામુકતા વધુ થવી

કામુકતા વધુ થવી, જાંઘમાં ખંજવાળ આવી, યોનિ હંમેશા ભીની રહેવી, બાથરૂમમાં વધુ સમય લાગવો, વાળ ખુલ્લા રાખવાની આદત, કોઇને કોઇ અંગનું વધારે પડતું જકડાઇ રહેવું.

લક્ષણઃ લડવાની ઇચ્છા થવી

લક્ષણઃ લડવાની ઇચ્છા થવી

પોતાના રખેવાળોને પોતાનાથી દૂર કરવા માટે કઠોર વાતો કરવી, લડાઇ ઝઘડો આદત બની જવી, ભોજનમાં અધિક ખટાશનો પ્રયોગ કરવો, છાશ વિગેરે પિવાની ઇચ્છા, ઘરની મહિલાઓ વિરુદ્ધ કારણ વગર વેરભર્યું વાતાવરણ ઉભું કરવું.

લક્ષણઃ નખ ચાવતા રહેવું

લક્ષણઃ નખ ચાવતા રહેવું

પોતાના સંતાનનું ધ્યાન ના રાખવું, વિતેલી વાતોમાં સમય વિતાવવો, નખ ચાવતા રહેવું વિગેરે વાતો જોવા મળે છે. આ પ્રકારે દૂકાનદારી ચાલતા ચાલતા અચાનક બંધ થઇ જવી, ગ્રાહક આવે પરંતુ થોડાક સમય બાદ તેનું મન બદલાઇ જાય અને ખરીદી ના કરે, તમારી દૂકાનમાંથી સસ્તો સામાન નહીં ખરીદીને બાજુની દૂકાનમાંથી મોંઘો સામાન ખરીદે.

લક્ષણઃ અવરોધ આવવા

લક્ષણઃ અવરોધ આવવા

કોઇ સારું કામ શરૂ કરતા જ તેમાં કોઇને કોઇ રીતે અવરોધ આવવા, અથવા તો ટેલિફોન અચાનક વાગવા લાગે અને જ્યારે તેને ઉઠાવો કે તુરંત બંધ થઇ જાય.

લક્ષણઃ ખંજવાળ આવવી

લક્ષણઃ ખંજવાળ આવવી

સુવાના સ્થળે લાલ અથવા કાળી કિડીઓ આવવી, ઓઢવાના વસ્ત્રોમાંથી અજીબ પ્રકારની બદબૂ આવવી, ત્વચામાં કારણ વગર ખંજવાળ આવવી.

ઉપાયઃ હનુમાનજીની પ્રાર્થના કરવી

ઉપાયઃ હનુમાનજીની પ્રાર્થના કરવી

નજર લગાલી વ્ય્કિતના માથા પરથી દૂધ ત્રણ વાર ઉતારીને કૂતરાંને પીવડાવી દેવુ. નજર લાગેલી વ્યક્તિએ દરરોજ હનુમાન આરાધના કરવી જોઇએ.

ઉપાયઃ ચંપલ ઉતારવા

ઉપાયઃ ચંપલ ઉતારવા

ઘરના વૃદ્ધ વ્યક્તિના ચંપલ લઇને પીડિત વ્યક્તિના માથા પરથી સાતવાર ઉતારી લેવા ચંપલના પાછળના ભાગે થૂક લગાવીને જમીન પર જોરથી પછાડો, ચંપલ ફેરવતી વખતે ‘ॐ રાં રહાવે નમઃ'નો જાપ કરતા રહેવું.

ઉપાયઃ સફેદ મિઠાઇ ના ખાઓ

ઉપાયઃ સફેદ મિઠાઇ ના ખાઓ

જે વ્યક્તિઓને સતત નજર લાગતી રહે છે, તેમણે ક્યારેય સફેદ મિઠાઇ ખાઇને ઘરની બહાર નિકળવું જોઇએ નહીં, જો આવી કોઇ સ્થિતિ અચાનક આવી જાય તો તુલસીના પાંચ પત્તા પાણી સાથે લઇ લેવા. તુલસી પત્તાનું પાણી સાથે સેવન કરતી વખતે શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ બોલતા રહેવું.

ઉપાયઃ તુલસીના છોડ લગાવો

ઉપાયઃ તુલસીના છોડ લગાવો

સુંદર બાગબાની પણ નજર દોષથી નથી બચી શકતી. આવી સ્થિતિમાં એક તુલસીનો છોડ લગાવવો જોઇએ. સુંદર છોડની જડ સમીપ કાળા રંગની કૌડી રાખવી જોઇએ. 11 છોડની વચ્ચે એખ-એક કોડી અવશ્ય રાખવી જોઇએ. મહિનામાં બે ત્રણ વાર ઘરમાં કપૂર અવશ્ય સળગાવો. આ પ્રયોગ ઘણો પ્રભાવશાળી છે.

ઉપાયઃ સંતાન માટે

ઉપાયઃ સંતાન માટે

જેમને સંતાન નથી થતા અને જે પુત્ર ઇચ્ચછૂક છે તે પુખરાજ ધારણ કરે.

ઉપાયઃ કાળા-સફેદ મોતી

ઉપાયઃ કાળા-સફેદ મોતી

બાળકોને મોતી ચાંદનું લોકેટ અને નજરબંધનું બ્રેસલેટ અથવા કરઘણી ધારણ કરો.

ઉપાયઃ લીંબુ

ઉપાયઃ લીંબુ

લીંબુને માથા પરથી ઉતારીને ચાર ટૂકડામાં કાપી ચારે દિશામાં ફેંકી દો. જો કોઇ નજર લાગી છે અથવા ટોટકા કરવામાં આવ્યા છે તો દોષ દૂર થઇ જાય છે.

ઉપાયઃ મોતી પહેરો

ઉપાયઃ મોતી પહેરો

જે માનસિક રીતે પરેશાન છે તથા પાગલપનની અવસ્થામાં આવી જાય છે. તેમણે હાથની આંગળીમાં મોતીની અંગુઠી પહેરવી આપવાનો લાભ થાય છે.

English summary
The evil eye is a malevolent look that many cultures believe able to cause injury or misfortune for the person at whom it is directed for reasons of envy or dislike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X