For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 ફીચર જાણી પડી જશો આઇપોડ એરના પ્રેમમાં

|
Google Oneindia Gujarati News

એપલ પોતાના સારા અને શ્રેષ્ઠ ગેજેટ માટે વિશ્વ ભરમાં જાણીતી બનેલી કંપની છે. એપલ પોતાના આઇફોન કે પછી આઇપેડ અને આઇપોડમાં સતત કંઇક નવું આપતું રહે છે, જેથી તેના વપરાશકર્તાઓનો વિશ્વાસ તેની પ્રોડક્ટ્સ પર સતત બનેલો રહે છે. જો કે, કંપની હવે પોતાની પ્રોડક્ટ્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા અને તમામ લોકોને ઉપયોગમાં આવી શકે એ રીતે બનાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે.

જેનો ઉત્તમ નમુનો તેનો નવો આઇપોડ એર છે. ત્યારે આ વખતે અમે અહીં આઇપોડ એર સાથે જોડાયેલા 10 એવા ફીચર અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જે જાણીને તમે ચોક્કસપણે આ નવા આઇપોડ એરના પ્રેમમાં પડી જશો. તો ચાલો તસવીરો થકી જાણીએ આઇપોડમાં આપવામાં આવેલા 10 શાનદાર ફીચર્સને.

એપલનુ એ7 ચીપ

એપલનુ એ7 ચીપ

એપલના નવા આઇપેડ એરમાં એ 7 ચીપ આપવામાં આવી છે, જેનાથી વાઇફાઇ અને એલટીઇ સેલ્યુલર કનેક્ટિવિટી પહેલા કરતા ઘણી જ ફાસ્ટ થઇ ગઇ છે. આ ચીપ પહેલીવાર એપલ દ્વારા આઇફોન 5એસમાં આપવામાં આવી હતી. જેને હવે આઇપેડમાં પણ આપવામાં આવી રહી છે.

ડીઝાઇન અને સ્ક્રીન

ડીઝાઇન અને સ્ક્રીન

જેવું નામ છે તેવી જ તેની ડીઝાઇન છે. આ નવો આઇપેડ એર તેના અત્યારસુધીના આઇપેડ કરતા લાઇટર અને થીનર છે. તેમાં 9.7 ઇંચની રેટિના સ્ક્રીન આપવામાં આવી છે. તેમજ તેને શાનદાર અને સ્મૂથ ફીલ કરાવે તેવો લુક પણ આપવામાં આવ્યો છે.

થીનર અને લાઇટર

થીનર અને લાઇટર

આઇપેડ એર 20 ટકા થીનર 7.5 એમએમ અને 28 ટકા લાઇટર 469 ગ્રામ છે. જેથી આ ડિવાઇસ તેની જુની ડિવાઇસ કરતા 8.9 ટકા સ્લિમ થઇ જાય છે.

ફેસ ટાઇમ એચડી કેમેરા

ફેસ ટાઇમ એચડી કેમેરા

આ ડિવાઇસમાં બિગર પિક્સલ સાથે લો લાઇટ પરફોર્મન્સ વાલો 1.2 મેગા પિક્સલનો એડવાન્સ ફેસ ટાઇમ એચડી કેમેરા આપવામાં આવ્યો છે. તેમજ રીયર ફેસિંગ આઇસાઇટ કેમેરા 5 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. જો કે તે સ્લો મોશન વીડિયો કેપ્ચર કરી શકતો નથી.

એમ7 મોશન કો પ્રોસેસર

એમ7 મોશન કો પ્રોસેસર

એમ 7 મોશન કો પ્રોસેસર આઇપોડ એરને વધુ ખાસ બનાવે છે. એમ 7 મોશન કો પ્રોસેસર એ7 ચીપમાંથી એક્સેલેરોમેટર, ગેરોસ્કોપ અને કોમ્પાસને ઓફોલોડ વર્ક કરીને એકઠાં કરે છે, જેથી પાવર એફિસિયન્સીમાં વધારો થાય છે.

ફાસ્ટર પરફોરમન્સ

ફાસ્ટર પરફોરમન્સ

એપલના જણાવ્યા પ્રમાણે, આઇપેડ એરએ વિશ્વનો લાઇટેસ્ટ ફુલ સાઇઝ ટેબલેટ છે. આ ટેબલેટ 8 ગણુ ફાસ્ટર પરફોર્મન્સ 64 બીટમાં અને 72 ગણુ ફાસ્ટર ગ્રાફીક્સ પરફોરમન્સ આપી શકવા સક્ષમ છે.

મલ્ટિપલ ઇન અને આઉટ ટેક્નોલોજી

મલ્ટિપલ ઇન અને આઉટ ટેક્નોલોજી

નવા આઇપેડ એરમાં મલ્ટિપલ ઇન અને આઉટ ટેક્નોલોજી સાથે શાનદાર વાઇફાઇ પરફોર્મન્સ અને ઇન્ટરનેટ કનેક્શન પ્રોવાઇડ કરે છે. તેમજ કોમ્યુનિકેશન પરફોરમન્સને સુધારવા માટે પણ આ ટેક્નોલોજી ઘણી કારગર સાબિત થઇ શકે છે.

એપ્સ

એપ્સ

એપ્સની વાત કરવામાં આવે તો એપલે આ નવા આઇપેડ એરમાં અનેક ફ્રી એપ્સના લીસ્ટને ઉમેર્યું છે, જેમાં પેજીસ, નંબર્સ, કી નોટ તેમજ ક્રિએટીવ એપ્સ જેમ કે આઇફોટો, આઇમૂવી અને ગેરેજબેન્ડ. જે નવા આઇઓએસ ડિવાઇસ અને રનિંગ આઇઓએસ 7 માટે સંપૂર્ણપણે નિશૂલ્ક છે.

બેટરી

બેટરી

સામાન્ય રીતે વધુ પડતી એપ્લિકેશન હોવાના કારણે ટેબલેટ્સ અને ફોનમાં બેટરીની સમસ્યા સતત નડતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને નવા આઇપેડ એરમાં બેટરી ક્ષમતા સારી આપવામાં આવી છે. જે અનુસાર તમે 10 કલાક સુધી વાઇફાઇ પર વેબ સર્ફિંગ, વીડિયો જોઇ શકો છો, ગીતો સાંભળી શકો છો.

મીડિયા

મીડિયા

શાનદાર રેટિના ડીસ્પલેમાં વીડિયો દર્શાવવાની સાથોસાથ આઇટ્યૂન્સ સોફ્ટવેરના પરફોરમન્સમાં પણ ઘણો જ સુધારો કરવામાં આવ્યો છે.

English summary
Here is The List of ipad air feature. you will like and love it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X