For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં રાહુલ નહી આ યુવા ચહેરાઓની રહેશે બોલબાલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દિધું છે કે હવે દેશ પારંપારિક રાજકારણથી કંટાળી ગયો છે. લોકો યુવા અને યુવા શક્તિને સ્વીકારવા માટે તૈયાર થઇ ગયા છે. દિલ્હી ચૂંટણીમાં જે પ્રકારે લોકોએ આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું એનાથી દેશનો મૂડ સૌની સામે આવી ગયો. લોકોએ યુવાનોને પસંદ કર્યા અને તેમને પોતાના નેતા પસંદ કર્યા.

દેશના રાજકારણમાં યુવાનોનો પગપેસારો વધી રહ્યો છે. કેટલાક યુવા નેતાઓએ મહેનતથી રાજકારણની દુનિયામાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, જ્યોતિરાજ સિંધિય જેવા કેટલાક યુવા નેતાઓ રાજકારણના સ્તંભ બની ગયા છે. અને આ સ્તંભ 2014ની લોકસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવવા જઇ રહ્યાં છે. સાચી કહીએ તો 2014માં તેમની જ બોલબાલા રહેશે.

આ તે છે જેમનું મનોબળ તેમને પડકાર માટે તૈયાર કરે છે. ભારત દુનિયાનો બીજો એવો દેશ છે જ્યાં અડધાથી વધુ વસ્તી યુવાનોની છે. એવામાં રાજકારણમાં યુવાનોની વધતી જતી ભાગીદારી પરિવર્તનનો પર્યાય બનતી જાય છે. યુવાનોમાં કામ કરવાની ક્ષમતા, સમજવાની-વિચારવાની તાકાત અને ટેક્નોલોજીનું જ્ઞાન વયોવૃદ્ધ નેતાઓની તુલનામાં ઘણું વધારે છે. એવામાં દેશ યુવાનો પર પોતાનો વિશ્વાસ બતાવી રહ્યો છે. જે ગતિએ દેશમાં યુવાનો વધી રહ્યાં છે તે ગતિથી દેશમાં યુવા નેતૃત્વ. તમને દેશના એવા કેટલાક યુવા ચહેરાઓ સાથે રૂબરૂ કરાવીએ જેમના પર હવે રાજકારણની સાખ ટકેલી છે. તો મોડું કેમ કરો એક-પછી સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જુઓ કોણ છે દેશના યુવા ચહેરા.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના રાજકારણમાં ચમકેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ ચૂંટણી લડી અને બધાને બતાવી દિધું કે રાજકારણ વારસામાં મળનારી વસ્તું નથી પરંતુ ઇમાનદારીથી નોંધાવનાર જ્ઞાન છે. રાજકારણમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને હથિયાર બનાવીને અરવિંદ કેજરીવાલે બધાને આશ્વર્યચકિત કરી દિધા. 2014માં આમ આદમી પાર્ટીને વધુમાં વધુ સીટો અપાવવી તેમની જવાબદારી રહેશે.

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ

39 વર્ષીય અખિલેશ યાદવ 2013માં ચમકનાર નેતાઓની યાદીમાં સૌથી ઉપર છે. પોતાની યુવા શક્તિ અને આધુનિક રાજકારણની સમજશક્તિના દમ પર તેમને યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનાવી દિધી. યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાની જીત બાદ અખિલેશે યુપીની કમાન સંભાળી. 2014માં તેમની સામે પડકાર છે પોતાને એક પરિપક્વ નેતા તરીકે સાબિત કરવા અને સપાનો ચહેરો બનાવાની.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

40 વર્ષની પ્રિયંકા ગાંધીનો સંબંધ ગાંધી પરિવાર સાથે હોવાછતાં પણ સીધી રીતે તે રાજકારણમાં સામેલ થઇ નહી. પ્રિયંકા ફક્ત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતી રહી છે. તે પોતાની માતા સોનિયા ગાંધી અને ભાઇ રાહુલ ગાંધી માટે લોકો પાસે વોટ માંગે છે અને પાર્ટીનો પ્રચાર કરે છે. સંકટથી ઘેરાયેલી કોંગ્રેસ માટે પોતાના જ સંસદીય વિસ્તારમાંથી વોટ મેળવવા માટે તેમના માટે પડકાર છે.

ઉમર અબ્દુલા

ઉમર અબ્દુલા

ઉમર અબ્દુલા જમ્મૂ અને કશ્મીરના અત્યાર સુધીના યુવા અને પ્રદેશના 11મા મુખ્યમંત્રી છે. ઉમર અબ્દુલાએ કોંગ્રેસ સાથે મળીને 5 જાન્યુઆરી 2009ના રોજ ગઠબંધન સરકાર બનાવી હતી. પરંતુ મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલા હજુ સુધી એવી ઉપલબ્ધિ પ્રાપ્ત નથી શક્યા જે તેમને લાયક મુખ્યમંત્રીઓની કતારમાં ઉભા રાખી શકે. 2014માં તેમની સમક્ષ પોતાના સાબિત કરવાનો મોટો પડકાર છે.

વરૂણ ગાંધી

વરૂણ ગાંધી

32 વર્ષના વરૂણ ગાંધી ઉત્તર પ્રદેશના પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી ભાજપના યુવા ચહેરા છે. પરંતુ વરૂણ ગાંધી હજુ સુધી પોતાના ઉગ્ર વલણના કારણે વિવાદમાં રહ્યાં છે. તેમનું ઉગ્ર વલણ પાર્ટી અને તેમના બંને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સ્પષ્ટ છે કે આગામી સમયમાં તેમને પરિપક્વ નેતા તરીકે સાબિત કરવા પડશે. યુપીમાં તેમની બોલબાલા જરૂર રહેશે.

જયંત સિંહ ચૌધરી

જયંત સિંહ ચૌધરી

ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને અજીત સિંહના પુત્ર જયંત સિંહને યુવા નેતાઓની યાદીમાં તેમને પહેલી પંક્તિમાં મુકવામાં આવી શકે. ટપ્પલમાં થયેલા ખેડૂત આંદોલન બાદ તેમની ઓળખ એક સંઘર્ષશીલ નેતાના રૂપમાં થાય છે. યુપીમાં કોંગ્રેસ-આરએલડી ગઠબંધનના શિલ્પકારોમાં તેમનું નામ સૌથી પહેલાં આવે છે. રાહુલ ગાંધી સાથે તેમની મિત્રતા જ આ ગઠબંધના બીજ પડ્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા

મધ્ય પ્રદેશના ગુનાથી કોંગ્રેસ સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય માધવરાવ સિંધિયાના પુત્ર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલની યુવા બ્રિગેડના મુખ્ય સભ્ય છે અને વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2014માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની માવજતની જવાબદારી તેમની પાસે છે.

નવીન જિંદલ

નવીન જિંદલ

42 વર્ષીય નવીન જિંદલ કોંગ્રેસના સાંસદ હોવાથી સાથે-સાથે નવીન જિંદલ સ્ટીલના માલિક છે. એક સાથે બે-બે જવાબદારીઓ સંભાળનાર નવીન જિંદલે બંને જગ્યાએ સફળતા પ્રાપ્ત કરી છે. તે જેટલા સારા બિઝનેસમેન છે એટલા જ સારા રાજકારણી. તાજેતરમાં જ જી-જિંદલ વિવાદમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું.

સચિન પાયલોટ

સચિન પાયલોટ

35 વર્ષના સચિન પાયલોટ દિવંગત નેતા રાજેશ પાયલોટના પુત્ર છે. પોતાના પિતાના મોત બાદ તેમને રાજકારણમાં પગ મૂક્યો અને પોતાની આધુનિક રાજકીય વિચારસણીના કારણે કોંગ્રેસમાં રાજ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચ્યા છે. ભવિષ્યમાં તેમને રાજકારણીઓની યાદીમાં ટોપ પર જોવામાં આવે છે.

આસ્થા સંગમા

આસ્થા સંગમા

32 વર્ષીય આસ્થા સંગમા રાજકારણનો સૌથી યુવા ચહેરાઓમાંનો એક છે. 29 વર્ષની ઉંમરે આસ્થાએ યૂનિયન કાઉન્સિલને જોઇન્ટ કર્યું અને 15મી લોકસભામાં સૌથી યુવા નેતા બની ગઇ. આસ્થા સંગમા પૂર્વ લોકસભા અધ્યક્ષ પીએ સંગમાની પુત્રી છે.

સુપ્રિયા સૂલે

સુપ્રિયા સૂલે

43 વર્ષીય સુપ્રિયા સૂલે એનસીપીના સાંસદ છે. કૃષિ મંત્રી શરદ પવારની પુત્રી સુપ્રિયા રાજકારણનો યુવા ચહેરો છે. સ્થાનિક રાજકારણને છોડો હવે તે રાષ્ટ્રીય રાજનિતીમાં ઝડપથી સક્રિય થઇ રહી છે. જો કે તેમની સાથે કેટલાક વિવાદ જોડાયેલા છે.

મિલિંદ દેવડા

મિલિંદ દેવડા

36 વર્ષીય મિલિંદ દેવડા મહારાષ્ટ્રથી સાંસદ છે. પોતાની રાજકીય આવડતના લીધી તે ઝડપથી ચમક્યા. યુપીએ સરકારમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા. તેમના પિતા મુરલી દેવડાએ તેમને રાજકારણના દાવપેચ શીખવાડ્યા છે.

અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુર

38 વર્ષના અનુરાગ ઠાકુરે ભાજપની યુવા વિંગની કમાન સંભાળી રાખી છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના પુત્ર અનુરાગ ક્રિકેટના શોખીન છે. પોતાના આ શોખના કારણે તે બીસીસીઆઇના જોઇન્ટ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યાં છે.

દીપેંદર હુડ્ડા

દીપેંદર હુડ્ડા

હરિયાણાના રોહતકથી સાંસદ દીપેંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાના પુત્ર છે. ટીમ રાહુલના સભ્ય દીપેંદર દરેક મોરચે રાહુલ સાથે જોવા મળ્યા છે. પરંતુ તેમને પોતાના પિતાના લીધે ઓળખવામાં આવે છે, જેમને પોતાના દમ પર પોતાની ઓળખ બનાવવી છે.

કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસ નેતા નથી, પરંતુ આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. હવે આ જ ભૂમિકા તેમને લોકસભાની ચૂંટણી માટે કરવાની છે.

English summary
India is the world's second most populous country with a huge majority of young people but it is being governed by mostly over aged politicians. Now the young Politician of india come into focus. Here is the list of young politicians of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X