For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રયોગશાળામાં બનેલા આ બર્ગરની કિંમત છે 2 કરોડ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 30 જુલાઇ: ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં બેસીને તમે બર્ગર તો ઘણીવાર ખાધા હશે પરંતુ તેની કિંમત કરોડોમાં બિલકુલ નહી હોય. લંડનમાં આગામી અઠવાડિયે એક એવું બર્ગ રજૂ કરવામાં આવશે જે 2 કરોડ 27 લાખ રૂપિયામાં વેચાવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ બર્ગરમાં ઉપયોગમાં લેનાર માંસ પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યું છે.

ડેલી મેલના અહેવાલ અનુસાર આ બર્ગરને ગાયના સ્ટેમ કોષને પ્રયોગશાળામાં વિકસિત કરી બનાવવામાં આવ્યું છે. નેધરલેંડમાં માસટ્રિચ્ટ યૂનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનાથી માંસ ઉદ્યોગમાં ઉત્પન્ન થનારી સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાશે. તેમનું કહેવું છે કે જો માંસ ઉદ્યોગ માટે કંઇ કરવામાં ન આવ્યું તો ભવિષ્યમાં માંસ ખાવું મોઘું સાબિત થઇ શકે છે.

burger

આ પ્રકિયા હેઠળ સૌથી પહેલાં ગાયની ચામડીમાંથી એક કોષ કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને પોષક દ્વવ્યમાં નાખવામાં આવે છે અને તેને ત્યાં સુધી રાખવામાં આવે છે કે જ્યાં સુધી તે વિઘટિત ન થઇ જાય. જો કે એક લાંબી અને મોંઘી પ્રક્રિયા છે પરંતુ વિકલ્પ તરીકે તે ઘણી કારગર છે. એક સ્ટેમ કોષને દુકાન સુધી પહોંચાડવામાં લગભગ 6 દિવસનો સમય લાગે છે.

English summary
The world’s first test-tube burger will be served in London next week. It is made from meat grown in a laboratory, rather than cattle raised in pastures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X