રિલાયંસ જિયો આગામી વર્ષ માર્ચ સુધી વધારી શકે છે બધુ ફ્રી આપવાની ઑફર

Subscribe to Oneindia News

નિષ્ણાતોના મંતવ્ય પ્રમાણે રિલાયંસ જીયો 31 ડિસેમ્બર સુધી બધુ ફ્રી આપવાની ઑફરને માર્ચ 2017 સુધી આગળ લંબાવી શકે છે.

jio


રિલાયંસ જિયોની 31 ડિસેમ્બર સુધી મફત કૉલિંગ અને ડેટા વેલકમ ઑફરે ટેલિકોમ કંપનીઓ વચ્ચે પ્રાઇઝ વૉર શરુ કરી દીધુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ બીજી એક સંભાવના એ જણાવી છે કે જે સાંભળીને રિલાયંસ જિયોના ગ્રાહકોની ખુશીનો પાર નહિ રહે. રિલાયંસ જિયો 31 ડિસેમ્બર સુધી બધુ ફ્રી આપાવાની પોતાની ઑફરને માર્ચ 2017 સુધી લંબાવી શકવાની સંભાવના ઍક્સપર્ટ્સ જણાવી રહ્યા છે. એટલે બની શકે કે તમને માર્ચ 2017 સુધી બધુ જ ફ્રી મળે.

10 કરોડ ગ્રાહકો છે ટાર્ગેટ

તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણીએ જિયોની શરુઆત સાથે જ કહ્યું હતુ કે તેમનો ટાર્ગેટ 10 કરોડ ગ્રાહકો બનાવવાનો છે. નિષ્ણાતોનું માનવુ છે કે પોતાના આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે કંપની આ ઑફર આપી શકે છે. હાલમાં જ મુકેશ અંબાણીએ એ પણ કહ્યું હતુ કે રિલાયંસ જિયોએ એક મહિના કરતા ઓછા સમયમાં જ 1 કરોડ 60 લાખ ગ્રાહક બનાવી લીધા છે. આશા રાખવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં પોતાનો ટાર્ગેટ પૂરો કરશે.

જિયો દુનિયામાં નંબર 1

હાલમાં ભલે લોકો રિલાયંસ જિયોના સીમને લઇને કૉલ ન લાગવા કે ઇંટરનેટની સ્પીડની ફરિયાદ કરતા હોય પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, હાલમાં રિલાયંસ જિયો દુનિયામાં રોજિંદા સૌથી વધુ ઇંટરનેટ વપરાશકર્તા સિમ બની ગયુ છે. રિલાયંસ જિયોના નેટવર્ક પર રોજિંદા આશરે 16000 ટીબી ડેટા વપરાય છે. બીજા નંબર પર છે ચાઇનાનો મોબાઇલ, જેમાં 12,000 ટીબી ડેટા વપરાય છે. 6000 ટીબી રોજિંદા વપરાશ સાથે વોડાફોન ત્રીજા નંબર પર છે.

English summary
jio may extend the welcome offer till march 2017
Please Wait while comments are loading...