• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 એવા ગેજેટ જે કામ કરશે આપના અવાજથી

|

[ગેજેટ] મોર્ડન ટેકનોલોજીએ આપણને એટલા એડવાન્સ બનાવી દિધા છે કે કોઇપણ વસ્તુને આપણે હાથ લગાવ્યા વગર જ ઓપરેટ કરી શકીએ છીએ. પછી એ ટેક્સી બુક કરાવવાની વાત હોય, કે પછી ટિકિટ બુક કરાવવાની વાત હોય, કે પછી કોઇને પૈસા ટાન્સફર કરવાની વાત હોય. આમાં એક મોટી ભૂમિકા વૉઇસ અસિસ્ટેંટ ફીચરની પણ છે જેને ઘીરે ઘીરે ઇંડિયન યુઝર અપનાવી રહ્યા છે.

મિત્રો આપણી આસપાસ હવે ટેકનોલોજી એટલી વધી ગઇ છે કે જો આપણા જીવનમાંથી સામાન્યમાંથી સામાન્ય ગેજેટની બાદબાકી કરવામાં આવે તો આપણું જીવન નિરસ-નિરાધાર લાગવા લાગે છે. પરંતુ દુનિયામાં એવા પણ હાઇટેક ગેજેટ છે જેને અડ્યા વગર જ માત્ર વોઇસથી ઓપરેટ કે કંટ્રોલ કરી શકાય છે. આ લેખમાં અમે આપને આવા ગેજેટની માહિતી આપવા જઇ રહ્યા છીએ.

આવો એક નજર કરીએ આવા 10 વૉઇસ કંટ્રોલ ગૈજેટ્સ પર જેને આપ બોલીને કંટ્રોલ કરી શકો છો...

સ્કલી સ્માર્ટ હેલમેટ

સ્માર્ટફોન, સ્માર્ટવૉચ અને સ્માર્ટ ટીવીની સાથે હવે સ્માર્ટ હેલમેટ પણ આવી ગયું છે. સ્કલી સ્માર્ટ હેલમેટમાં જીપીએસ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને 180 ડિગ્રીનો ફુલ વ્યૂ કેમેરા આપવામાં આવ્યો છે. જેને આપ આપના અવાજથી કંટ્રોલ કરી શકો છો.

હોમી

હોમી એક ઝગમગતો એવો બોલ છે કે જે તમારા બધા જ બ્લૂટૂથ ડિવસાઇસિસથી ક્નેક્ટ થઇને તેને કંટ્રોલ કરી શકે છે એટલે કે એક પ્રકારે હોમીની મદદથી આપ પોતાના ગેજેટને મેનેજ કરી શકો છો. કિંમત- 21139 રૂપિયા

આઇવી

આઇવી

શું આપે આપના રૂમના એલાર્મને ચુપ રહેવા માટે કહ્યું છે. નહીં તો આ સ્માર્ટ એલાર્મ ક્લોકનેને ખરીદ્યા બાદ આપ એવું બોલી શકશો. કારણ કે તેમાં વોઇસ એસિસ્ટેંટ સપોર્ટ આપવામાં આવ્યું છે જે આપના અવાજને ઓળખીને તેના હિસાબે હવામાન, તાજા સમાચારોની જાણકારી આપે છે.

સોની સ્માર્ટવોચ 3

સોની સ્માર્ટવોચ 3માં વોઇસ કંટ્રોલ સપોર્ટ આપવામાં આવ્યું છે જેની મદદથી આપ હવામાન, હોટલ રિઝર્વેશન, ડાયરેક્શન જેવી ઇંફોર્મેશન ક્યારેય પણ મેળવી શકો છો.

સેમસંગ સ્માર્ટ ટીવી

સેમસંગ સ્માર્ટ ટીવી

હવે રિમોટ કંટ્રોલથી વારંવાર સર્ચ કરવાને બદલે વોઇસ સર્ચ સેમસંગ સ્માર્ટ ટીવીમાં કરી શકાય છે. સાથે જ ચેનલ, એપ્સ એક્સેસ અને ઇંટરનેટ પણ ટીવીમાં પ્રયોગ કરી શકાય છે. કિંમત- 47465 રૂપિયા

લિસ્ટનર

જેવું કામ તેવું નામ, આ તાળી વગાડવા પર, ગાવા પર અહીં સુધી દરવાજાના અવાજ પર પણ લિસ્ટનર રિસ્પોન્સ કરે છે. તે આપના બાળકની અવાજ પણ રેકગ્નાઇઝ કરે છે સાથે જ તેની સૂચના આપના ફોનમાં આપે છે.

અમેઝન ઇકો

અમેઝન ઇકો ખૂબ જ હદ સુધી સીરીથી મળી આવે છે. ઇકોને એક ખાસ પ્રકારના પાસવર્ડ દ્વારા કંટ્રોલ કરી શકાય છે, જેના બાદ આપ હવામાન, સ્ટોક ઉપરાંત ઘણા સમાચાર ફોનમાં વાંચી શકો છો.

હનીવેલ વાઇફાઇ સ્માર્ટ થર્મોસ્ટેટસ

પોતાના ઘરના તાપમાનને કંટ્રોલ કરવા માટે આપ હનીવેલનું વાઇફાઇ સ્માર્ટ થર્મોસ્ટેટ યૂઝ કરી શકો છો. તેમાં સૌથી ખાસ વાત છે રૂમનું તાપમાન વોયસની મદદથી કંટ્રોલ કરી શકો છો.

મોટો હિંટ

મોટો હિંટ એસેસરીઝની મદદથી આપ આપના મોટોરોલા ફોનને કંટ્રોલ કરી શકો છો, એટલે કે આપના ફોનને બેગમાં રાખીને ઇયરબડથી કંટ્રોલ કરી શકો છો.

English summary
As modern technologies become more intuitive, manufacturers create devices which can be activated and controlled by touch, specific gestures, and even your own voice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more