
30 બાદ પણ સુંદર દેખાવા માટે આ પ્રોટીન જરૂર ખાવ, વધતી ઉંમર અટકી જશે
જો વધતી ઉંમરમાં પણ તમે સુંદર અને યુવાન દેખાવા ઈચ્છતા હોવ તો તમને કોલેજન પ્રોટીન (collagen protein) વિશે માહિતી હોવી જોઈએ. કોલેજન પ્રોટીન માત્ર મસલ્સ અને હાડકાને મજબૂત નથી બનાવતુ પરંતુ તે ચહેરાની કસાવટ અને સુંદરતાને પણ જાળવી રાખે છે. એક ઉંમર પછી જેમ જેમ શરીરમાંથી કોલેજન પ્રોટીનનું સ્તર ઘટવા લાગે છે તેમતેમ આપણા ચહેરા અને વધતી ઉંમરના નિશાન દેખાવા લાગે છે. એટલા માટે વધતી ઉંમરમાં કોલેજન બહુ જરૂરી હોય છે. આવો જાણીએ કે કેમ હોય છે જરૂરી અને કેવી રીતે આપણે શરીરને આ કોલેજન પ્રોટીન પૂરુ પાડી શકીએ.

શું છે કોલેજન પ્રોટીન?
આ શરીરમાં મળતુ એક પ્રોટીન છે જે હાડકા, કાર્ટિલેજ અને સ્કીનને હેલ્ધી રાખવામાં કામ લાગે છે. સારા આરોગ્ય માટે આ સૌથી જરૂરી પ્રોટીન છે. જો શરીરમાં કોલેજન લેવલ ઓછુ થવા લાગે તો હાડકા નબળા પડવા, સ્કીન પર રિંકલ્સ આવવા અને સાંધામાં દુઃખાવો થવો જેવા પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. એટલા માટે જો તમે તંદુરસ્ત અને સુંદર રહેવા ઈચ્છતા હોવ તો પોતાના ડાયેટમાં કોલેજન પ્રોટીનને જરૂર શામેલ કરો.

કેમ છે જરૂરી?
કોલેજન માનવ શરીરમાં સૌથી વધુ માત્રામાં મળી આવતુ એક પ્રોટીન છે. જે હાડકા, માંસપેશીઓ, સ્કીન અને ટેંડન (હાડકા અને માંસપેશીઓને પરસ્પર જોડતુ એક મુખ્ય તત્વ) માં હાજર હોય છે. કોલેજન સમગ્ર શરીરમાં હાજર પ્રોટીનના 25થી 35 ટકા અંશ બનાવે છે. કોલેજનને તમારા શરીરની બનાવટ અને તાકાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કેવી રીતે ઘટે છે કોલેજનનું સ્તર
25 વર્ષની ઉંમર બાદથી શરીરમાંથી કોલેજનની માત્રા ઘટવા લાગે છે. 35ની ઉંમર સુધી પહોંચતા પહોંચતા કોલેજનનું સ્તર ઘટવાના કારણે ચહેરા પર લક્ષણ દેખાવા લાગે છે જેને આપણે એજિંગ કહીએ છીએ. જેમ જેમ કોલેજન ઘટે છે, એપિથેલિયલ સંરચનાઓ નબળી થઈ જાય છે. ત્વચા વધુ પાતળી થવા લાગે છે, વાળ નબળા થઈને તૂટવા લાગે છે. ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. તડકો, ધૂમ્રપાન, પ્રદૂષણ, તણાવ, બહુ વધુ શારીરિક શ્રમ પણ કોલેજનના શરીરમાંથી ઘટવાના કારણો છે. મહિલાઓમાં મેનોપોઝ અને ઉંમર વધવા દરમિયાન હોર્મોનના ઉત્પાદનમાં ઘટાડાથી પણ કોલેજનનું ઉત્પાદન ઘટી જાય છે.

જાણો કેવી રીતે મળે છે કોલેજન
માંસાહારી સ્ત્રોતઃ
માંસ, ચિકન, પૉર્ક (ખાસ કરીને પગ), પૉર્ક સ્કીન, હાડકાનું સૂપ, માછલી, સામન અને ટ્યુના પણ આહારમાં શામેલ કરી શકો છો.
શાકાહારી સ્ત્રોતઃ
લાલ રંગના ફળ અને શાકભાજીઓમાં કોલેજનની સારી માત્રા હોય છે. સફરજન, સ્ટ્રોબેરી, ચેરી, બીટ, મરચા વગેરે જેવા લાલ ફળ અને શાકભાજીમાં લાઈકોપીન હોય છે. આ પદાર્થ એક સરસ એન્ટીઓક્સીડન્ટ હોવા ઉપરંતા કોલેજનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. સાથે તે ફળ ખાવા જેમાં વિટામિન સી પૂરતી માત્રામાં હોય.
આ પણ વાંચોઃ Video: મલાઈકા સાથે ફ્લર્ટ કરી રહેલા એવૉર્ડ શોના હોસ્ટ પર ભડકેલા અર્જૂન કપૂરે કહી આ વાત