For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળીમાં વધારે ભાંગ પીવાથી આડઅસર થઇ શકે છે

હોળીનો તહેવાર એવો હોય છે કે જ્યાં દરેક રંગ તેની મસ્તીમાં ડૂબી જાય છે. ઘણાં લોકો માટે હોળી એટલે કે રંગોથી વધુ ભાંગની ઠંડાઈની મજા ચાખવાથી થાય છે.

|
Google Oneindia Gujarati News

હોળીનો તહેવાર એવો હોય છે કે જ્યાં દરેક રંગ તેની મસ્તીમાં ડૂબી જાય છે. ઘણાં લોકો માટે હોળી એટલે કે રંગોથી વધુ ભાંગની ઠંડાઈની મજા ચાખવાથી થાય છે. જો તમે ભાંગના પ્રેમી છો તો તમને ભાંગ પીવાના નુકસાન વિશેની ખબર હોવી જોઈએ. હોળીમાં ભાંગનો આનંદ માણતા પહેલાં તેની આડઅસરો પણ જાણી લો.

ડિપ્રેસન અથવા ચીડચીડિયાપણું

ડિપ્રેસન અથવા ચીડચીડિયાપણું

ભાંગના ઓવરડોઝ પછી ભાંગનો નશો ઉતર્યા પછી પણ તે તમારા મગજ અને વર્તન પર પણ નકારાત્મક અસર કરે છે. તેના સેવનના અમુક સમય પછી તમે ડિપ્રેશન અથવા ચીડિયા સ્વભાવનો શિકાર બની શકો છો.

શુક્રાણુઓનો અભાવ

શુક્રાણુઓનો અભાવ

ભાંગનું સેવન પુરૂષોમાં શુક્રાણુઓના અભાવ માટે જવાબદાર છે, જ્યારે ગર્ભવતી સ્ત્રીઓ માટે ભાંગનું થોડું પણ સેવન, ગર્ભસ્થ શિશુ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

ઉલટી અને ઉબકા

ઉલટી અને ઉબકા

ભાંગના સેવન પછી તમને વધારે પડતો માથાનો દુખાવો, માથું ભારે લાગવું , નર્વસનેસ, થાક, ઉબકા, અસ્વસ્થતા વગેરે જેવી કેટલીક મુશ્કેલીઓ અનુભવી શકો છો. તમે બહેકી બહેકી વાત કરી શકો છો અને જો તમારી પાસે નબળી માનસિકતા હોય તો તે તમારા માનસિક સંતુલનને પણ બગાડી શકે છે.

ભાંગનું રિએક્શન

ભાંગનું રિએક્શન

જ્યારે રાસાયણિક સંયોજનો રક્તમાં તીવ્રપણે દાખલ થાય છે અને સીધા મગજમાં અને શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે. ભાંગના રાસાયણિક સંયોજનો આંખો, કાન, ચામડી અને પેટને અસર કરે છે. તેનું વધારે પડતું સેવન તમારી ખુશી, યાદશક્તિ, વિચાર, એકાગ્રતા અને સંવેદના પર પણ અસર કરે છે.

બ્લડ પ્રેશરને અસર કરે છે

બ્લડ પ્રેશરને અસર કરે છે

ભાંગના વધુ સેવનને લીધે ભૂખ અને ઊંઘની અછત અને તેની અતિશયતા માટે જવાબદાર હોઈ શકે છે. તે તમારા બ્લડ પ્રેશર તેમજ માનસિક બીમારી તરફ દોરી શકે છે.

English summary
What is the side effect of consuming overdose of bhang in holi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X