લોન્ચ થયો Galaxy S-5: એક નજર ફોનના ખાસ ફિચર્સ પર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: સેમસંગે પોતાના બહુપ્રતીક્ષિત સ્માર્ટફોન ગેલેક્સી એસ5ને લોન્ચ કરી દિધો છે. સોમવારે મોડી રાત્રે બાર્સલોનામાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં સેમસંગના સીઇઓ જેકે શિને તેને લોન્ચ કર્યો. ગેલેક્સી એસ5 આ વર્વે 11 એપ્રિલથી વેચાણ માટે 150 દેશોમાં ઉપલબ્ધ થશે. જો કે હજુ સુધી તેની કિંમત વિશે કોઇ જાણકારી મળી નથી. આ સાથે જ સેમસંગે એક ફિટનેસ બેંડ ગિયર ફિટ 2ને લોન્ચ કરી.

ગેલેક્સી એસ5માં એપલના આઇફોન એસ5ની જેમ ફિંગર પ્રિન્ટ સ્કેનર છે. સાથે જ તેમાં સારો કેમેરો, હેલ્થ ફિચર અને કિડ્સ મોડ પણ છે. આ ડસ્ટ અને વોટર રજિસ્ટેંટ છે. તેમાં બેક કેમેરાની ઠીક નીચે એક હાર્ટ સેન્સર લાગેલ છે, જે યૂજરના હાર્ટ રેટ પર નજર રાખશે. તેમાં હોમ બટન પર ફિંગર પ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે, જે ફોનને એક સ્વાઇપથી અનલોક કરવાની સુવિધા પુરી પાડે છે. સાથે જ તેમાં કિડ્સ મોડના નામેથી એક ફિચર ઉપલબ્ધ છે.

કિડ્સ મોડને અનેબલ કરવાથી તમારું બાળક ફોનના તેજ ફિચર્સનો ઉપયોગ કરી શકશે, જે તમે તેના માટે નક્કી કરી છે. ગેલેક્સી એસ5 ચાર કલર્સ વાઇટ, બ્લેક, બ્લ્યૂ અને કોપર ગોલ્ડમાં ઉપલબ્ધ થશે.

સેમસંગના સીઇઓ જેક શિને ગેલક્સી એસ5ના લોન્ચિંગના અવસર પર કહ્યું હતું કે સેમસંગે અત્યાર સુધી 200 મિલિયન ગેલેક્સી ફોનનું વેચાણ કર્યું છે. એસ4ને કંપનીએ ગત વર્ષે ઉનાળામાં લોન્ચ કર્યો હતો. પરંતુ તેને એપલના આઇફોન5 અને 5S, LG G2, HTC વન અને સોની એક્સ્પીરિયા Z1 સાથે આકરી ટક્કર મળી હતી.

આમ તો કંપની દર વર્ષે વર્લ્ડ મોબાઇલ કોંગ્રેસ બાદ ગેલેક્સી ફ્લેગશિપ દરમિયાન ફોન લોન્ચ કરે છે, પરંતુ આ વખતે કંપનીએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં જ ગેલેક્સી એસ5ને લોન્ચ કરી દિધો કારણ કે તે શક્ય હોય એટલું જલદી એસ4ને હટાવવા માંગે છે.

સેમસંગ મોબાઇલ ઇન્ડિયાએ રવિવારે પોતાના ટ્વિટર પેજ પર ગઇકાલે આધિકારીક રીતે પોતાના અનપેક્ટ ઇવેન્ટમાં કંઇક નવું લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો માનવામાં આવે છે કે નવ આઇકોન વાળો આ ફોટો એસ5ના યૂજર ઇન્ટરફેસનો છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ વિશે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં સારો કેમેરો, ફિંગર પ્રિન્ટ સ્કેનર, હેલ્થ, ફિચર અને કિડ્સ મોડ ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5 ડસ્ટ અને વોટર રેજિસ્ટેંટ છે

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં બેક કેમેરાની ઠીક નીચે એક હાર્ટ સેન્સર લગાવવામાં આવ્યું છે. જે યૂઝર્સના હાર્ટ રેટ પર ધ્યાન રાખશે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં હોમ બટન પર ફિંગર પ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે, જે ફોનને એક સ્વાઇપથી અનલોક કરવાની સુવિધા પુરી પાડે છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં કિડ્સ મોડના નામે એક ફિચર ઉપલબ્ધ છે. કિડ્સ મોડને અનેબલ કરવાથે તમે તમારું બાળક ફક્ત તે જ એપ્સનો ઉપયોગ કરી શકશે, જે તમે તેના માટે નક્કી કરી છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5 ચાર કલર્સ વાઇટ, બ્લેક, બ્લ્યૂ અને કોપર ગોલ્ડમાં ઉપલબ્ધ થશે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5માં 1080x1920 પિક્સલ રિઝોલ્યુશનવાળો 5.1 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં 2.5 ગીગાહર્ટ ક્વોડ-કોર પ્રોસેસર અને 2 જીબી રેમ છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

આ ફોનમાં એન્ડ્રોઇડ 4.4.2 કિટકેટ વર્જન છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં 16 મેગાપિક્સલનો બેક કેમેરો અને 2.1 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગે ગેલેક્સી એસ5ને 16 જીબી અને 32 જીબી સ્ટોરેજવાળા ફોન પણ લોન્ચ કર્યા છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5માં 64 જીબી સુધીનું એસડી કાર્ડ લગાવી શકાય છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5નું વજન 145 ગ્રામ છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5ની બેટરી ક્ષમતા 2800mAh છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

કંપનીનો દાવો છે કે આ 390 કલાક સ્ટેડબાય ટાઇમ અને 21 કલાક ટોકટાઇમ આપવામાં સક્ષમ છે.

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એસ5ના ખાસ ફિચર્સ

ગેલેક્સી એસ5ની લંબાઇ, પહોળાઇ અને જાડાઇ 142x72.5x8.1 મિલીમીટર છે.

English summary
As the Mobile World Congress 2014 begins in Barcelona today, all eyes are set on Samsung's much-anticipated Galaxy S5. The upcoming Samsung flagship is expected to be unveiled at the Samsung Unpacked 5 event.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.