For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 એપ્લીકેશન જે તમારા વિન્ડો ફોનને રાખશે સુરક્ષિત

|
Google Oneindia Gujarati News

માઇક્રોસોફ્ટ વિન્ડો ફોન 2010માં પહેલીવાર બજારમાં આવ્યો હતો. આજે સ્માર્ટફોન બજારમાં જેટલા એન્ડ્રોઇડ ફોન લોકપ્રીય છે, તેની સરખામણીએ વિન્ડો ફોન વિશ્વમાં ઓછા લોકપ્રીય રહ્યાં છે, ખાસ કરીને ભારતમાં. તેમ છતાં વિન્ડો સ્માર્ટફોન લેનારાઓનો એક આખો વર્ગ છે, જે એન્ડ્રોઇડની સામે વિન્ડો ફોન લેવાનું વધારે પસંદ કરે છે.

જેને ધ્યાનમાં રાખીને 2012માં વિન્ડો 8 સ્માર્ટફોન લોન્ચ થયો, જેના યુઝર્સ વિશ્વભરમાં મોટીમાત્રામાં છે. સમયાંતરે ટેક વિશ્વમાં વાયરસ અને માલવેયરના હુમલાઓ અંગે આપણે વાંચ્યું અથવા તો સાંભળ્યું હશે. તેવામાં વિન્ડો સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે તેમાં પીસીની જેમ એન્ટીવાયરસ હોવું ઘણું જરૂરી છે. કૈસપર સ્કાઇમાં વિન્ડો પ્લેટપોર્મ માટે અનેક એવી એપ્લીકેશન્સ છે, જે વિન્ડો ફોનને વાયરસ અને ખતરનાક માલવેયરથી સુરક્ષિત રાખે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કઇ પાંચ એપ્લીકેશનથી તમે તમારા વિન્ડો સ્માર્ટફોનને સુરક્ષિત રાખી શકો છો.

કીપર

કીપર

જો તમે તમારા ફોનમાં દરરોજ અનેક એકાઉન્ટ ઓપન કરો છો, એ માટે તમારે અલગ-અલગ પાસવર્ડ સેવ કરવા પડતાં હશે, પરંતુ સાધારણ બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરીને તમે તમારા ફોનની સુરક્ષાને જોમખમાં મુકી શકો છો, આ માટે કૈસપરસ્કાઇની કીપર એપ તમારા મોબાઇલમાં ફ્રી ડાઉનલોડ કરી શકો છો. કીપરની મદદથી તમે ઓટોફિલ લોગિન પાસવર્ડ સેવ કરી શકો ચો, સાથે ફોનનો ડેટા બેકઅપ પણ લઇ શકો છો.

ઇ વોલેટ ગો

ઇ વોલેટ ગો

પોપ્યુલર સ્માર્ટફોન એપ્લીકેશન ઇ વોલેટમાં તમે તમારી બેન્ક સાથે જોડાયેલા પાસવર્ડ, પીન અને અનેક બીજી લોગ ઇન જાણકારી સુરક્ષિત તરીકે સેવ કરી શકો છો. આ ઉપરાંત ઇ વોલેટમાં ડ્રોપબોક્સ એકાઉન્ટ અને ગુગલ ડોક્સ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. ઇ વોલેટ એપ ફ્રી નથી આ માટે તમારે 4.99 ડોલર ચૂકવવા પડશે.

એવીજી ફેમેલી સેફ્ટી એપ

એવીજી ફેમેલી સેફ્ટી એપ

એવીજી ફેમેલી સેફ્ટી એપ્લીકેશન તમારા બ્રાઉઝરને એવી વેબસાઇટ્સથી સુરક્ષિત રાખે છે, જે વાયરસ અને માલવેયરથી ભરેલી હોય છે. આ બ્રાઉઝર એવી વેબસાઇટને બ્લોક કરી દે છે.

બેસ્ટ ફોન સિક્યોરિટી ($0.99)

બેસ્ટ ફોન સિક્યોરિટી ($0.99)

આ એપ્સ એ લોકો માટે ઘણી ફાયદાકારક છે, જેમના ફોન મિત્રો, સંબંધીઓના હાથમાં વધારે રહે છે, પરંતુ તમારે તમારો ફોનનો ડેટા સુરક્ષિત રાખવો છે તો એ માટે બેસ્ટ ફોન સિક્યોરિટી એપ્સ ડાઉનલોડ કરી શકો છો.

લોક એન્ડ હાઇડ ફ્રી

લોક એન્ડ હાઇડ ફ્રી

લોક એન્ડ હાઇડ એપની મદદથી તમે ફોનના કોઇપણ ફોલ્ડને લોક કરી શકો છો અથવા તમારા પ્રાઇવેટ ડેટા સુરક્ષિત રાખી શકો છો.

English summary
Microsoft’s Windows Phone has been around since 2010, but the device started gaining steam with the release of Windows 8 in the summer of 2012. Though the devices...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X