For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાભારત પછી કેમ અર્જુનનો રથ સળગીને ભસ્મ થઇ ગયો હતો

લગભગ બધા લોકો મહાભારત યુદ્ધ વિશે જાણે છે. આ યુદ્ધમાં એક ભાઈ તેના બીજા ભાઈ સામે ઊભો રહ્યો હતો. તે એક ધર્મ અને અધર્મ માંથી એકની શ્રેષ્ઠતાને સાબિત કરવા લડવામાં આવેલું યુદ્ધ હતું.

|
Google Oneindia Gujarati News

લગભગ બધા લોકો મહાભારત યુદ્ધ વિશે જાણે છે. આ યુદ્ધમાં એક ભાઈ તેના બીજા ભાઈ સામે ઊભો રહ્યો હતો. તે એક ધર્મ અને અધર્મ માંથી એકની શ્રેષ્ઠતાને સાબિત કરવા લડવામાં આવેલું યુદ્ધ હતું. આ યુદ્ધ દરમિયાન એવી ઘણી ઘટનાઓ થઇ હતી કે લોકોનું ધ્યાન ભાગ્યે જ ગયું હોય. તેમાંથી જ એક ઘટના અર્જુનના રથ સાથે સંકળાયેલ છે.

આ વાત દરેકને ખબર છે કે આ યુદ્ધમાં અર્જુનના રથની કમાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ સંભાળી હતી. મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ જીત મેળવી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જે રથના સારથિ બન્યા હતા તેનું શું થયું, તે આજે આ લેખ દ્વારા જાણીએ.

આ પણ વાંચો: કૌરવોએ આપ્યો હતો અધર્મનો સાથ, છતાંય દુર્યોધનને સ્વર્ગમાં મળ્યું સ્થાન

ભગવાન શ્રીકૃષ્ણ સાથે રથ પર હનુમાનજી પણ હાજર હતા

ભગવાન શ્રીકૃષ્ણ સાથે રથ પર હનુમાનજી પણ હાજર હતા

મહાભારતમાં, જ્યારે કૌરવો અને પાંડવો એકબીજા સામે હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને રામ ભક્ત હનુમાનજીનું આહવાન કરવા માટે કહ્યું હતું. આમ કરીને, અર્જુનએ બજરંગબલીને રથની ધજા સાથે વિરાજિત કર્યા. શ્રીકૃષ્ણ જે રથ ચલાવતા હતા તે પોતે ભગવાન વિષ્ણુના અવતાર હતા, અને આ કારણોસર શેષનાગએ ધરતીની નીચેથી રથના પૈડાઓને સંભાળ્યા હતા, જેના કારણે ભારે પ્રહાર થવા પર પણ, અર્જુનનો રથ ડગમગ્યો પણ નહોતો. અર્જુન અને આ યુદ્ધમાં ધર્મ અને સત્યનો સાથ આપવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ આ બધી વ્યવસ્થા કરી હતી.

યુદ્ધ પછી અર્જુનના રથમાં લાગી ગઈ આગ

યુદ્ધ પછી અર્જુનના રથમાં લાગી ગઈ આગ

મહાભારત યુદ્ધ પૂરું થયા પછી, અર્જુનએ પ્રથમ કૃષ્ણને ઉતરવાની પ્રાર્થના કરી. પરંતુ, શ્રી કૃષ્ણએ આદેશ આપતા અર્જુનને પહેલા ઉતરવા કહ્યું. અર્જુન રથમાંથી ઉતર્યો અને તે પછી શ્રી કૃષ્ણ પણ રથથી નીચે આવ્યા. તેની સાથે શેષનાગ પણ પાતાળ લોકમાં જતા રહ્યા, ત્યારે હનુમાનજી પણ ત્યાંથી અદ્રશ્ય થઈને જતા રહ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુનના કેટલાક ડગલાં ચાલવા પર, આ રથ આગની તેજ લપટોથી ઘેરાયેલો જોવા મળ્યો અને સળગવા લાગ્યો.

અર્જુનએ શ્રી કૃષ્ણને પૂછ્યું આનું કારણ

અર્જુનએ શ્રી કૃષ્ણને પૂછ્યું આનું કારણ

પોતાના રથને સળગતો જોઈ, અર્જુનએ ભગવાન કૃષ્ણને તેનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાનએ કહ્યું કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્ય અસ્ત્રોના પ્રહારના કારણે આ રથ ઘણા સમય પહેલા જ સળગી ગયો હતો. પરંતુ આ રથની ધજામાં હનુમાનજીની હાજરી અને મારી હાજરી હોવાથી, આ રથ મારા સંકલ્પના કારણે અત્યાર સુધી સાથ આપી રહ્યો હતો. મહાભારતના અંત સાથે, તારું કામ પૂરું થઈ ગયું છે તેથી મેં આ રથ છોડી દીધો જેના કારણે હવે આ રથ ભષ્મ થઇ ગયો.

English summary
Why was Arjuna's chariot burning after the Mahabharata?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X