For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે કલ્પના પણ નહી કરી હોય, એવું દુનિયાનું પહેલું સ્ટોર ખોલીને બેઠું કોરિયા!

|
Google Oneindia Gujarati News

smart market
કોરિયા, 5 જૂન : સાઉથ કોરિયનની એક જાણિતી રિટેઇલર કંપનીએ સ્માર્ટફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને દુનિયાનું સૌથી પહેલું વર્ચ્યુઅલ સ્ટોર ખુલ્લુ મૂક્યું છે. સેઓલ સબવે સ્ટેશનમાં આવેલ આ સ્ટોરમાં ઘણીબધી પ્રોડક્ટના બેનર તેના બારકોડ્સ સાથે એક પ્રદર્શનિનીની જેમ મૂકવામાં આવેલા છે.

હોમપ્લસ નામની આ રિટેઇલર કંપની દેશની બીજી મોટી ડિસ્કાઉન્ટ ચેઇન તરીકે અસ્તિત્વ ધરાવે છે, જે 500 જેટલી પ્રોડક્ટ્સ ઓફર કરે છે જેમાં ફૂડ, ઇલેક્ટ્રોનીક્સ, ઓફીસ સપ્લાઇ અને શૌચમુખમાર્જન જેવી પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. જેના દક્ષિણ કોરિયાના શહેરોમાં 10 મિલિયન કરતા પણ વધારે સ્ટોર આવેલા છે.

સાત પિલ્લર્સ અને છ પ્લેટફોર્મ સ્ક્રિન દરવાજાઓ તેમજ છાજલીઓ મિલ્ક, એપલ, ચોખાની બોરી, કે સ્કૂલ બેગ વગેરે પ્રો઼ડક્ટની માત્ર તસવીરો લગાવવામાં આવેલી છે. આ દરેક પ્રોડક્ટની તસવીરોની નીચે એક બારકોડ઼ ચિત્ર પણ આપવામાં આવેલું છે. ગ્રાહકો જે પ્રોડક્ટ ખરીદવી હોય તેના બારકોડ સ્ટીકરની પોતાના સ્માર્ટફોન થકી તસવીર લઇ લેતા.

હોમપ્લસની એક મહિલા કર્મચારીએ જણાવ્યું કે 'તમે પાડેલી બારકોડની તસવીર પરથી તમે તમારી પ્રોડક્ટ માટે ઓફિસમાં પણ બેઠા બેઠા ઓર્ડર કરી શકશો અને સાંજે જ્યારે તમે તમારા ઘરે પહોંચશો તો તમને તમારી વસ્તુ હાજર મળશે.'

જોકે આના માટે ગ્રાહકે આ વર્ચ્યુઅલ સ્ટોરની આસપાસ પણ રહેવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે જો તમે કોઇ પાણીની બોટલ પણ રિપ્લેસ કરવા ઇચ્છો છો ભલે એ તમારા હાથમાં હોય. તેના માટે તમારે સબવે સ્ટેશનના સ્ટોર પર જવાની જરૂર નથી. તમે માત્ર બોટલ પર આપેલ બારકોડને સ્કેન કરી હોમપ્લસ એપ. આવી રીતે આ પ્રોડક્ટ્સ તમારા ઘરે કે ઓફિસમાં મોટી પહોંચશે.

આ સેવાનો લાભ માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ જ લઇ શકશે જે ગયા અઠવાડિયે જ લોંચ થયો છે. એવું નથી કે હોમપ્લસે કોઇ એપ આઇફોન નથી બનાવ્યો, બનાવ્યો છે પરંતુ તે સ્ટીવ જોબ્સ એન્ડ કુ. દ્વારા પાસ થવાની રાહ જોઇ રહી છે.

<center><center><center><center><iframe width="600" height="450" src="http://www.youtube.com/embed/oPM4Ui6Sjfk" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center>

English summary
A major South Korean retailer has opened what it appears to be the world's first virtual store geared to smartphone users, with shoppers scanning barcodes of products displayed in a Seoul subway station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X