For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન માટે જુઓ યોગ્ય સમયની રાહ, જાણો ક્યારે કરશો વાત

આ લેખના માધ્યમથી અમે તમને અમુક એવી હકીકત જણાવી રહ્યા છે જેને તમે ધ્યાનમાં રાખીને પોતાના પાર્ટનર સાથે લગ્નની વાત કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

લગ્ન એક બહુ મોટો નિર્ણય છે અને પાર્ટનર સાથે લગ્નની વાત કરવા માટે પણ અસમંજસની સ્થિતિ બનતી હોય છે. લાંબા સમય સુધી એક સંબંધમાં રહ્યા બાદ દરેક વ્યક્તિ આને લગ્ન રૂપે જોવા ઈચ્છે છે પરંતુ યોગ્ય સમયે પાર્ટનર સાથે આની વાત કરવામાં ન આવે તો સ્થિતિ અપેક્ષા કરતા ઉલટી પણ થઈ શકે છે. આ લેખના માધ્યમથી અમે તમને અમુક એવી હકીકત જણાવી રહ્યા છે જેને તમે ધ્યાનમાં રાખીને પોતાના પાર્ટનર સાથે લગ્નની વાત કરી શકો છો.

પાર્ટનર પર ભરોસો

પાર્ટનર પર ભરોસો

અંગ્રેજીમાં એક જાણીતી કહેવત છે કે "I trust you" is better than "I love you" કારણકે એવુ જરૂરી નથી કે તમે જેને પ્રેમ કરો છો તેના પર હંમેશા ભરોસો પણ કરો પરંતુ તમે આંખ બંધ કરીને જેના પર ભરોસો કરતા હોવ તેની સાથે પ્રેમ હંમેશા રહે છે. બની શકે કે તમે કોઈ વ્યક્તિ સાથે વર્ષો સુધી સાથે રહ્યા બાદ પણ તમે પોતાના જીવન સાથે જોડાયેલ નિર્ણય લેવા માટે બે વાર વિચારો. વિશ્વાસ એક સંબંધને તોડી કે જોડી શકે છે. એટલા માટે લગ્નની પહેલ કરતા પહેલા તમે એ વાત પર ધ્યાન આપો કે તમે પોતાના પાર્ટનર પર કેટલો ભરોસો કરો છો.

ભાવનાત્મક રીતે કેટલા જોડાયેલા છો તમે

ભાવનાત્મક રીતે કેટલા જોડાયેલા છો તમે

નવા પ્રેમનો ખુમાર જ કંઈક અલગ હોય છે. એ જ રીતે લગ્નનો શરૂઆતનો સમય બહુ રોમેન્ટિક હોય છે અને કપલ્સ માટે આ સૌથી યાદગાર સમય હોય છે. પરંતુ ત્યારબાદ પેશનમાં ઘટાડો થવાના કારણે લાઈફ પણ બોરિંગ બની જાય છે. આ એવો સમય હોય છે જ્યારે પાર્ટનર વચ્ચે ઈમોશનલ કનેક્શન તેમને નજીક રાખે છે. લગ્ન માટે આ બહુ જરૂરી છે કે તમે પોતાના પાર્ટનર સાથે ભાવુક રીતે જોડાણ અનુભવો.

આ પણ વાંચોઃ રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલઆ પણ વાંચોઃ રણબીર-આલિયા એકસાથે માણી રહ્યા છે રજાઓ, ફોટા થયા વાયરલ

આર્થિક સ્થિરતા

આર્થિક સ્થિરતા

પૈસા ખુશી નથી ખરીદી શકતા પરંતુ એનાથી એવી વસ્તુઓની શોપિંગ કરી શકાય છે જેનાથી તમને ખુશી મળે. લગ્ન એક ગંભીર નિર્ણય છે જ્યાં આર્થિક નિર્ભરતા એક મોટી ભૂમિકા નિભાવે છે. ઘરના ખર્ચથી લઈને જરૂરી સામાનની ખરીદી સુધી, લગ્ન બાદ આ રીતના ખર્ચમાં વધારો થઈ જાય છે. જો તમે લગ્નનો નિર્ણય લઈ રહ્યા છો તો સમજદારી એમાં જ છે કે પહેલા તમે પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખો.

ઝઘડાને ઉકેલે છે સાથે

ઝઘડાને ઉકેલે છે સાથે

જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા પણ હોય છે પરંતુ જે લોકો આ ઝઘડાઓને ઉકેલવા જાણે છે તે જ આ સંબંધને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા વિશે વિચારે. લગ્ન પછી કોઈ વિવાદ કે ગેરસમજ બાદ એ મુદ્દાને શાંત કરવામાં ઘણો સમય લાગે છે.

સાથે જુએ છે ભવિષ્યનુ સપનુ

સાથે જુએ છે ભવિષ્યનુ સપનુ

જ્યારે પણ તમે પોતાના ભવિષ્ય વિશે વિચારો ત્યારે પોતાનો પાર્ટનર જોવા મળે છે. જો આવુ હોય તો તમે પોતાની રિલેશનશિપને આગલા લેવલે લઈ જવા માટે તૈયાર છો. આપણે જીવનમાં ઘણા બધા લોકોને મળીએ છીએ પરંતુ સપનામાં કોઈ ખાસને જ જોઈએ છીએ. અને જ્યારે પોતાને વિશ્વાસ થઈ જાય કે તમે આની સાથે જ પોતાના આવનારા ભવિષ્ય માટે તૈયાર છો ત્યારે તમે પોતાના પાર્ટનરને આના વિશે જણાવો.

English summary
Here are some important factors to take into consideration before you have this big discussion with your lover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X