For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કલયુગ અને પૃથ્વીના અંત સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

|
Google Oneindia Gujarati News

વેદ મુજબ કલયુગ એટલે અજ્ઞાનતા અને અનૈતિકતાનો યુગ. માનવામાં આવે છે કે કલયુગ કે કલિયુગનો પ્રારંભ 3102 ઇસાપૂર્વમાં થયો હતો. જ્યારે પાંચ ગ્રહ મંગળ, બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ મેષ રાષિ પર 0 ડિગ્રી પર થયા હતા. ત્યાં સુધી ભગવાન કૃષ્ણનો યુગ જતો રહ્યો હતો. કલયુગ પહેલા સતયુગ, ત્રૈતાયુગ અને દ્વાપરયુગ જેવા યુગનો ઉલ્લેખ કરવામાં આવે છે.

કલયુગને સૌથી અત્યાચારી અને અમાનવીય યુગ માનવામાં આવે છે. આ ચાર યુગોની શરૂઆત સતયુગથી થઇ હતી. અને અંત કલયુગમાં થશે.
કલયુગને સૌથી અત્યાચારી અને અમાનવીય યુગ માનવામાં આવે છે. કહેવાય છે કે સતયુગ કરતા કલયુગમાં સ્ત્રી અને પુરુષોમાં આધ્યાત્મિક અભાવ અને અનૈતિકતા જોવા મળશે. કલયુગ લાલચ, દુરાચાર, તૃષ્ણા, ક્રોધ, વાસના, સ્વાર્થ ભરપૂર રૂપે લોકોમાં જોવા મળશે. માણસ જ માણસનો દુશ્મન હશે અને કોઇના માટે જીવવા કરતા માણસ ખાલી પોતાના માટે જીવશે.

કેટલાક વિધવાનોનું માનવું છે કે કલયુગની કાલરાત્રિનો અંત કરવા ભગવાન ક્લિક રૂપ ધારણ કરશે અને તેના પછી ફરી સતયુગનો પ્રારંભ થશે. પણ સવાલ તે ઊભો થાય છે કે કલયુગનો અંત ક્યારે થશે. અને શું તેના પછી ખરેખરમાં બધુ ઠીક થઇ જશે ત્યારે કલયુગ, પૃથ્વીના અંત અને માનવજાતના ઉદયની આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...

કલયુગ

કલયુગ

સિદ્ઘાંતો મુજબ કલયુગમાં 4,32,000 માનવ વર્ષ સામેલ છે. દ્વાપરયુગ પછી કલયુગની શરૂઆત થશે. જે 5000 ઇસાપૂર્વમાં સમાપ્ત થશે. આ પ્રકારે 4,27,000 માનવ વર્ષે કલયુગનો અંત થશે. આ યુગ પછી ફરીથી સતયુગનો પ્રવેશ થશે.

બ્રહ્માપુરાણ

બ્રહ્માપુરાણ

બ્રહ્માપુરાણમાં કરેલા ઉલ્લેખ મુજબ કલિયુગની અવધિ 10 હજાર વર્ષ રહેશે. આ દરમિયાન માનવજાતિનું પતન થશે. મોટી સંખ્યામાં લોકો માર્યા જશે. સદગુણી લોકો જ સતયુગ સુધી રહેશે. અને પાપીઓનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કિરૂપ ધારણ કરશે.

અજીબ ધારણા

અજીબ ધારણા

કેટલાક લોકોનું માનવું છે કે કલયુગના અંત સુધીમાં માનવ જાતિની આયુ માત્ર 12 વર્ષ રહી જશે અને વ્યક્તિનું શરીર માત્ર 4 ઇંચનું રહેશે.

કલયુગની અવધિ

કલયુગની અવધિ

કેટલાક ગ્રંથો અને મહાભારત ઉલ્લેખ મુજબ કલયુગની અવધિ 12000 વર્ષ છે. જો કે હાલના કેટલાક વિદ્વાનો તેમ પણ કહે છે કે કલયુગના અંત થઇ ગયો છે અને હાલ સતયુગની શરૂઆત થઇ છે.

5000 વર્ષ બાદ

5000 વર્ષ બાદ

તો કેટલાક માને છે પુરાણોના આધારે આજ થી 5000 વર્ષ કલયુગની શરૂઆત થશે. માયા કલેન્ડર મુજબ જેને ગ્રેટ સાઇકલનું નામ આપવામાં આવ્યું છે જેની પછી મહાન યુગનો પ્રારંભ થશે. જો કે આ એ જ કેલેન્ડર છે જેણે 12 ડિસેમ્બર 2012માં દુનિયાના અંતની વાત કરી હતી.

English summary
It is said that among all the four ages, that is, Sat Yuga, Treta Yuga, Dwapar Yuga and Kali Yuga, the latter is the darkest of all. These four Yugas form a cycle beginning with Sat Yuga and ending with the Kali Yuga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X