For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Environment Day: ધરતીને બચાવવી હોય તો ઘરમાંથી જ કરો શરૂઆત, આ 10 વાતોનુ હંમેશા રાખો ધ્યાન

વિશ્વ પર્યાવરણ દિવસે અમે તમને 10 એવી ટીપ્સ આપીશુ જેનાથી તમે પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરીશુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ એનવાયરમેન્ટ ડે 1972 બાદથી દર વર્ષે 5 જૂને મનાવવામાં આવે છે. વર્ષ 2021ના રોજ પર્યાવરણ દિવસની થીમ છે પારિસ્થિતિક તંત્ર પુનઃસ્થાપના. આનો અર્થ છે પૃથ્વીને એક વાર ફરીથી સારી અવસ્થામાં લાવવી. વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. પરંતુ પર્યાવરણનુ ધ્યાન રાખવુ કોઈ સંસ્થા કે માત્ર સરકારની જવાબદારી નથી હોતી. પર્યાવરણને સુરક્ષિત રાખવુ એ દરેક વ્યક્તિની જવાબદારી છે. આ આપણી પર્યાવરણ બેદરકારીનુ જ પરિણામ છે કે આજે પ્રદૂષણના કારણે દર વર્ષે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. માટે હવે આપણે પ્રકૃતિ પ્રત્યે થોડા સંવેદનશીલ થવાની જરૂર છે. આની શરૂઆત તમે પોતાના ઘરેથી પણ કરી શકો છો. વિશ્વ પર્યાવરણ દિવસે અમે તમને 10 એવી ટીપ્સ આપીશુ જેનાથી તમે પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરીશુ.

ઓછો ઉપયોગ કરવો, પુનરાવૃત્તિ કરવી અને પુનઃ ઉપયોગ કરવો

ઓછો ઉપયોગ કરવો, પુનરાવૃત્તિ કરવી અને પુનઃ ઉપયોગ કરવો

  • 1. પર્યાવરણને સુરક્ષિત રાખવાનો મૂળ મંત્ર છે - ઓછો ઉપયોગ કરવો, પુનરાવૃત્તિ કરવી અને પુનઃ ઉપયોગ કરવો. ઓછો ઉપયોગનો અર્થ છે પાણી, વીજળી જેવી વસ્તુઓને બચાવવાની છે. પુનરાવૃત્તિ આપણે લગભગ બધી વસ્તુઓનુ કરી શકીએ છીએ. આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે એવી પ્રોડક્ટ ખરીદવી જોઈએ જેનો ફરીથી ઉપયોગ કરી શકાય. પસ્તી અને છાપામાંથી ફરીથી કાગળ બનાવી શકાય છે. કાચના સામાનને પણ ફરીથી પુનરાવૃત્તિ કરી શકીએ છીએ.
  • 2. પર્યાવરણને સુરક્ષિત રાખવાની સૌથી સરળ રીત છે વૃક્ષારોપણ કરવુ. તે પ્રકૃતિને બેલેન્સ કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડને શોષીને ઑક્સિજનનુ ઉત્સર્જન કરે છે. માટે આપણે સૌએ વૃક્ષો લગાવવા જોઈએ અને તેને કાપવા ન જોઈએ.
  • 3. પાણીનો વ્યય પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. માટે પાણીનો એટલો જ ઉપયોગ કરો જેટલુ જરૂરી હોય. પાણીને બચાવવા માટે ઘરમાં ઘણા ઉપાય કરી શકો છો જેમ કે ગાડીને પાઈપના બદલે ડોલમાં પાણી લઈને સાફ કરો. ROના બદલે તમે UF કે UA વૉટર પ્યૂરિફાયર ઘરમાં લગાવો અથવા પાણીને ઉકાળીને ઠંડુ થયા પછી પીવો. ROના પાણીથી એક તૃતીયાંશ પાણી બરબાદ થાય છે. ઘરોને પાણીથી ધોવાના બદલે સાફ-સફાઈ માટે પોતુ કરો.

ધૂમ્રપાનથી પણ વાયુ પ્રદૂષણ થાય

ધૂમ્રપાનથી પણ વાયુ પ્રદૂષણ થાય

  • 4. બજારોમાંથી શાકભાજી લાવવા કે કોઈ અન્ય સામાન લાવવા માટે હંમેશા કપડાથી બનેલી થેલી કે પછી રિયુઝેબલ બેગનો ઉપયોગ કરો. શૉપિંગ પર જતી વખતે પોતાની સાથે થેલી સાથે લઈને જાવ. પોતાની ગાડી કે પોતાની સાથે હંમેશા કપડાની થેલી રાખો જેથી સામાન પૉલિથિનમાં લાવવાના બદલે તેમાં લઈ જઈ શકાય.
  • 5. વાયુ પ્રદૂષણને રોકવા માટે તમે વાહનોની સમયે-સમયે પ્રદૂષણ તપાસ કરાવતા રહો. ધૂમ્રપાનથી પણ વાયુ પ્રદૂષણ થાય છે તેને ઘટાડવા માટે તમે વાયુને પ્રદૂષિત થવામાં યોગદાન આપી શકો છો.
  • 6. ઘરે જો કોઈ નાની-મોટી પાર્ટી કે ફંક્શન કે સેલિબ્રેશન હોય તો ડિસ્પોઝેબલ પ્લેટ્સની જગ્યાએ વાસણોનો ઉપયોગ કરો. ડિસ્પોઝેબલ પ્લેટ્સ પ્રદૂષણનુ એક બહુ મોટુ કારણ છે.
વિજળી બચાવો

વિજળી બચાવો

  • 7. ઘરોમાં કારણ વિના પંખા કે લાઈટો ન કરો. વિજળીના કારણવિનાના ઉપયોગને રોકવાની કોશિશ કરો.
  • 8. ઘરમાં નેપકિન અને ટિશ્યુ પેપરનો વધુ ઉપયોગ ન કરો. તેના બદલે તમે કપડાના રૂમાલનો ઉપયોગ કરી શકો છો. કોશિશ કરો કે પ્લાસ્ટિકની બોટલો કે કંટેનરોમાં વેચાતા સામાનને ન ખરીદો.
  • 9. કોશિશ કરો કે લેધર(ચામડી)ના સામાનનો ઉપયોગ ન કરો.
  • 10. પોતાના ઘરોની આસપાસ જવા માટે તમે સાઈકલનો ઉપયોગ કરી શકો છે. તે પર્યાવરણ અને તમારી હેલ્થ માટે સારુ છે. વધુને વધુ પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાય છે. જો ઘરના બે સભ્ય એક જ રસ્તા પર જઈ રહ્યા હોય તો કોશિશ કરો કે અલગ અલગ ગાડીઓના બદલે એક જ ગાડીમાં જાવ.

English summary
World Environment Day: Save environment by these 10 easy ways
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X