For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે જાણશો અજાણ્યા નંબરથી કોણ તમને ફોન કરી રહ્યું છે?

|
Google Oneindia Gujarati News

અજાણ્યા નંબરની વારંવાર આવતા ફોન કોલ્સ ધણીવાર માથાનો દુખાવો બની જાય છે. વળી કેટલીક વાર આવો કોઇ કોલ ભૂલથી થઇ જતો હોય છે અને કેટલીક વાર તોફાની તત્વો દ્વારા જાણી જોઇને પણ આવા અનનોન નંબરથી ફોન કરવામાં આવે છે.

જો કે કારણ ભલે જે પણ હોય હેરાનગતિ તો તે જ વ્યક્તિને થાય છે જેને વારંવાર આવા કોલ આવતા હોય છે. વળી ધણીવાર આપણે આવા કોલ નથી લઇ શકતા ત્યારે આપણને તે પણ ચિંતા રહે છે કે ક્યાંક આ ફોન કોઇ જરૂરી ફોન કે કોઇ જાણીતાનો ફોન તો નથીને!.

ત્યારે જો તમને પણ આવા કોઇ અજાણ્યા નંબરથી વારંવાર ફોન આવતા હોય અને તમે તે ફોન કોલ્સથી કંટાળી ગયા હોવ તો તમારી એક મદદ આ લેખ જરૂરથી કરી શકશે. આજે અમે તમને ટ્રૂ કોલર નામના એક એપ્લિકેશન વિષે જણાવીશું. આ એપ્લિકેશનમાં 622 મિલિયન ફોન નંબરોની ડિટેલ છે. વળી આ એપ્લિકેશન તમને તે વ્યક્તિને ટ્રેક કરવામાં પણ મદદરૂપ થશે. ત્યારે આ એપ્લિકેશન વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

બ્લેકલિસ્ટ કોલ

બ્લેકલિસ્ટ કોલ

બ્લેકલિસ્ટેડ નંબરને ટ્રૂ કોલર પોતાની જાતે જ ડિટેક્ટ કરીને બ્લોક કરી લે છે. જેથી તે નંબરોથી તમને ફરી કોઇ કોલ નથી આવે.

એપ સપોર્ટ

એપ સપોર્ટ

ટ્રૂ કોલર એપને એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સાથે આઇઓએસ ડિવાઇસેસ અને બ્લેકબૈરી ડિવાઇસેસમાં ફ્રી ડાઉનલોડ કરી શકાય છે.

કમ્યૂનિટી

કમ્યૂનિટી

ટ્રૂ કોલર કમ્યૂનિટીમાં પુરી દુનિયાના 40 મિલિયન લોકો જોડાયેલા છે. જો તમે ટ્રૂ કોલર એપ્લિકેશનને પોતાના ફોનમાં ડાઉનલોડ કરો છો તો તમે આ દ્વારા અનેક લોકો સાથે જોડાઇ શકો છો.

કેવી રીતે

કેવી રીતે

ટ્રૂ કોલર એપ ડાઉનલોડ કરવા તમારે ગુગલ પ્લે કે ફોન સ્ટોરથી તેને ડાઉનલોડ કરો. તે બાદ તેને ઓપન કરી તેમાં પોતાનું એકાઉન્ટ બનાવો. એકાઉન્ટ બન્યા પછી તમારા ફોનમાં સેવ કોન્ટેક્ટને તે ટ્રૂ કોલર ડાયરેક્ટ્રરીમાં સર્ચ કરશે અને તેને અપટેડ પણ કરશે. બસ પછી તમને કોઇ પણ અજાણ્યા કોલની માહિતી ટ્રૂ કોલર દ્વારા મેળવી શકશો.

ઓપ્શન

ઓપ્શન

ટ્રૂ કોલરમાં તમને કોલ કરનારની લોકેશનની સાથે જ તેને બ્લોક કરવા અને તે કોન્ટેક્ટને શેયર કરવા જેવા ઓપશન પણ મળે છે.

English summary
If you are like most of us, you want the people who are calling your cell phone to be important. That is why Truecaller’s Call Filter is a favorite feature for our 40 million users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X