For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ કરશો WhatsAppથી વોઇસ કોલિંગ

|
Google Oneindia Gujarati News

મેસેજિંગ એપ્લીકેશન વોટ્સઅપે થોડા સમય પહેલા વોઇસ કોલના ફિચરને લોન્ચ કર્યો હતો. જે શરૂઆતમાં તો કેટલાક પસંદગીના યુઝર્સ માટે હતો. પણ હવે ફ્રી કોલિંગ ફિચર તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

આ સમયે વોટ્સઅપમાં લગભગ 700 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. આ તે યૂઝર છે જે હંમેશા આ એપનો ઉપયોગ કરે છે. જો તમે પણ વોટ્સઅપ યુઝર્સ હોવ પણ હજી સુધી તમે આ ફ્રી કોલ ફિચર એક્ટીવ નથી કર્યો તો આ આર્ટીકલ તમારા માટે જ છે. અમે તમને જણાવીશું કેવી રીતે આ ફિચરને તમારા ફોનમાં એક્ટીવ કરાય અને કેવી રીતે તમે આ ફ્રી સેવાથી તમારા પ્રિયજનોના કોન્ટેક્ટમાં રહી શકશો.

3જી અને 2જી બન્ને કનેક્ટીવીટીવાળા કરી છે આ ફિચરનો ઉપયોગ

3જી ઇન્ટરનેટ કનેક્ટીવીટીમાં વોટ્સ અપ પર કોલ કરતી વખતે તમને કોઇ મુશ્કેલી નહીં થાય. તે સિવાય 2જી કનેક્ટીવિટી યૂઝર્સ પણ ખૂબ જ આરામથી વોઇસ કોલ કરી શકશે. જો કે 2જી કનેક્ટીવિટીમાં વચ્ચે વચ્ચે ફોન કપાઇ જવાની શક્યતા છે. માટે જ્યારે પણ તમે 2જી માંથી કોલ કરો તો ઓપન એરિયામાં જઇને કૉલ કરો.

વોટ્સ અપમાં ફ્રી વોઇસ કોલ ફિચર એક્ટીવેટ કરવા માટે સૌથી પહેલા આ મુજબ કરો.

પહેલો સ્ટેપ

પહેલો સ્ટેપ

પોતાના ફોનમાં વોટ્સ અપનું સૌથી લેટેસ્ટ વર્ઝન ઇનસ્ટોલ કરો. આ માટે પ્લે સ્ટોરમાં જઇને વોટ્સ અપને અપગ્રેડ કરો કે પછી તમે વોટ્સ અપની સાઇટ પર જઇને 2.12.7 વાળું વોટ્સ અપ વર્ઝન ઇનસ્ટોલ કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

લેટેસ્ટ વર્ઝન ઇનસ્ટોલ કર્યા પછી જો તમારા કોઇ મિત્રના ફોનમાં વોટ્સ અપ કોલિંગ હોય તો તેને તમારા નંબર પર ફોન કરવા કહો અને આ રીતે તમે વોટસ અપના ફિચરને અનેબલ કરી શકશો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

ફોનમાં કોલ રિસીવ થયા પછી થોડીક વાર રોકવ જ્યારે તમારો મિત્ર ફોન કરે ત્યારે તરત જ કૉલ ડિસ્કનેક્ટ ના કરો. કારણ કે કેટલાક યુઝર્સની તેવી ફરિયાદ આવે છે કે મિસ કોલ કર્યા પછી તેમને એપમાં ફ્રી કોલ ફિચર એક્ટિવેટ ના થયો.

ચોથો સ્ટેપ

ચોથો સ્ટેપ

જ્યારે આ ફિચર એક્ટીવેટ થઇ જાય ત્યારે તમને બે ના બદલે 3 ટેબ દેખાશે. એટલે કે એક ટેબમાં કોલ, બીજામાં ચેટ અને ત્રીજામાં કોન્ટેક્ટ.

English summary
WhatsApp's voice calling feature is now available to all Android users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X