For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુથ કોને આકર્ષિત કરવા શરીર પર ચિતરાવે છે ટેટૂ?

|
Google Oneindia Gujarati News

રીલ લાઇફ હોય કે રીયલ લાઇફ ફેશનના ટ્રેન્ડમાં ક્યારેય મંદી આવતી નથી. ફેશનની બાબતમાં આમિર ખાને ફિલ્મ ગજનીમાં કરેલી હેર સ્ટાઇલ હોય કે તેના શરીર પર બનાવેલા ટેટૂ હોય. રીયલ લાઇફમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તે તેની યાદમાં પોતાની લેડી ફિંગરમાં એક ટેટૂ ત્રોફાવ્યું હતું.

હવે જો યુવાનો અને સામાન્ય માણસોની વચ્ચે જઇએ અને ફેશન સ્ટેટમેન્ટ તરીકે ટેટૂ ત્રોફાવવાની વાત આવે તો એક પ્રશ્ન અવશ્ય થાય કે શા માટે ટેટૂ ચિતરાવવામાં આવે છે? સામાન્ય રીતે જ્યારે યુથની વાત આવે તો એક જવાબ સૌથી વઝારે મળે છે કે છોકરીઓને આકર્ષિત અથવા ઇમ્પ્રેસ કરવા અથવા પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ટેટૂ ચિતરાવતા હોય છે. ફેશન અને ગ્લેમરની દુનિયામાં પણ ટેટૂનું સ્થાન વિશેષ છે.

કોઇ પણ ટ્રેન્ડને લોકપ્રિય કે ફ્લોપ બનાવવામાં યુથનો હાથ મહત્વનો હોય છે. એક સમયે યુવાનોમાં બોડી બિલ્ડિંગ અને ડિફરન્ટ હેર સ્ટાઇલનો ટ્રેન્ડ હોટ ફેવરિટ હતો. હવે યુવાનોમાં લેટેસ્ટ ટ્રેન્ડ અનોખું ટેટૂ ચિતરાવીને બધાથી અલગ દેખાવાનો છે.

જ્યારે વિવિધ રંગો અને ડિઝાઇનવાળા ટેટૂ શરીર પર ચિતરવામાં આવે છે ત્યારે અંગોની સુંદરતા વધી જાય છે. પલ્બિક પ્લેસ પર વ્યક્તિની નોંધ લેવામાં આવે છે. વર્તમાન સમયમાં બે પ્રકારના ટેટૂનું ચલણ જોવા મળે છે. એક છે ટેમ્પરરી ટેટૂ અને બીજું છે પરમેનન્ટ ટેટૂ. ટેમ્પરરી ટેટૂ 15 દિવસથી એક મહિના સુધી ટકે છે જ્યારે પરમેનનન્ટ ટેટૂ કાયમી ધોરણે ચિતરાવાય છે.

પ્રથા 500 વર્ષ જુની

પ્રથા 500 વર્ષ જુની

કહેવામાં આવે છે કે ટેટૂ ત્રોફાવાની પ્રથા 5000 વર્ષ જુની છે. પહેલા આદિવાસીઓ અને કબીલામાં રહેતા લોકો શણગારના ઉદ્દેશ્યથી ટેટૂ ચિતરાવતા હતા. ટેટૂ તેમના શોખને બદલે ઓળખ વધારે હતી. તેઓ ટેટૂમાં પોતાનો ધર્મ, દેવી દેવતાઓ અને પોતાનું નામ ચિતરાવતા હતા.

મેળાઓમાં ટેટૂ ચિતરાવતા

મેળાઓમાં ટેટૂ ચિતરાવતા

પહેલાના સમયમાં ટેટૂ ચિતરાવવાનું મોટા ભાગનું કામ મેળાઓ દરમિયાન થતું હતું.
હવે તે ફેશન બની ગયું હોવાથી કોઇ પણ સમયે ટેટૂ મેકિંગ શોપમાં જઇને તમારી ટેટૂ ચિતરાવવાની ઇચ્છા પૂરી કરી શકાય છે.

સૌમ્યા શુક્લા, પત્રકાર

સૌમ્યા શુક્લા, પત્રકાર

ટેટૂ કોઇ પણ વ્યક્તિને અલગ લૂક આપી શકે છે. યુવાનોમાં ટેટૂનો ટ્રેન્ડ સૌથી વધારે જોવા મળે છે કારણ કે તે ફેશન સાથે સંકળાયેલા છે.

સલોની ગિરિશ, ટીચર

સલોની ગિરિશ, ટીચર

મને ટેટૂ ચિતરાવવું બિલકુલ પસંદ નથી. જો કે બીજાએ પોતાના શરીર પર બનાવડાવેલા ટેટૂ જોવા ગમે છે. ખાસ કરીને છોકરાઓ જ્યારે ટેટૂ ચિતરાવીને ફરે છે ત્યારે અલગ લાગે છે.

કિસા જૈદી, વિદ્યાર્થિની

કિસા જૈદી, વિદ્યાર્થિની

છોકરાઓ પોતાના હાથ પર ટેટૂ દોરાવડાવે ત્યારે સારા લાગે છે. અમારા ધર્મમાં ટેટૂ દોરાવવા પર પ્રતિબંધ છે.

હેરા નકવી , વિદ્યાર્થિની

હેરા નકવી , વિદ્યાર્થિની

હું ટેટૂને આધુનિક ફેશન તરીકે જોઉં છું. અમારા ધર્મમાં તેના પર પ્રતિબંધ છે. જે વ્યક્તિ ટેટૂ છુંદાવે તે નમાઝ અદા કરી શકતો નથી.

નઝર અબ્બાસ, વિદ્યાર્થી

નઝર અબ્બાસ, વિદ્યાર્થી

આજ કાલ ટેટૂ ફેશન સ્ટેટમેન્ટ જરૂર છે. પરંતુ થોડી સજાવટ માટે શરીર સાથે રમત રમવી મારા મતે યોગ્ય નથી. જો કે હું ટેટૂનો વિરોધ પણ કરતો નથી.

શશાંક નિગમ, વિદ્યાર્થી

શશાંક નિગમ, વિદ્યાર્થી

ટેટૂ પરંપરાગત કલા છે. તેનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ સ્પષ્ટ જોવા મળે છે.

પ્રશાંત દુબે, વિદ્યાર્થી

પ્રશાંત દુબે, વિદ્યાર્થી

હવે દરેક શહેરમાં ટેટૂનું ચલણ વધ્યું છે. હું પણ ટેટૂ ચિતરાવવાનું પસંદ કરું છું. પણ હું ખૂબ મોંધા ટેટૂ નથી ચિતરાવતો.

કામના પાંડે, વિદ્યાર્થિની

કામના પાંડે, વિદ્યાર્થિની

ટેટૂ એવી પ્રાચીન કળા છે જેનું અસ્તિત્વ આજે પણ છે. હવે તેણે મોર્ડન સ્વરૂપ ધારણ કર્યું છે.

પંકજ, મ્યુઝિશિયન

પંકજ, મ્યુઝિશિયન

ટેટૂ સારા લાગે છે પણ તેને ચિતરાવતા ડર પણ લાગે છે. કારણ કે તેમાં સાઇડ ઇફેક્ટ થવાનું જોખમ વધારે છે.

અભિષેક રસ્તોગી, પ્રોફેશનલ

અભિષેક રસ્તોગી, પ્રોફેશનલ

હું ટેટૂ પસંદ કરું છું. મારી જેમ ઘણા લોકો તેને પસંદ કરે છે. એવું મારું માનવું છે. તેનું પ્રમાણ ટેટૂ મેકિંગ શોપ પર જામેલી ભીડ છે.

જોન અભિનવ, વિદ્યાર્થી

જોન અભિનવ, વિદ્યાર્થી

હું જાણું છું કે ટેટૂ પ્રાચીન કલા છે, પણ આજ કાલ તેની ગણના આધુનિક ફેશન તરીકે થાય છે.

યોગેન્દ્ર પાંડે, આસિસ્ટન્ટ પ્રોફેસર

યોગેન્દ્ર પાંડે, આસિસ્ટન્ટ પ્રોફેસર

ફેશન ક્યારેય સ્થિર રહેતી નથી. બદલાતી રહે છે. આ ફેશનનું જ એક સ્વરૂપ છે ટેટૂ. જે આજકાલના યુવાનોની પસંદ બની ગયું છે

English summary
Why youths keen to have tattoos on their body? Here are some answers came from students, businessmen and other people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X