For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખી દુનિયામાં ફક્ત યુપીમાં છે મહાત્મા ગાંધીની બીજી સમાધિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાજધાટ (દિલ્હી) ઉપરાંત દુનિયામાં બીજે ક્યાંય બાપૂની સમાધિ હોય તો તે સ્થળ છે રામપુર. આ ગાંધીજીની સમાધીને હવે આંતરરાષ્ટ્રીય પર્યટક સ્થળ બનાવવાની તૈયારી કરવામાં આવેલી છે.

બાપૂની અસ્થિઓ 11 ફેબ્રુઆરી 1948ના રોજ રામપુર લાવવામાં આવી હતી. અસ્થિઓનો થોડો ભાગ કોસી નદીમાં પ્રવાહિત કરી દેવામાં આવ્યો અને બાકેના છ ફૂટની ચાંદીની કેપ્સૂલમાં મૂકીને દફન કરી દેવામાં આવ્યો અને તેને સમાધિનું રૂપ આપ્વામાં આવ્યું. રામપુરમાં બાપૂની અસ્થિઓ નવાબ રજા અલી ખાં લઇને આવ્યા હતા.

તેમને બાપૂની અસ્થિઓને રામપુર લાવવા માટે અષ્ટધાતુનો 18 સેર વજનનો કળશ તૈયાર કરાવ્યો હતો. બાપૂની અસ્થિઓ વિશેષ દ્વારા રામપુરમાં લાવવામાં આવી હતી. બાપૂની અસ્થિઓ જ્યારે રામપુરમાં લાવવામાં આવી હતી તો તેને જોવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારે ભીડ ઉમટી હતી.

ત્યારબાદ બાપૂની થોડી અસ્થિઓ ધાર્મિક રીત રિવાજ સાથે કોસી નદીમાં વિસર્જિત કરી દેવામાં આવી હતી. બાકીની અસ્થિઓને ચાંદીના વાસણમાં રાખીને દફન કરી દેવામાં આવી હતી. તે સ્થળ પર બાપૂની ભવ્ય સમાધિ છે. ગાંધી સમાધિ રામપુરની ઓળખ છે.

તેને આંતરાષ્ટ્રીય પર્યટન સ્થળ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની સારસંભાળની જવાબદારી નગરપાલિકા પાસે છે. ગાંધી સમાધિ પાસે અંડરપાસ બનાવાની યોજના પણ છે જેથી અહીં આવનાર લોકોને કોઇ મુશ્કેલી ન થાય. આ સાથે આ સ્થળના આકર્ષણમાં વધારો થાય.

English summary
Whole the world only second samadhi of Gandhiji is in Uttar pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X