For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ડ્રોઇડ પર યૂઝ કરો છો WhatsApp તો થઇ જાવ સાવધાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો તમે તમારા એન્ડ્રોઇડ ફોન પર વોટ્સ એપનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ. વોટ્સ એપ પર વાતચીત અથવા કંઇપણ શેર કરતી વખતે ખાસ ધ્યાન રાખો. જી હાં કેટલાક હેકિંગ સ્ક્રિપ્ટ્સ અને શરારતી એપ્સના માધ્યમથી કોઇપણ તમારા વોટ્સ એપને ચેટ લોગ્સને એક્સેસ કરી શકે છે અને જાણી શકે છે કે તમે તમારા મિત્રો સાથે શું વાત કરી રહ્યાં છો.

જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એન્ડ્રોઇડની સુરક્ષામાં ખામીના લીધે હેકર્સ વોટ્સ એપના મેસેજ વાંચી શકે છે. ડચ સિક્યોરિટી એક્સપર્ટ બાસ બૉસચર્ટના અનુસાર વોટ્સ એપનું ડેટાબેસ એન્ડ્રોઇડ ફોનના એસડી કાર્ડમાં સેવ થાય છે. આ ડેટાબેસને કોઇપણ એપ્લિકેશન વાંચી શકે છે કારણ કે એન્ડ્રોઇડ બે એપ્સને પરસ્પરમાં ડેટ શેર કરવા દે છે.

બૉસચર્ટે પોતાના બ્લોગમાં લખ્યું છે કે 'વોટ્સ એપનો ડેટા એસડી કાર્ડમાં સેવા થાય છે, જેને કોઇપણ એન્ડ્રોઇડ એપ્લિકેશન એક્સેસ કરી શકે છે. શરત માત્ર એટલી છે કે યૂજર તેને એસડી કાર્ડ એક્સેસ કરવા દે. કારણ કે મોટાભાગના લોકો એન્ડ્રોઇડ ડિવાઇસમાં વધુ એક્સેસ કરવા દે છે એટલા માટે વોટ્સ એપને હેક કરવું મોટું વાત નથી.

પોતાની વાતના સમર્થનમાં બૉસચર્ટ તે સ્ટેપ્સ વિશે વિશે પણ જણાવે છે, જેના માધ્યમથી વોટ્સ એપનો ડેટા એક્સેસ કરી શકાય છે. તેમના અનુસાર 'તેમના અનુસાર આપણે કોઇનો વોટ્સ એપ ડેટાબેસ ચોરાવવા માટે શું કરવું જોઇએ. સૌથી પહેલાં આપણે એવી જગ્યા એટલે કે સ્પેસ હોવી જોઇએ જ્યાં આપણે ડેટાબેસને રાખી શકીએ છીએ. ત્યારબાદ આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનની જરૂરિયાત પડશે. જે વોટ્સ એપના ડેટાબેસને વેબસાઇટમાં અપલોડ કરશે.

એન્ડ્રોઇડ એપ્લિકેશનને પ્લે સ્ટોર અથવા એપીકે ફાઇલની મદદથી ડાઉનલોડ કરી શકાય છે. તમને જણાવી દઇએ કે એપીકે ફાઇલ એન્ડ્રોઇડ ફોનની ઇન્ટોલર ફાઇલ છે. જેને અલગ-અલગ સ્ત્રોતોથી ડાઉનલોડ કરી શકાય છે.

જ્યારે એપ્સ ઇન્સ્ટોલ થઇ જાય છે તો તે નેટવર્ક અને એસડી કાર્ડનો ઉપયોગ કરવાની પરમિશન માંગે છે. પોતાની વાતને સમજાવવા માટે બૉસચર્ટે એક વેબ સર્વર તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે એક એવી એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી જે યૂજર પાસેથી ઘણા પ્રકારની પરમિશન માંગે છે, પરંતુ એન્ડ્રોઇડ કોઇપણ એપ્લિકેશનને ફોનના ઘણા ભાગોને એક્સેસ કરવા દે છે, એવામાં બૉસચર્ટની એપ્સને વોટ્સ એપના ડેટા એક્સેસ કરવામાં કોઇ સમસ્યા જોવા ન મળી. બૉસચર્ટનું કહેવું છે કે સ્પષ્ટ છે કે કોઇપણ એપ્લિકેશન ઇનક્રિપ્ટિડ ડેટાબેસની મદદથી વોટ્સ એપનો ડેટાબેસ એક્સેસ કરી શકે છે.

તો બીજી તરફ વોટ્સ એપનું કહેવું છે કે બૉસચર્ટે પોતાનો દાવો વધારીને રજૂ કર્યો છે. વોટ્સ એપના અનુસાર 'અમે સુરક્ષાના ખતરાઓથી પરિચિત છીએ. દુખની વાત એ છે કે સમાચારોમાં સાચી અને સટીક તસવીર દર્શાવવામાં આવી નથી. બધુ વધારીને બતાવવામાં આવ્યું છે. સામાન્ય પરિસ્થિતીઓમાં માઇક્રો એસડી કાર્ડનો ડેટા લીક ન કરી શકાય. જો મોબાઇલ યૂજર કોઇ વાયરસ અથવા કરપ્ટ સાઇટને ડાઉનલોડ કરી લે છે તો તેનો ફોન ખતરામાં પડી શકે છે.

વોટ્સ એપના અનુસાર હંમેશાની જેમ અમારી સલાહ છે કે વોટ્સ એપ યૂજર લેટેસ્ટ સિક્યુરિટી કવર કરવા માટે સોફ્ટવેર અપડેટ કરે અને અમે યૂજર્સને આ વાત માટે પ્રોત્સાહિત કરીએ છીએ કે તે સારી અને વિશ્વાસપાત્ર કંપનીઓની વેબસાઇટ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરે.

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

સૌપ્રથમ તમારા વૉટ્સઍપ મેસેજના બેક-અપને સ્ટોર કરી લેવામાં આવે છે.

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

ત્યાર બાદ એવી એન્ડ્રોઈડ એપ્લિકેશન જે વેબસાઈટ પર આ બેક-એપને અપલોડ કરી શકે

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર અથવા એપીકે ફાઈલ દ્વારા પણ ઇન્સ્ટોલ કરી શકાય. ઇન્સ્ટોલ કરતી વખતે એપ્લિકેશન એસડી કાર્ડ અને નેટવર્ક યુઝ કરવાની પરમિશન માંગે છે

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ એપ્લિકેશનને ફોનના મોટા ભાગને એક્સેસ કરવા માટે મંજૂરી આપતું હોય છે (આ કારણથી જ એન્ડ્રોઈડ યુઝર iPhone અને Windows ફોનની સરખામણીએ કોઈ પણ એપથી ગમે તે વસ્તુ સરળતાથી શેર કરી શકે છે) ત્યારે આવી મેસેજી વાંચવા માટે બનાવેલી એપ્લિકેશનને તમારા ફોનમાં એક્સેસ મેળવવાનું અઘરું નહીં પડે.

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

હવે મેસેજ રીડ કરવા માટે બનાવેલા એવો ચોક્કસ કોડ જે એપ્લિકેશનને તમારા વૉટ્સઍપના ડેટા જે એસડી કાર્ડમાં સ્ટોર થયેલા છે તેને એક્સેસ મેળવવા માટે મદદ કરી આપે છે.

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

આ રીતે થઇ શકે વોટ્સ એપ હેકિંગ

તમારા સ્ટોર થયેલા મેસેજને વેબ સર્વર પર અપલોડ કરવાનું કામ જે-તે એન્ડ્રોઈડ એપ્લિકેશન કરે છે જેને તમે પહેલેથી પરમિશન આપેલી છે. વૉટ્સઍપના મેસેજીસ ભલે એન્ક્રિપ્ટેડ હોય છે પરંતુ તેને ડિક્રિપ્ટ કરીને રીડ કરી શકાય છે. કારણકે એવું કહેવાય છે કે વૉટ્સઍપ મેસેજ એન્ક્રિપ્ટ કરવા માટે દરેક માટે એક જ પદ્ધતિનો ઉપયોગ કરે છે જ્યારે આઈડલી દરેક યુઝર માટે યુનિક એન્ક્રિપ્શન હોવું જોઈએ.

કેવી રીતે બચશો

કેવી રીતે બચશો

જો તમે વૉટ્સઍપ ઇન્સ્ટોલ દરમિયાન મેસેજ બેકઅપ ફીચર ઓન ન કર્યું હોય તો તમે આ પ્રકારના હેકિંગથી સેફ છો

કેવી રીતે બચશો

કેવી રીતે બચશો

જો તમારા ફોન પર બેકઅપ ઓન હોય અને તમે ન ઈચ્છતા હો કે તમારો મેસેજ બીજા કોઈ સુધી પહોંચે તો તમારે ફરી વૉટ્સઍપ ઈન્સ્ટોલ કરવું પડશે ને બેકઅપ ફીચર ઓફ કરી દેવું જ બેટર ઓપ્શન છે.

કેવી રીતે બચશો

કેવી રીતે બચશો

બીજો સરળ ઉપાય છે તમે તમારા ફોનની અંદર Whatsapp/Databases ફોલ્ડરમાં જઈને સમયાંતરે .crypt2 (અથવા અન્ય નંબરની) ફાઈલ હશે તેને ડિલીટ કરતા રહો.

English summary
WhatsApp is easy to hack, it has been claimed, by Bass Bosschert, a Dutch security expert from Holland. Bosschert decided to investigate if it was possible to read and upload WhatsApp chat from one Android application to another.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X