શા માટે પરીણિત મહિલાઓ પહેરે છે બંગડી?

Posted By: Super
Subscribe to Oneindia News

બંગડી એ એક એકદમ પાયાની સામગ્રી છે જે મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે. પરીણિત હોય કે અપરીણિત, બંગડી મહિલાઓની સુંદરતામાં વધારો કરી દે છે. બજારમાં અનેક પ્રકારના વિવિધ આકાર, સાઇઝ અને ડિઝાઇન ધરાવતા બંગડી જોવા મળે છે. બંગડી આખા વિશ્વમાં ફેલાયેલી એક અનોખી સ્ટાઇલ છે, તેમ છતાં ભારતીય સંસ્કૃતિમાં બંગડી એક ખાસ મહત્વ ધરાવે છે. જો કે, કેટલાક પુરુષો સિંગલ બંગડી પહેરે છે, જેને કડું કહેવામાં આવે છે, જ્યારે મહિલાલગ્ન બાદ ઘણાં બધાં બંગડી પહેરે છે, જેને કંગન તરીકે ઓળખવામાં આવે છે.

પરીણિત હિન્દુ મહિલાઓ બંગડીને શ્રૃંગારના રૂપમાં પહેરે છે, લગ્ન બાદ બંગડી એક મહત્વનું ઘરેણું બની જાય છે અને જે લગ્નગ્રંથી સાથે જોડાયેલું હોય છે. આ એટલું જ મહત્વનું હોય છે, જેટલું મહત્વનું પશ્ચિમી સંસ્કૃતિમાં રિંગ પહેરવાનું હોય છે. ભારતના પુરાતત્વોમાં બંગડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે, ત્યારે બંગડીની શોધ થઇ હતી. જેનું સૌથી જૂનું ઉદાહરણ 2000 B.C. અથવા તેની આસપાસનું છે.

શા માટે પરીણિત મહિલાઓ પહેરે છે બંગડી?

બંગડીએ એક એવું મુદ્રણાંલકાર છે જે પરીણિત સ્ત્રીના શ્રૃંગાર સાથે જોડાયેલું છે, જે ફરજીયાત છે. બંગડીએ લગ્નના ચિહ્ન સમાન છે. તેથી જ લગ્ન બાદ મહિલાઓ દ્વારા કોપર, કાંચ, વેક્સ અથવા અન્ય ધાતુના બંગડી પહેરવામાં આવે છે. કેટલીક જ્ઞાતિઓમાં તો છોકરીઓની સગાઇ થઇ ગયા બાદથી જ તેમના કાંડાના ખાલી રાખવામાં આવતા નથી. આ છોકરીઓએ લગ્ન પહેલાં જેટલા પણ તહેવારો થાય તેમાં બંગડી પહેરવા પડે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ બંગડી પહેરવાનું મહત્વ.

પતિની સુરક્ષાની નિશાની

પતિની સુરક્ષાની નિશાની

શીખ સમુદાયમાં પરીણિતા લાલ અને સફેદ કલરના બંગડી પહેરે છે, જેને ચુડા કહેવામાં આવે છે. અન્ય સમુદાયમાં વેક્સ અથવા કાંચના બંગડી પહેરવામાં આવે છે અને તેને લગ્નની નિશાની કહેવામાં આવે છે. પરીણિત મહિલાં જે બંગડી પહેરે છે તેને પતિના સુરક્ષાની નિશાની અને નસીબ સાથે જોડવામાં આવે છે.

બંગડીના રંગ પણ ઘણાં જ મહત્વનાં

બંગડીના રંગ પણ ઘણાં જ મહત્વનાં

આ ઉપરાંત બંગડીના રંગ પણ ઘણું જ મહત્વ ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે, લાલ રંગના બંગડીને ઉર્જા સાથે, બ્લૂ બંગડીને વિદ્વતા સાથે, લીલા બંગડીને નસીબ સાથે અને પીળા બંગડીને ખુશીઓ સાથે જોડવામાં આવે છે. નારંગીનો અર્થ સફળતા, સફેદનો અર્થ નવી શરૂઆત અને કાળાનો અર્થ શક્તિ થાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં બંગડીનું અનેરું મહત્વ

હિન્દુ સંસ્કૃતિમાં બંગડીનું અનેરું મહત્વ

બંગડીનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે, કોઇ પૂજા અથવા તો તહેવારને ત્યાં સુધી અધુરો માનવામાં આવે છે, જ્યાં સુધી પરીણિત મહિલાં પોતાનો પાયાનો શ્રૃંગાર ન કરી લે, જેમાં બંગડી પણ આવી જાય છે. હિન્દુ સંસ્કૃતિમાં જો પતિનું મૃત્યુ થાય તો મહિલાનાં હાથમાં રહેલા બંગડીને તોડી નાંખવામાં આવે છે અને તેના પર કોઇપણ પ્રકારનો શ્રૃંગાર કરવાની મનાઇ ફરમાવી દેવામાં આવે છે. તેમજ જો બંગડી અકસ્માતે તૂટી જાય તો પણ તેને ખરાબ માનવામાં આવે છે.

વિવિધ રાજ્યમાં વિવિધ બંગડી પ્રખ્યાત

વિવિધ રાજ્યમાં વિવિધ બંગડી પ્રખ્યાત

જે રીતે હિન્દુ સંસ્કૃતિમાં બંગડી પહેરવાનું અલગ મહત્વ છે, તેવી જ રીતે વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારના બંગડીને પહેરવામાં આવે છે, ઉદાહરણ તરીકે, બંગાળમાં લાલ, રાજસ્થાન અને હરિયાણામાં વેક્સ બંગડી, કન્નડમાં લીલા બંગડીનું મહાત્મ્ય વધારે છે. લગ્નનો પ્રકાર, પદ્ધતિ કે પછી બંગડીના કલરની પસંદગી ભલે ગમે તે હોય પરંતુ ભારતીય સંસ્કૃતિમાં પરીણિત મહિલા માટે બંગડી ઘણું મહત્વ ધરાવતા હોય છે.

English summary
Bangles are one of the basic accessories that women wear. Be it married or unmarried, bangles are one of the feminine accessories which adds a charm to the look. There are many types of bangles in different shapes, sizes and designs that are available in the market. Although bangles are worn for style all over the world, the ornament holds a special significance in Hinduism. While some men wear a single bangle known as kara, women wear a lot of bangles after marriage, known as Kangan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.