For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંધો કેમેરો લઇને તમે સારા ફોટોગ્રાફર બની જશો? ના, જાણો કેમ?

|
Google Oneindia Gujarati News

ફોટોગ્રાફીનું ચલણ હાલ જોરમાં છે. જેને જુઓ મોટા-મોટા કેમેરા લઇને અહીં તહીં ફોટા પાડતા જોવા મળે છે. વળી સેલ્ફી અને ફોનથી અદ્ધભૂત ફોટા પાડનાર લોકોનું પણ લિસ્ટ મોટું છે. અને આજ કારણ છે કે આજના અનેક યંગસ્ટર મોધા કેમેરો અને લેન્સ લેવા માટે જુગાડબાજી કરતા રહે છે.

આ તસવીરોમાં વિચિત્રપણુ તમારે શોધવાનું છે...!આ તસવીરોમાં વિચિત્રપણુ તમારે શોધવાનું છે...!

પણ ત્યારે સવાલ તે આવે છે શું મોંધા કેમેરો લઇને તમે એક સારા ફોટોગ્રાફર બની જશો? તો જવાબ છે ના. સારા ફોટોગ્રાફર બનવા માટે કેમેરાની નહીં ફોટોગ્રાફીની સેન્સની જરૂર હોય છે. હા ચોક્કસથી તમારો કેમેરો એક સારું રિઝલ્ટ આપી શકે છે પણ તે માટે ફોટોગ્રાફીની ટેકનોલોજી, ટ્રીક્સ તેવી કંઇક અનેક ચેકલિસ્ટ પહેલા ટીક કરવાના બાકી રહે છે. તો ફોટોગ્રાફીના આવા જ કેટલાક ભ્રમ અમે તમને અહીં જણાવાના છીએ...

સારો કેમેરો તો જ સારો ફોટોગ્રાફર!

સારો કેમેરો તો જ સારો ફોટોગ્રાફર!

નવો અને મોંધા કેમેરો ખરીદવા પહેલા જૂના કેમેરાના માસ્ટર થવું જરૂરી છે. કેમેરા પાછળ ખર્ચા કરવાના બદલે ફોટોગ્રાફીના ક્લાસ પહેલા કરો.

DSLR

DSLR

તેવું જરૂરી નથી કે ડીએસએલઆરથી ફોટો ખેંચો તો જ સારો ફોટો આવે. કેમેરા ટેકનોલોજી હવે એટલી સારી થઇ ગઇ છે કે સ્માર્ટફોન પણ હવે સારી ફોટોગ્રાફી અને વીડિયો લેવામાં સક્ષમ છે.

zoom

zoom

બે રીતની ઝૂમિંગ હોય છે એક ઓપ્ટિકલ અને બીજી ડિઝિટલ ઝૂમ. ઓપ્ટિકલ ઝૂમમાં કેમેરા લેન્સની અંદરની મોટરના ફોકલ પોઇન્ટને એડજેસ્ટ કરવી પડે છે. ડિઝિટલમાં એલસીડી પેનલ દ્વારા તેની ડિઝિટલી વધારી કે ઓછી કરી શકાય છે. જો કે શ્રેષ્ઠ ઓપ્ટિકલ ઝૂમિંગ જ રહે છે. અને ડિઝિટલ ઝૂમિંગ ધણીવાર ફોટો બગાડી શકે છે.

ફ્લેશ

ફ્લેશ

ફ્લેશ તમારો ફોટો બગાડી શકે છે. પણ ફ્લેશનો યોગ્ય ઉપયોગ અને તેની ટ્રીક સમજવી જરૂરી છે. જે મુજબ તમે ફ્લેશનો સદઉપયોગ કરી શકો છો.

મેગાપિક્સલ

મેગાપિક્સલ

લોકોને કહેતા સાંભળ્યા હશે કે વધુ મેગાપિક્સલ તો ફોટોનું રિઝલ્ટ સારું. પણ ખાલી મેગાપિક્સલ જ હોવું જરૂરી નથી, લેન્સની ક્વોલિટી, સેન્સરની ટેકનોલોજી અને ફોકસ તે પણ એટલું જ જરૂરી છે.

English summary
5 Camera Myths you should stop believing right now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X