ઇનકમ ટેક્સ: જાણો શું છે ફોર્મ-16

આ સંસ્થા અથવા કંપની દ્વારા ત્યારે જ આપવામાં આવે છે જ્યારે એક કર્મચારીની આવક ટેક્સેબલ ઇનકમના અંતર્ગત આવે છે. આવકમાંથી ટેક્સના રૂપમાં કાપવામાં આવેલ રકમને ટીડીએસ પણ કહેવામાં આવે છે. આ ફોર્મ દ્વારા જ માલૂમ પડે છે કે કંપનીએ ટેક્સ રૂપે કેટલી રકમ કાપી છે, જે ટેક્સ રિટર્ન ભરતી વખતે કામમાં આવે છે.
ઘણી વખત લોકો કંપનીમાંથી ફોર્મ-16 નહીં આપવાની કે મળવાની ફરિયાદ કરતા હોય છે. આવું થતા આપ આયકર વિભાગને ફરિયાદ પણ કરી શકો છો, કારણ કે ઘણી વખત એવું થાય છે કે કંપનીઓ ટીડીએસ ડિડક્ટ કર્યા પછી પણ તેને આવક વિભાગમાં જમાં નથી કરાવતી. જે એક મોટો ગૂનો છે. કંપની અથવા સંસ્થા જેટલો ટેક્સ પોતાના કર્મચારિઓ પાસે લે છે, તેને એટલું આયકર વિભાગમાં પણ ડિપોઝિટ કરવું જરૂરી છે.
આ મુખ્યરૂપે કંપની અને બેંકની જ જવાબદારી હોય છે, કે ફોર્મ-16 કર્મચારિઓને ઉપલબ્ધ કરાવે. ત્યારબાદ કર્મચારીનું કામ આ ફોર્મને લઇને આયકર વિભાગમાં રિટર્ન ફાઇલ કરાવવાનું રહે છે.












Click it and Unblock the Notifications
