For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીથી મુંબઇ માત્ર 45 મીનિટમાં પહોંચાડશે 'હાઇપરલૂપ' ટ્રેન

By Super
|
Google Oneindia Gujarati News

એ કેટલું સુખદ લાગે જ્યારે કલાકોની મુસાફરી મીનિટોમાં પૂર્ણ થઇ જાય. માની લો કે અત્યારે દિલ્હીથી મુંબઇ જવા માટે આપણને 19 કલાકનો સમય લાગે છે, પરંતુ આ જ મુસાફરી 45 મીનિટમાં પૂરી કરી નાંખો તો, આ કોઇ બાંગા જીકવામાં આવેલી વાતો નથી, પરંતુ ટેસ્ટના સીઈઓ અને સ્પેશ એક્સના સંસ્થાપક એલન મસ્કનો ભાવી પ્રોજેક્ટ છે, જે ટૂંક સમયમાં હકિકત બનાવવાનું વિચારી રહ્યાં છે.

એલન હાઇપર લૂમ નામની એક એવી ટ્રેન બનાવવા જઇ રહ્યાં છે, જે 1287 કિમીની ઝડપથી દોડી શકશે. આ એક ખાસ પ્રકારની ટ્યૂબની અંદર દોડશે. આ ટ્યૂબમાં નાની-નાની સાઇઝના કેપ્સૂલ હશે, જેમાં એક સાથે ચાર લોકો મુસાફરી કરી શકશે. જો કે, કેલિફોર્નિયા હાઇસ્પીડ રેલ ઓથોરિટી અનુસાર હાઇપર લૂપ નામની ટ્રેનને બનાવવામાં ઘણો સમય લાગી શકે છે, બની શકે છે કે 2029 સુધીમાં આ ટ્રેન બનીને તૈયાર થઇ જશે.

એલને જણાવ્યા પ્રમાણે હાઇપર લૂપ હાઇસ્પીડ ટ્રેનોની સરખાણીએ સસ્તી અને વધુ ઝડપથી દોડતી ટ્રેન હશે. એલન અનુસાર, આ ટ્રેનની અંદર બેસનારા વ્યક્તિઓને એવો અનુભવ થશે કે જાણે તેઓ સુપરસોનિક વિમાનમાં બેઠાં હશે. જ્યારે પણ ટ્રેન હાઇસ્પીડમાં હશે ત્યારે એક સિરિંઝની જેમ કામ કરશે અને ભૂલથી પણ ટ્રેન જો ટ્યૂબની દિવાલોની નજીક આવી જશે તો દબાણના કારણે તેની ઝડપ ઓછી થઇ જશે, જેથી કોઇ દુર્ઘટના પહેલા ટ્રેન રોકાઇ જશે. હાઇપર લૂપ ઇલેટ્રોમેગ્નેટિક ફિલ્ડ પર દોડશે, જેથી તે પાટા કરતા થોડી ઉપર ચાલશે.

તો ચાલો તસવીરો થકી જાઇએ એલન મસ્કની હાઇપર લૂપ ટ્રેન અંગેના કેટલાક તથ્યો

ટ્રેનની ઝડપ

ટ્રેનની ઝડપ

1287 કિમીની ઝડપથી દોડી શકશે હાઇપર લૂપ

ટ્રેનમાં મુસાફરી

ટ્રેનમાં મુસાફરી

એક સાથે ચાર લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે

ડબ્બાની લંબાઇ

ડબ્બાની લંબાઇ

ટ્રેનના એક ડબ્બાની લંબાઇ 16 ફૂટ હશે

 ટ્યૂબની અંદર

ટ્યૂબની અંદર

આ હાઇપર લૂપ ટ્રેન એક ટ્યૂબની અંદર દોડશે

 એલન મસ્ક એક અરબપતિ

એલન મસ્ક એક અરબપતિ

હાઇપર લૂપને બનાવનારા એલન મસ્ક અમેરિકન અરબપતિ અને પે પાલના સંસ્થાપક છે.

વિશ્વની સૌથી ઝડપી ટ્રેન

વિશ્વની સૌથી ઝડપી ટ્રેન

અત્યારે ચીનના શાંઘાઇમાં મેગ્લેવ ટ્રેન વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે.

English summary
elon musk reveals the hyperloop high speed train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X