For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના વિશાળ ડેમ કે જેમાં છૂપાયું છે અધધધ પાણી

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી ગઇ છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. જેના કારણે હજારોના સંખ્યામાં લોકો પૂરગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. ત્યારે આ વખતે અમે વિશ્વના કેટલાક એવા ડેમ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેની ગણના વિશ્વના સૌથી મોટા ડેમ તરીકે કરવામાં આવે છે.

આ ડેમની વાત કરવામાં આવે તો આ યાદીમા ટોચના ક્રમે ચીનનો થ્રી ગોર્ગેસ ડેમ આવે છે. જે 39,300,000 ક્યુબિક મીટરમાં છે. જો વિશ્વનો સૌથી મોટો ડેમ છે. આ જ રીતે યાદીમાં ભારતનો દાંતીવાડા ડેમ પણ છે. આવા અનેક ડેમોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા દેશના કયા ડેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

થ્રી ગોર્ગેસ (Three Gorges)

થ્રી ગોર્ગેસ (Three Gorges)

આ ડેમ ચીનમાં આવેલો છે. જે 39,300,000 ક્યુબિક મીટર અને 51,402,459 ક્યુબિક યાર્ડ્સમાં છે.

સાંય્ક્રુડ તીલીંગ્સ(Syncrude Tailings)

સાંય્ક્રુડ તીલીંગ્સ(Syncrude Tailings)

આ ડેમ કેનેડામાં આવેલો છે, જે 540,000 ક્યુબિક મીટર અને 706,320 ક્યુબિક યાર્ડ્સમાં છે.

કેપ્ટોન(Chapetón)

કેપ્ટોન(Chapetón)

આ ડેમ અર્જેન્ટિનામાં આવેલો છે. જે 296,200 ક્યુબિક મીટર અને 387,410 ક્યુબિક યાર્ડ્સમાં છે.

પાટી(Pati)

પાટી(Pati)

આ ડેમ અર્જેન્ટિનામાં આવેલો છે. જે 238,180 ક્યુબિક મીટર અને 274,026 ક્યુબિક યાર્ડ્સમાં છે.

ન્યુ કોર્નેલિયા તીલીંગ્સ(New Cornelia Tailings)

ન્યુ કોર્નેલિયા તીલીંગ્સ(New Cornelia Tailings)

આ ડેમ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલો છે. જે 209,500 ક્યુબિક મીટર અને 274,026 ક્યુબિક યાર્ડ્સમાં છે. તેનું બાંધકામ 1973માં પૂર્ણ થયું હતું.

તારબેલા(Tarbela )

તારબેલા(Tarbela )

આ ડેમ પાકિસ્તાનમાં બનાવવામાં આવેલો છે. જે 121,720 ક્યુબિક મીટર અને 159,210 ક્યુબિક યાર્ડ્સમાં છે. તેનું બાંધકામ 1976માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

કામ્બારાતિન્સ્ક(Kambaratinsk)

કામ્બારાતિન્સ્ક(Kambaratinsk)

કર્ઝીસ્તાનમાં આ ડેમ આવેલો છે. જે 112,200 ક્યુબિક મીટર અને 146,758 ક્યુબિક યાર્ડ્સમાં છે.

ફોર્ટ પેક(Fort Peck)

ફોર્ટ પેક(Fort Peck)

મોન્ટાનામાં આ ડેમ આવેલો છે. જે 96,049 ક્યુબિક મીટર અને 125,628 ક્યુબિક યાર્ડ્સમાં છે. તેનું બાંધકામ 1940માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

લોઅર ઉસુમાં(Lower Usuma)

લોઅર ઉસુમાં(Lower Usuma)

આ ડેમ નાઇઝીરિયામાં આવેલો છે. જેનું બાંધકામ 1990માં થયું હતું, જે 93,000 ક્યુબિક મીટર અને 121,644 ક્યુબિક યાર્ડ્સામાં છે.

સિપસંગ(Cipasang)

સિપસંગ(Cipasang)

આ ડેમ ઇન્ડોનેશિયામાં આવેલો છે. જે 90,000 ક્યુબિક મીટર અને 117,720 ક્યુબિક યાર્ડ્સમાં છે.

આતાતુર્ક(Atatürk)

આતાતુર્ક(Atatürk)

આ ડેમ તુર્કીમાં આવેલો છે, જે 84,500 ક્યુબિક મીટર અને 110,522 ક્યુબિક યાર્ડ્સમાં છે. જેનું બાંધકામ 1990માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

યાક્રેતા પાઇપ(Yacyretá-Apipe )

યાક્રેતા પાઇપ(Yacyretá-Apipe )

આ ડેમ પારાગુએય-અર્જેન્ટિનામાં આવેલો છે. જેનું બાંધકામ 1998માં પૂર્ણ કરવામાં આવ્યું હતુ અને જે 81,000 ક્યુબિક મીટર અને 105,944 ક્યુબિક યાર્ડ્સામાં છે.

ગુરી [Guri (Raúl Leoni) ]

ગુરી [Guri (Raúl Leoni) ]

આ ડેમ વેનેઝુએલામાં આવેલો છે, જે 78,000 ક્યુબિક મીટર અને 102,014 ક્યુબિક યાર્ડ્સમાં છે. જેનું બાંધકામ 1986માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રોગુન (Rogun)

રોગુન (Rogun)

તજીકિસ્તાનમાં આ ડેમ બનાવવામાં આવ્યો છે, જેનું બાંધકામ 1985માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ 75,500 ક્યુબિક મીટર અને 98,750 ક્યુબિક યાર્ડ્સમાં છે.

ઓહે(Oahe)

ઓહે(Oahe)

આ ડેમ સાઉથ ડાકોટામાં આવેલો છે, જેનું બાંધકામ 1963માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ 70,339 ક્યુબિક મીટર અને 92,000 ક્યુબિક યાર્ડ્સમાં છે.

માંગલા (Mangla)

માંગલા (Mangla)

આ ડેમ પાકિસ્તાનમાં આવેલો છે. જેનું બાંધકામ 1967માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ 65,651 ક્યુબિક મીટર અને 85,872 ક્યુબિક યાર્ડ્સમાં છે.

ગાર્ડીનેર(Gardiner)

ગાર્ડીનેર(Gardiner)

આ ડેમ કેનેડામાં આવેલો છે. જેનું બાંધકામ 1968માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ 65,440 ક્યુબિક મીટર અને 85,592 ક્યુબિક યાર્ડ્સમાં છે.

આફ્લુઇત્ઝિક(Afsluitdijk)

આફ્લુઇત્ઝિક(Afsluitdijk)

આ ડેમ નેધરલેન્ડ્સમાં આવેલો છે. જેનું બાંધકામ 1932માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે 63,400 ક્યુબિક મીટર અને 82,927 ક્યુબિક યાર્ડ્સમાં છે.

ઓરોવિલે(Oroville)

ઓરોવિલે(Oroville)

આ ડેમ કેલિફોર્નિયામાં આવેલો છે. જે 59,639 ક્યુબિક મીટર અને 78,008 ક્યુબિક યાર્ડ્સમાં છે. આ ડેમનું બાંધકામ 1968માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સાન લુઇસ(San Luis)

સાન લુઇસ(San Luis)

આ ડેમ કેલિફોર્નિયામાં આવેલો છે. જેનું બાંધકામ 1967માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમની ક્ષમતા 59,405 ક્યુબિક મીટર અને 77,700 ક્યુબિક યાર્ડ્સની છે.

English summary
Here is the list of world's largest water dam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X