For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આવી રહ્યા છે દુનિયાનો પહેલો 4 જીબી સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

4 જીબી રેમ ધરાવતા કોમ્યુટર તો એક સામાન્ય વાત થઇ ગઇ છે પરંતુ જો કોઇ આપને કહે કે 4 જીબી રેમ ફોનમાં પણ હોઇ શકે છે. તો આશ્ચર્યમાં ના મુકાઇ જતા, કારણ કે આસુસ દુનિયાનો પહેલો 4 જીબી રેમ સ્માર્ટફોન જેનફોન2 આ મહિને 23 તારીખે દિલ્હીમાં લોંચ કરવા જઇ રહ્યું છે.

તાઇવાની કંપની આસુસે તેના માટે દિલ્હીમાં એક ઇવેંટ કરવાની યોજના બનાવી છે જેની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આસુસ પોતાના આ ફોનને તાઇવાનમાં પહેલા જ લોંચ કરી ચૂકી છે. તેને ત્રણ અલગ-અલગ વેરિયંટ આસુસ જેનફોન 2 ZE551ML, 2 ZE550ML, 2 ZE500CL લોંચ કરવામાં આવ્યો હતો.

આવો જોઇએ 4 જીબીવાળા જેનફોન 2ની કેટલીક ખાસિયતો...

રંગ

રંગ

4 જીબી વાળા જેનફોન 2ને Black/White/Red/Gray/Gold રંગમાં લોંચ કરવામાં આવશે.

સ્ક્રીન

સ્ક્રીન

તેમાં 5.5 ઇંચની ફુલ એચડી આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે, જે 1920x1080 રેજ્યૂલેશન સપોર્ટ કરે છે સાથે જ કોનિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન તેને સ્ક્રેસપ્રૂફ બનાવે છે.

પાવર

પાવર

નવા જેનફોન 2માં ક્વાડકોર 2.3 ગીગાહર્ટનું પ્રોસેસર લાગેલું છે, સાથે જ 2 જીબી અને 4 જીબી રેમ ઓપ્શન મળશે. આ ઉપરાંત તેને 16જીબી-32જીબી-64જીબી મેમોરી વેરિયંટ પણ ઉતારવામાં આવશે.

કેમેરો

કેમેરો

જેનફોન 2માં 5 મેગાફિક્સલનો ફિક્સ્ડ ફોકસ સેકેંડરી કેમેરા લાગેલો છે, જ્યારે 13 મેગાપિક્સલનો મેઇન કેમેરો લાગેલો છે, જેમાં ઓટો ફોકસ સપોર્ટ આપવામાં આવ્યું છે.

ચાર્જિંગ

ચાર્જિંગ

નવા ફોનમાં બૂસ્ટ માસ્ટર ટેકનીક આપવામાં આવી છે, જે ફોનને સાધારણ સ્ટીડની તુલનાએ ડબલ સ્પીડમાં ચાર્જ કરે છે.

ડ્યુઅલ સિમ

ડ્યુઅલ સિમ

ડ્યુઅલ સિમ સપોર્ટની સાથે જેનફોન 2માં ડ્યુઅલ એક્ટિવની મદદથી બંને સિમ એક સાથે કામ કરે છે.

English summary
Asus has sent out media invites to the Indian tech press informing that their new flagship smartphone, ZenFone 2, will be launched at an event to be held in New Delhi on April 23, 2015. The phone was unveiled earlier this year in January at CES 2015 in Las Vegas."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X