For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના ફીચર ફોનમાં ઇંસ્ટોલ કરો આ 13 શાનદાર એપ્લિકેશન

|
Google Oneindia Gujarati News

મિત્રો આજકાલ સ્માર્ટફોનનો જમાનો છે. દરેક વ્યક્તિઓની પાસે તમને સ્માર્ટફોન જોવા મળી જ જશે. પરંતુ જો આપની પાસે સ્માર્ટ ફોનના બદલે સામાન્ય ફીચર ફોન છે તો આપે મુંજાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપ આપના ફીચર ફોનમાં પણ સ્માર્ટફોનની જેમ ઘણી બધી એપ્લિકેશન ઇંસ્ટોલ કરી શકો છો. એવી ઘણી એપ્લિકેશન છે જેને આપ સિમ્બેઇયન અથવા તો બીજા ઓએસવાળા ફીચર ફોનમાં ઇંસ્ટોલ કરી શકો છો. આવો જાણીએ આવી 13 શાનદાર એપ્લિકેશન અંગે...

સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમામ લોકો ઉપયોગ કરે છે જેમાં સૌથી વધારે પોપ્યુલર ફેસબુક છે. ફેસબુક એપ્લિકેશનની ખાસિયત છે કે તેને કોઇપણ ફોનમાં ઇંસ્ટોલ કરી શકાય છે. પછી ભલેને તે સ્માર્ટફોન હોય કે ફીચર ફોન. ટ્વિટર સ્માર્ટફોનમાં ખૂબ જ પોપ્યૂલર છે, પ્લેન ટેક્સના કારણે તે વધારે હેવી નથી જેના કારણે તેને આપ આપના ફીચર ફોનમાં પણ ઇંસ્ટોલ કરી શકો છો.

ફેસબુક

ફેસબુક

સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમામ લોકો ઉપયોગ કરે છે જેમાં સૌથી વધારે પોપ્યુલર ફેસબુક છે. ફેસબુક એપ્લિકેશનની ખાસિયત છે કે તેને કોઇપણ ફોનમાં ઇંસ્ટોલ કરી શકાય છે. પછી ભલેને તે સ્માર્ટફોન હોય કે ફીચર ફોન.

ટ્વિટર

ટ્વિટર

ટ્વિટર સ્માર્ટફોનમાં ખૂબ જ પોપ્યૂલર છે, પ્લેન ટેક્સના કારણે તે વધારે હેવી નથી જેના કારણે તેને આપ આપના ફીચર ફોનમાં પણ ઇંસ્ટોલ કરી શકો છો.

નિંબજ

નિંબજ

નિંબજ એપમાં આપ ફ્રી કોલ, ટેક્સ મેસેજ, ચેટિંગ ઉપરાંત ઘણી અન્ય સર્વિસનો પ્રયોગ કરી શકો છો, આ એપ્લિકેશનની સૌથી ખાસ વાત એ છે કે યૂઝર ફેસબુક, એમએસએન, યાહૂ, ફેસબુક તમામ એકાઉંટને જોડીને એક સાથે ચેટ કરી શકે છે.

રોક ટોક

રોક ટોક

રોકટોક એપમાં યૂઝર ગૂગલ, એમએસ, યાહૂ ચેટ એકાઉંટને એડ કરી ચેટ કરી શકો છો. આ ઉપરાંત તમારી તસવીર અને વીડિયો પણ શેર કરી શકો છો.

ન્યૂઝ હંટ

ન્યૂઝ હંટ

જો આપ સવારે સવારે સમાચાર વાંચવાનો શોખ ધરાવતા હોવ તો તમારા ફીચર ફોનમાં ન્યૂઝ હંટ એપ્લિકેશન ઇંસ્ટોલ કરો, ન્યૂઝ હંટની મદદથી આપ સિમ્બેઇયન અથવા તો ફીચર ફોનમાં 50થી વધારે સમાચાર પત્રોને વાંચી શકો છો.

ઓપેરા મિની

ઓપેરા મિની

ઘણા ફીચર ફોનમાં ઓપેરા મિની ડિફોલ્ટ પણ આપને મળી જશે, ઓપેરા મોબાઇલ પ્લેટફોર્મ માટે સૌથી પોપ્યુલર બ્રાઉઝર છે.

મનડ્યુમ

મનડ્યુમ

ખાસ કરીને જાવા ફોન માટે ડિઝાઇન કરવામાં આવેલી આ એપ્લિકેશનની મદદથી આપ ઘણી અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટને એક્સેસ કરી શકો છો.

એનજી પે

એનજી પે

એનજી પે એપ આપને શોપિંગ કરવામાં ઘણી મદદ મળશે. એનજી એપ્લિકેશન નેટવર્કથી ઘણા સર્વિસ પ્રોવાઇડરો પણ જોડાયેલા છે, જેનાથી આપ જે પણ સામાન ખરીદશો તો તેનું પેમેન્ટ પોતાના ફોન દ્વારા જ કરી શકશો.

બોલ્ટ બ્રાઉઝર

બોલ્ટ બ્રાઉઝર

ઓપેરાની જેમ બોલ્ટ પણ પોપ્યુલર બ્રાઉઝર છે જેની મદદથી જાવા બેસ્ટ ફોનમાં યૂઝર નેટ સર્ફિંગ અને સોશિયલ નેટર્વિંગ સાઇટ એક્સેસ કરી શકો છો.

મોબિસ્તા

મોબિસ્તા

મોબિસ્તા આપને ભારતના ઘણા શહેરો સાથે જોડાયેલ સમાચાર અંગેની માહિતી આપતું રહેશે, જેમકે કયા શહેરમાં કઇ ઇવેન્ટ થઇ રહી છે.

અલબાઇટ રીડર

અલબાઇટ રીડર

જો આપ ઇબુક વાંચવાના શોખીન હોવ તો તમારા ફીચર ફોનમાં અલબાઇટ રીડર ઇંસ્ટોલ કરી શકો છો, આ રીડરમાં આપ સ્ક્રીન સાઇઝને ઝૂમ પણ કરી શકો છો. અલબાઇટ રીડર એચટીએમએલ, એક્સએચટીએમએલ સપોર્ટ કરે છે.

વર્ચ્યુઅલ રેડિયો

વર્ચ્યુઅલ રેડિયો

આજકાલ ઘણા ફીચરફોન વાઇફાઇ અને 3જી સપોર્ટની સાથે આવી રહ્યા છે. જો તમારા ફીચર ફોનમાં ઇંટરનેટ રેડિયો સાંભળવા માંગતા હોવ તો વર્ચુઅલ રેડિયો ઇંસ્ટોલ કરો

English summary
13 smart apps for feature phones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X