For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Sleep Day 2021: શું તમને ઉંઘ આવવામાં મુશ્કેલી થાય છે તો ઉપયોગ કરો આ સ્લીપ ટ્રેકર એપ્સ

ચાલો, વર્લ્ડ સ્લીપ ડે 2021 પર તમને ચાર એવી સ્લીપ ટ્રેકર એપ્સ વિશે જણાવીએ જે તમને ઉંઘ લાવવામાં મદદ કરશે અને તમારી સ્લીપ ટ્રેકનો હિસાબ પણ રાખશે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ સ્લીપ ડે 2021: આજે 19 માર્ચે દુનિયાભરમાં વર્લ્ડ સ્લીપ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે આપણા દૈનિક દિનચર્યાના સૌથી મહત્વપૂર્ણ હિસ્સાને સેલિબ્રેટ કરવાનો છે. વર્લ્ડ સ્લીપ ડેનુ આયોજન વર્લ્ડ સ્લીપ સોસાયટીની સમિતિ દ્વારા કરવામાં આવે છે. વર્લ્ડ સ્લીપ જે મનાવવા પાછળનો ઉદ્દેશ સ્વસ્થ રહેવા માટે સારી ઉંઘના મહત્વનો સમજવાનો છે. આ દિવસે લોકો યોગ્ય અને પૂરતી ઉંઘ લેવા માટે જાગૃત કરવામાં આવે છે. આ દિવસે ઉંઘ સંબંધિત મુદ્દાઓ અને ઉંઘ ન આવવાનની સમસ્યા અને ગરબડની રોકથામ અને યોગ્ય સ્લીપ સાઈકલ માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આમ તો સ્લીપ ડે મનાવવા માટે કોઈ તારીખ નથી પરંતુ તે દર વર્ષે માર્ચના મહિનામાં જ મનાવવામાં આવે છે. આ વર્ષે 19 માર્ચે વિશ્વભરમાં વિશ્વ ઉંઘ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.

યોગ્ય માત્રામાં ઉંઘ જરૂરી

યોગ્ય માત્રામાં ઉંઘ જરૂરી

વ્યક્તિએ સ્વસ્થ લાઈફ સ્ટાઈલ માટે બહુ જરૂરી છે કે તે 24 કલાકમાંથી 6-8 કલાકની સારી ઉંઘ લે. 6-8 કલાકની સારી ઉંઘ શરીર અને તેની કાર્યક્ષમતા માટે બહુ જરૂરી છે. પરંતુ આ ભાગદોડવાળી જિંદગીમાં સારી ઉંઘનુ મહત્વ આપણે ગુમાવી રહ્યા છે. આના કારણે આપણને ઘણી બિમારીઓ પણ થઈ રહી છે. એક્સપર્ટની માનીએ તો યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઉંઘ વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. તો ચાલો, વર્લ્ડ સ્લીપ ડે 2021 પર તમને ચાર એવી સ્લીપ ટ્રેકર એપ્સ વિશે જણાવીએ જે તમને ઉંઘ લાવવામાં મદદ કરશે અને તમારી સ્લીપ ટ્રેકનો હિસાબ પણ રાખશે.

1. કામ એપ (Calm app)

1. કામ એપ (Calm app)

કામ એક મેડિટેશન એપ છે જેનો તમે બેડ પર જતા પહેલા ઉપયોગ કરી શકો છો. કામ એપ મેડિટેશન માટે સૌથી વધુ ઉપયોગ કરાતી એપમાંની એક છે. કામમાં મેડિટેશન સાથે જોડાયેલ ઘણી એક્સરસાઈઝ પણ છે. આ એપ તમને સૂવા માટે અમુક બૉડી મૂવમેન્ટ વિશે જણાવે છે જેનાથી તમને જલ્દી ઉંઘ આવશે. આ એક ફ્રી એપ છે. તેમાં મેડિટેશન કરવાની સમય સીમા 3થી 25 મિનિટ સુધી હોય છે. આ એપમાં સૉફ્ટ અને રિલેક્સિંગ મ્યૂઝિક, સ્લીપ સ્ટોરી પણ છે. આ એપ ચિંતા અને તણાવને ઘટાડીને ઉંઘને પ્રોત્સાહન આપે છે.

2. નૉઈઝલી એપ(Noisli)

2. નૉઈઝલી એપ(Noisli)

નૉઈઝલી એપ પણ દિમાગને રિલેક્સ કરીને તમને શાંત કરવાનુ કામ કરે છે. આ એપની સૌથી ખાસ વાત એ છે કે તે પોતાનો સૉફ્ટ સાઉન્ડ તમારા બેકગ્રાઉન્ડ અવાજ મુજબ એડજસ્ટ કરી લે છે. જ્યારે તમે સૂવાની કોશિશ કરી રહ્યા હોવ અને તમને ઉંઘ ન આવે તો આ એપ તમારા માટે રાતમાં એકદમ યોગ્ય સ્લૂપ-ઈંડિંગિંગ સ્ટેજ સેટ કરે છે. આ એપની મદદથી તમે તમારુ ફેવરેટ બેકગ્રાઉન્ડ સાઉન્ડ સાંભળી શકો છો. એપની ફ્રી સર્વિસમાં તમને 16 સાઉન્ડ અને એક દિવસમાં 15 કલાક સ્ટ્રીમિંગ કરવાની સર્વિસ મળશે. જો તમે એપ માટે પેમેન્ટ કરો તો તમને 28 સાઉન્ડ અને અનલિમિટેડ સ્ટ્રીમિંગ સર્વિસ આપવામાં આવશે.

3. સ્લીપ સાઈકલ(Sleep Cycle)

3. સ્લીપ સાઈકલ(Sleep Cycle)

સ્લીપ સાઈકલ એપ પણ તમને સારી ઉંઘ લેવામાં હેલ્પ કરે છે. સ્લીપ સાઈકલ એક એવી એપ છે જે તમારા સૂવાના સમય અને પેટર્ન પર નજર રાખવામાં તમારી મદદ કરે છે. આ એપ તમને સાઉન્ડ સ્લીપ આપે છે અને સવારે જ્યારે તમારી ઉંઘ પૂરી થઈ જાય ત્યારે જ તમને ઉઠાડવાનુ અલાર્મ આપે છે. તમે ઈચ્છો તો તમારા માટે આમાં એક અલાર્મ પણ સેટ કરી શકો છો જેથી એપ તમને બહુ મોડેથી ન ઉઠાડે. આ એપમાં તમે એ પણ જાણી શકો છો કે હવામાન તમારી ઉંઘને કેવી રીતે પ્રભાવિત કરે છે. ઉંઘ સાથે જોડાયેલ ઘણા સવાલોના જવાબ આ એપમાં તમને મળી જશે. આ એપ તમારી સ્લીપિંગ પેટર્નને રેકોર્ડ કરીને તેના હિસાબે કામ કરે છે.

4. સ્લીપ સાઉન્ડ(Sleep Sounds)

4. સ્લીપ સાઉન્ડ(Sleep Sounds)

જેવુ આ એપનુ નામ છે એવુ જ તેનુ કામ પણ છે. કોઈ અડચણવિના તમને સારી ઉંઘ આવે તેના માટે આ એપમાં હાઈ ક્વૉલિટીવાળા રિલેક્સીંગ સાઉન્ડ હોય છે. આમાં તમને સાઉન્ડના ઘણા બધા ઑપ્શન આપવામાં આવે છે જેને તમે તમારી રીતે પસંદ કરી શકો છે. તમે તમારી ટાઈમરનો સમય પણ પસંદ કરી શકો છો જેથી તમારા દ્વારા ડ્રાફ્ટ કરવામાં સમય બાદ એપ પોતાની જાતે જ બંધ થઈ જાય.

ભગવાન ગણેશ નહોતા કરવા માંગતા લગ્ન, પછી કેવી રીતે થયા લગ્ન?ભગવાન ગણેશ નહોતા કરવા માંગતા લગ્ન, પછી કેવી રીતે થયા લગ્ન?

English summary
World Sleep Day 2021: Try these sleep tracker apps for sound sleep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X