For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ સિટી કોન્સેપ્ટ: કેવી રીતે બની શકશે આપની સિટી સ્માર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જૂન: ચળકતા અને પહોળા રસ્તાઓ, સાફ અને સુવાળી ગલીઓ, સુંદર ઇમારતો, સુવિધાઓ જ્યાં જોવા મળે તે છે સ્માર્ટ સિટી. જ્યાં આપની તમામ જરૂરીયાતો પૂરી થઇ જાય તે છે સ્માર્ટ સિટી, પરંતુ એક શહેરને સ્માર્ટ સિટી બનાવવી એટલું સરળ પણ નથી. માત્ર સાફ-સફાઇના જોરે કોઇ પણ સિટી સ્માર્ટ સિટી નથી બની શકતી.

બલ્કે સ્માર્ટ બનવા માટે તેને ઘણીબધી કસોટીઓમાંથી પસાર થવું પડે છે અને તેમાં ઊણા પણ ઉતરવું પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મોટી મહત્વકાક્ષી યોજનાઓમાં એક છે સ્માર્ટ સિટી પ્લાન. જેના માટે 100 શહેરોની પસંદગી કરવામાં આવશે. આ શહેરોની પસંદગી સરળ નહી બની રહે. તેમને અલગ અલગ કસોટીઓમાંથી પાર ઉતરવું પડશે. તમામ કસોટીઓ પર ખરા ઉતર્યા બાદ જ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળશે.

આવો તસવીરો પર એક નજર કરીને જોઇએ કે એવી કઇ કસોટી છે જેમાંથી સ્માર્ટ સિટી બનવા માટે પાર ઉતરવું પડશે...

બેઝિક જરૂરીયાતો

બેઝિક જરૂરીયાતો

એક સ્માર્ટ સિટીમાં આપની બેઝિક જરૂરિયાતો માટે લગભગ તમામ સુવિધાઓ હોય છે. પછી ભલેને તે રસ્તાઓ હોય, વીજળી હોય, ટેકનોલોજી હોય, બેસ્ટ આર્કિટેક્ચર હોય.

સ્માર્ટ સોલ્યૂશન

સ્માર્ટ સોલ્યૂશન

એક સ્માર્ટ સિટીમાં પબ્લિક ઇનફોર્મેશન, ઇલેક્ટ્રોનિક સર્વિસ, જનસુવિધા, સારી વોટર ટ્રીટમેન્ટ, પાર્કિંગ, ગ્રીન બિલ્ડિંગ, સ્માર્ટ મીટર અને મેનેજમેન્ટની સુવિધા હોવી જોઇએ.

ટેકનોલોજી

ટેકનોલોજી

કોઇ શહેરમાં ટેક્નોલોજીનો ઉપયોગ કોઇ હદ સુધી અને કોના માટે કરવામાં આવી રહ્યું છે, સ્માર્ટ સિટી બનાવવા માટે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

બિલ્ડિંગ

બિલ્ડિંગ

શહેરની ઇમારતો નિયમ અનુસાર બનેલી છે કે નહીં, તેમાં જરૂરી સુવિધા સુલભ છે કે નહીં. તેને જોઇને સ્માર્ટ સિટીની પસંદગી કરવામાં આવે છે.

સાર્વજનિક સુવિધાઓ

સાર્વજનિક સુવિધાઓ

શહેરમાં જનતા માટે સાર્વજનિક સુવિધાઓ છે કે નહીં, અને છે તો તેનું સ્તર કેવું છે. શહેરને સ્માર્ટ સિટી બનવા માટે આ કસોટી પર ખરુ ઉતરવું પડે છે.

માર્ગ અને પરિવહન

માર્ગ અને પરિવહન

શહેરમાં રસ્તાઓની સ્થિતિ કેવી છે. સાર્વજનિક પરિવહન કેટલું અસરદાર છે અને ગાડીયોની અવરજવર માટે કેવી સુવિધા છે. આ કસોટીથી સ્માર્ટ સિટીને પસાર થવું પડે છે.

રોજગાર

રોજગાર

શહેરમાં રોજગારની કેટલી તકો છે, તેને જોતા સ્માર્ટ સિટીની પસંદગી કરવામાં આવે છે.

જીવન સ્તર

જીવન સ્તર

કોઇ સ્તરમાં રહેનારા લોકોનું જીવન સ્તર કેવું છે તેને જોયા બાદ જ સ્માર્ટ સિટીની પસંદગી કરવામાં આવે છે.

English summary
PM Modi had announced his vision to set up 100 smart cities across the country soon after his government was sworn into power mid last year.How here you know what is smart city and how it will work for you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X