For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : લખવીને છોડવા પાકે કેવા કેવા કાવાદાવા કર્યા

|
Google Oneindia Gujarati News

મુંબઇમાં જ્યારે 26/11નો આંતકવાદી હુમલો થયો ત્યાર બાદ ભારતથી એક ટીમ પાકિસ્તાન ગઇ હતી. જેણે લખવી વિરુદ્ધ કેટલાક મહત્વપૂર્ણ પુરાવા પાક સરકારને આપ્યા હતા. આ પુરાવામાં કેટલાય કલાક લાંબી એક ઓડિયો ટેપ હતી જેમાં લખવી પાકિસ્તાનમાં બેસીને ભારત આવેલા આતંકવાદીઓને દિશાનિર્દેશ કરી રહ્યો હતો.

તે વાતને આટલા વર્ષો વીતી ગયા, પણ પાકિસ્તાન આ ટેપને લઇને ચુપ્પી સાંધીને બેઠું છે. એટલું નહીં પાકિસ્તાન સરકારનું કહેવું છે આ અવાજ લખવીનો ના પણ હોય.

હવે આ અવાજ કોનો છે તે જાણવા લખવીના અવાજનો સેમ્પલ લેવો જરૂરી છે. પણ આટલા વર્ષો વીતી ગયા તેમ છતાં પાકિસ્તાન સરકાર લખવીના અવાજના સેમ્પલ આપવા માટે લખવીને રાજી નથી કરી શકી.

lakhvi

એટલું જ નહીં આટલા વર્ષોમાં પાક સરકારે એક જ વાર લખવી પૂછ્યું છે કે તું તારા અવાજના સેમ્પલ આપશે અને આ બાબતે લખવી ના પાડતા આજ દીન સુધી પાક સરકાર બીજી વાર લખવીને અવાજના સેમ્પલ આપવા માટે પણ પૂછી નથી શકી.

જેટલી વાર કોર્ટમાં ટેપની વાત નીકળતી જજ પોતે આ વાતે આંખ આડા કાન કરી દેતો. વધુમાં પાકમાં આ મામલે તપાસ કરનારા અધિકારીઓ આટલા વર્ષોમાં કોઇ પુરાવો નથી આપી શક્યા કે આ અવાજ લખવીનો જ છે.

અમેરિકા પાસે છે પુરાવા
જ્યારે 26/11 માટે ડેવિડ હેડલીને અમેરિકાના ફેડરલ બ્યૂરોએ સવાલ જવાબ કર્યા હતો ત્યારે તેમને લખવી અને તેનો આ હુમલામાં કેટલો હાથ છે તે અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. હેડલીએ સાજીદ મીર જે આ હુમલાનો અન્ય એક ભાગીદાર છે તેના અને લખવીના સંબંધો અંગે ધણા ખુલાસા કર્યા. જે અંગે યુએસએ પાકિસ્તાનને કહ્યું પણ હતું, તેમ છતાં પાકિસ્તાને આ તમામ આરોપો પર નનૈયો ભર્યો.

કયાની આપ્યો લખવીને વિશેષાધિકાર
લખવી પર પાક સરકારના ચાર હાથ છે તે વાત તો જગ જાહેર છે. જ્યારે અશફાક કયાની પાકના આર્મી ચીફ હતા તેમણે લખવીને સેલ ફોન રાખવાનો વિશેષ અધિકાર આપ્યો હતો. જો કે હેલરી કિલ્ટંન જ્યારે પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમણે લખવીને આપવામાં આવતી આટલી છૂટ પર પાક સરકારથી સવાલ કર્યો હતો. પણ તેમ છતાં લખવીનો આ વિશેષઅધિકાર ચાલુ જ રહ્યો.

ભારતને લખવીના છૂટવાથી કેટલું નુક્શાન થશે?
લખવી જ્યારે જેલમાં હતો ત્યારે પણ તે ફોન અને ચેટથી લશ્કરની કમાન સંભાળતો હતો. અને હવે જ્યારે તે પ્રત્યક્ષ રીતે બહાર હશે ત્યારે લશ્કરના આંતકવાદી મનસુબા વધુ પ્રબળ અને મજબૂત થઇ જશે તે વાતમાં કોઇ શંકા નથી. વધુમાં ભારત માટે ચિંતાની વાત એટલા માટે વધારે છે કે લખવી એક આઇડોયોલોજી હેડ હોવાની સાથે એક એક્સપર્ટ લડવૈયો પણ છે. તેની પાસે હુમલા કરવાનો, છૂપાઇને લડાઇ કરવાનો સારો એવો અનુભવ છે. જે ભારત માટે ચિંતાજનક બાબત છે.

English summary
Zaki Ur Rehman Lakhvi release it is a lost cause for india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X