જાણો, કેવી રીતે લોક કરશો વિંડો સ્માર્ટફોનની સ્ક્રીન?

Posted By:
Subscribe to Oneindia News

તમે તમારા સ્માર્ટફોનથી શું-શું કરો છો, તમારા પર્સનલ ફોટો ખેંચી શકો છો, તમારી ઓફિસ સાથે જોડાયેલા મેઇલ ચેક કરો છો અને તમારા ફોનમાં બેન્ક સાથે જોડાયેલા કામ પણ કરો છો. આ સહિત અનેક એવી ગુપ્ત માહિતી તમે કદાચ તમારા સ્માર્ટફોનમાં સાચવી રાખતા હશો, પરંતુ શું તમને ખબર છે ક્યારેક આ બધી માહિતી તમારીની નાની અમથી ભૂલના કારણે અન્યના હાથમાં જઇ શકે છે.

અથવા તો એમ પણ કહીં શકાય કે શું તમે ઇચ્છો છો કે તમે આ તમામ બાબતો અન્ય પણ જોઇ શકે, જો ના તો તમારા વિંડો સ્માર્ટફોનમાં આજે જ સ્ક્રીન લોક એક્ટિવેટ કરાવો. અનેક વિંડો સ્માર્ટફોન વપરાશકર્તા સ્ક્રીન લોક અંગે જાણતા નહીં હોય. તો ચાલો તસવીરો થકી જાણીએ વિંડો ફોનની સ્ક્રીન લોક લગાવવાની રીત.

સ્ટેપ-01

સ્ટેપ-01

સૌથી પહેલા વિંડો ફોનની સેટિંગમાં જઇને લોક સ્ક્રીન ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ-02

સ્ટેપ-02

જો તમે પહેલી વાર તમારા સ્માર્ટફોનમાં પાસવર્ડ સેટ કરી રહ્યાં છો તો ફોનના પાસવર્ડ ઓપ્શનને ઓન કરો અને નવા પાસવર્ડ નાખો. તમારા પાસવર્ડને કન્ફર્મ કરીને બીજીવાર પાસવર્ડ નાખવો પડશે.

સ્ટેપ-03

સ્ટેપ-03

જો તમે તમારા ફોનનો પાસવર્ડ બદલવા ઇચ્છો છે, તો ચેન્જ પાસવર્ડ ઓપ્શન સિલેક્ટ કરીને તમારા જૂના પાસવર્ડને નાંખો અને પછી નીચે આપવામાં આવેલા બોક્સમાં નવા પાસવર્ડ નાંખો. બધા ફેરબદલ કર્યા બાદ સેવ ઓપ્શન પર ક્લિક કરી સેટિંગને સેવ કરી દો.

સ્ટેપ-04

સ્ટેપ-04

જો તમે તમારા ફોનની સ્ક્રીનમાં કોઇ ફોટો અથવા પછી મ્યુઝિક સાંભળતી વખતે કોઇ તસવીર ખેંચવા ઇચ્છો છો તો તેના માટે...સેટિંગ ઓપ્શનમાં જોકર લોક + વોલપેપર ઓપ્શન પર ક્લિક કરો. જો તમે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં પણ કોઇ વોલપેપર લગાવવા માગો છો તે તેના માટે artist art when playing music ઓપ્શનને ઓન કરી દો.

English summary
how lock window phone screen how to

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.