For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ વગર કેવી રીતે યુઝ કરશો ગૂગલ મેપ

|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટ વગર સ્માર્ટફોનમાં જીપીએસ યુઝ કરવું અશક્ય લાગે છે ને પણ, હા આ વાત સો ટકા સાચી છે. ઇન્ટરનેટ વગર પણ તમે ગૂગલ મેપ ચેક કરી શકો છો.

ગૂગલે હાલમાં જ તેની મેપ સર્વિસમાં એક ફિચર જોડ્યું છે. જેની મદદથી તમે ફોનમાં મેપ સેવ કરી શકો છો. આ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ ફોનમાં યૂઝ કરી શકાય છે. જેથી ઇન્ટરનેટ ના હોય તો પણ ગૂગલ મેપ તમને રસ્તો બતાવામાં મદદરૂપ થઇ શકે છે.

ઇન્ટરનેટ ખાલી મેપ ડાઉનલોડ કરતી વખતે જ ઉપયોગમાં લેવાય છે. જ્યારે જીપીએસ માટે તમારે ઇન્ટરનેટની કોઇ જરૂરિયાત નથી. જો તમારા ફોનમાં મેપ સેવ હશે તો જીપીએસ તમને તે મેપ મુજબ રસ્તો બતાવતો રહેશે.

પહેલું સ્ટેપ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા ફોનમાં ગૂગલ એકાઉન્ટ ઓપન કરી તેમાં સાઇન ઇન કરો.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

ત્યારબાદ ગૂગલ સર્ચમાં જઇને "OK Maps" લખી સર્ચ કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

સર્ચ કર્યા પછી તમારી સામે ફોટા મુજબ ગૂગલ મેપની એપ્લિકેશન ઇનસ્ટોલ કરવાનો ઓપશન આવશે. અને હા જો તમારા ફોનમાં પહેલાથી જ આ એપ ઇનસ્ટોલ હોય તો પછી આ એપને અપડેટ કરી લો.

ચોથું સ્ટેપ

ચોથું સ્ટેપ

તમારા ફોનમાં આ એપલિકેશન ઇનસ્ટોલ થવા લાગશે. જો બની શકે તો વાઇફાઇનો પ્રયોગ કરી આ એપલિકેશન ડાઉનલોડ કરો.

પાંચમું સ્ટેપ

પાંચમું સ્ટેપ

મેપ સેવ કર્યા પછી મેપ એપને ઓપન કરી અને તેમાં મેનૂ બારમાં જઇને Your places પર ક્લિક કરો. અહીં તમે મેપને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકો છો. વધુમાં તમે મેપમાં કોઇ પણ એરિયા સિલેક્ટ કરી શકો છો.

છઠ્ઠું સ્ટેપ

છઠ્ઠું સ્ટેપ

મેપમાં એરિયા સિલેક્ટ કર્યા પછી તેને સેવ કરો. સેવ કરતી વખતે એરિયાનું નામ લખવાનું ના ભૂલતા.

સાતમું સ્ટેપ

સાતમું સ્ટેપ

આ રીતે તમે આખા શહેરનો મેપ તમરા ફોનમાં સેવ કરી શકો છો. અને જરૂરીયાત પડે ત્યારે તેનો ઓફલાઇન પ્રયોગ કરી શકો છો.

English summary
If you're going where mobile data is expensive or you won't have an Internet connection, you can save a map to your device and use it when you're offline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X