• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રાજકારણમાં ફૂંકાઇ રહી છે બદલાવની આંધી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 4 ઓક્ટોબરઃ એક સંબોધન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલા શૌચાલય અને બાદમાં દેવાલય અને પછી લાલુ પ્રસાદ યાદવનો 17 વર્ષ જૂનો ચારા કૌભાંડ મામલો જેમાં તેમને જેલની સજા, ભારતની સામાજીક અને રાજકિય વિચારસરણીને દર્શાવે છે. જેનું તાજું ઉદાહરણ મોદીનું ભાષણ અને લાલુનું જેલમાં જવું છે.

પહેલાં લાલુ પ્રસાદ યાદવનો મામલો

એક સમયે ભારતીય રાજકારણમાં એક જાણીતો ચહેરો લાલુ પ્રસાદ યાદવ, જેમના રાજકારણનો ઉદય કોંગ્રેસનુ બિહારમાં પતન થવાની સાથે થયો હતો. ખાસ કરીને 1989માં થયેલા ભાગલપુર રમખાણો બાદ, જ્યારે ભારતની સૌથી જૂની પાર્ટીએ અલ્પસંખ્યકોની નજરમાં પોતાનું મહત્વ ગુમાવી દીધું હતું. તેવામાં સોશિયલ એન્જીનિયરિંગ અને અલ્પસંખ્યકો માટે લાલુ પ્રસાદ યાદવ એક મસીહા તરીકે ઉભર્યા, તો બીજી તરફ લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડે પણ એક ધર્મનિરપેક્ષના રૂપમાં તેમને સ્થાપિત કરી દીધા. આ ઉપરાંત આ પેઢીમાં અન્ય નેતાઓ જેમ કે મુલાયમ સિંહ યાદવ, નીતિશ કુમાર અને માયાવતીએ પણ આ ફોર્મુલા પર પોતાની પાર્ટી રચી. જેમાં તેમણે હાસિયામાં પડેલા લોકોને પોતાની સાથે જોડ્યા અને પછી ધર્મનિરપેક્ષ ચહેરા સાતે અલ્પસંખ્યકોને એક રાજકીય વિકલ્પ આપ્યો.

ભાજપ એક ઘોર વિરોધીના રૂપમાં

આ દરમિયાન આ તમામ પાર્ટીઓ માટે ભાજપ એક ઘોર વિરોધીના રૂપમાં હોય તે સામાન્ય વાત હતી, જેમાં એક સેક્લુયર મુખોટા સાથે અલ્પસંખ્યકો માટે કોંગ્રેસ ઉપરાંત ક્ષેત્રીય પાર્ટીઓ એક વિકલ્પ બની.

બદલાવનો સમય

દેશમાં ઉદારીકરણની શરૂઆત બાદ જ એનડીએની સરકાર બની જેના નેતા ઉદારવાદી છબીવાળા અટલ બિહારી વાજપાઇ હતા. જેમના નેતૃત્વમાં ભાજપે પોતાને એક વિકાસોન્મુખી પાર્ટીના રૂપમાં સ્થાપિત કરી. આ સાથે જ સ્થાનિક પાર્ટીઓ રાષ્ટ્રીય સ્તર પર હસ્તક્ષેપ કરવા લાગી.

લાલુ પર નિર્ણય બાદ મુલાયમ પણ મુશ્કેલીમાં

લોકસભા ચૂંટણી આવે તે પહેલાં જ્યાં લાલુ પ્રસાદ યાદવનો પ્રભાવ ઓછો થવાના આસાર છે, તો બીજી તરફ મુલામય સિંહ પણ સંકટમાં છે. તેમની પાસે એક નિશ્ચિત વોટ બેંક છે, પરંતુ તેમનું અસ્તિત્વ હવે મુશ્કેલીમાં છે. તેમણે અયોધ્યામાં રામ જન્મભૂમિ મુદ્દે સંભવિત વિવાદને તો રોકી પરંતુ મુઝફ્ફરનગરમાં થયેલા રમખાણોને રોકી શક્યા નહીં. આ દરમિયાન મુલાયમે મુખ્યમંત્રી અખિલેશને પોતાની સેક્યુલર છબીને બચાવી રાખવાના સંકેત આપ્યા, હવે આ દાવ કેટલો કામ લાગે છે, તે સમય જ બતાવશે.

નીતિશ મુશ્કેલીમાં, મોદી સમય સાથે બદલાયા

તાજેતરમાં જ ભાજપ સાથે પોતાનો 17 વર્ષ જૂનો નાતો તોડનારા નીતિશ પણ ચારા કૌભાંડ મામલે પ્રશ્નોના ઘેરામાં છે. એવુ કહેવામાં આવી શકે છે કે, મોદીએ પોતાને સમયની સાથે બદલી નાંખ્યા. જેમનું કહેવું છે કે, સેક્યુલર અથવા કોમ્યુનલ નહીં પરંતુ દેશનો વિકાસ જ ભારતના ભવિષ્યને નિર્ધારિત કરી શકે છે. તેમણે પોતાના ભાષણ પર હિન્દુત્વ કરતા વિકાસ પર વધારે ભાર મુક્યો. જ્યારે અન્ય નેતા પોતાનામાં બદલાવ લાવી શક્યા નથી.

English summary
Narendra Modi said that despite his Hindutva identity, he believes that toilets should get priority over temples. On October 3, former Bihar chief minister Lalu Prasad was given a five-year term in connection with the 17-year-old fodder scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X