For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સ્માર્ટફોનને ટ્રેક કરી શકે છે આ માલવેયર

|
Google Oneindia Gujarati News

કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોન સાથે જોડાયેલ તથ્યોનો ખુલાસો કરતા જણાવ્યું છે કે કેટલાક હાનિકારક સોફ્ટવેર જીપીએસનો ઉપયોગ કર્યા વગર માત્ર બેટ્રીના ઉપભોગના આધાર પર આપના ફોનને ટ્રેક કરી શકે છે. નોંધનીય છે કે જીપીએસ સાથે જોડાયેલ જાણકારીઓને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટફોનમાં અનેક સુવિધાઓ હોય છે.

એટલા માટે એંડ્રોઇડ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઇ અન્ય સ્માર્ટફોનના એપ દ્વારા જીપીએસ માહિતી શેર કરવા માટે ઉપયોગકર્તાની પરવાની વગર જ સુરક્ષિત રાખે છે. પ્રમુખ પ્રોદ્યોગિકી શોધ-પત્રિકા એમઆઇટી ટેકનોલોજી રીવ્યૂમાં પ્રકાશિત એક તાજી શોધથી માલૂમ પડે છે કે કેટલાંક માલવેયર આ પ્રકારની જીપીએસ સૂચનાઓ વગર પણ આપના ફોનને ટ્રેક કરી શકે છે.

smartphone
કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક યાન માઇકલેવસ્કીએ જણાવ્યું કે, 'અમારો ઉદ્દેશ્ય બિલકૂલ નવી રીતથી મોબાઇલને રિયલ ટાઇમમાં ટ્રેક કરવાનો હતો અને અમે મોબાઇલ દ્વારા બેટ્રીના ઉપયોગના આધાર પર નવી રીત શોધી કાઢી. આની પાછળ કારણ એ છે કે મોબાઇલ દ્વારા બેટ્રીનો ઉપભોગ તેના નજીકના આધાર કેન્દ્રથી દૂરના અંતર પર નિર્ભર કરે છે.'

શોધકર્તાઓએ ગૂગલ નેક્સસ-4 સ્માર્ટફોન પર આ પ્રયોગ કર્યો. શોધકર્તાઓએ આધાર કેન્દ્રથી 14 કિલોમીટર લાંબા ચાર માર્ગો પર 43 મોબાઇલ ફોન દ્વારા બેટ્રી ઉપભોગના આંકડાઓનું અધ્યયન કર્યું. આ આધાર પર અનુસંધાનકર્તાઓને મોબાઇલના માર્ગની ભાળ મેળવવામાં 93 ટકા સફળતા મળી.

English summary
The way your smartphone uses power provides a simple way to track it, say computer scientists who have developed an app to prove it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X