For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટ વિશ્વમાં છવાયા યૂનીક ડિઝાઇનવાળા આ લેપટોપ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ગેજેટ બજારમાં જે રીતે સ્માર્ટફોન અને ટેબલેટે પોતાનો જાદૂ ચલાવ્યો છે, તેનાથી એવું લાગતુ હતું કે લેપટોપ પોતાની લોકપ્રિયતા ગુમાવી દેશે. લેપટોપના રૂપમાં ઘણા ફેરબદલ આવ્યા છે, તેની ડિઝાઇન બદલાઇ ચૂકી છે અનેક નવા ફીચર આવી ગયા છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે લેપટોપનો જમાનો ચાલ્યો ગયો છે, પરંતુ તેની એક અલગ દુનિયા છે. તમે ટેબલેટ અથવા સ્માર્ટફોનની તુલના લેપટોપ સાથે નથી કરી શકતા.

જો તમે લેપટોપ માર્કેટ પર નજર ફેરવો તો કેટલાક એવા લેપટોપ પણ તમને મળી જશે, જે પોતાની ડિઝાઇન અને યૂનીક ફીચરના કારણે જાણીતા થયા છે. ત્યારે આજે અમે તમારી સમક્ષ એવા જ છ લેપટોપ લઇને આવ્યા છીએ, જેનો ટેબલેટની જેમ ઉપયોગ લઇ શકાય છે. અથવા તો તેનો પીસી તરીકે ઉપયોગ કરી શકાય છે. ચાલો તસવીરો થકી જોઇએ આ અનોખા લેપટોપને.

સોની વાયો ડ્યો 12

સોની વાયો ડ્યો 12

વાયો ડ્યો 13 માત્ર વજનમાં જ હળવું નથી, પરંતુ તેને મતે ટેબલેટ અને લેપટોપ બન્ને રીતે પ્રયોગમાં લઇ શકો છો. વાયો ડ્યો 13માં 13.3 ઇન્ચની ફૂલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, તેનું વજન 1.3 કીલો છે.

એસર આઇકોનિયા ડબલ્યુ 4

એસર આઇકોનિયા ડબલ્યુ 4

એસર એક એવી બ્રાન્ડ છે, જેણે ટેબમાં પણ યુઝરને વિન્ડો એક્સપીરિયન્સ આપવા માટે આઇકોનિયા ડબલ્યુ 4 ટેબ રજૂ કર્યુ. આ રીતે તમે તમારા વિન્ડો 8 પીસીને તમારા પોકેટમાં લઇને ફરી શકો છો.

આસુસ તાઇચી

આસુસ તાઇચી

આસુસે કદાચ એ વાતને સમજી લીધી છે કે એક સ્ક્રીન કરતા બે સ્ક્રીન છે, તેથી તેમે આસુસ તાઇચીમાં ફ્રન્ટ અને રિયર સ્ક્રીન આપી છે, પરંતુ તેના કારણે તાઇચીની કિંમત ઘણી વધી ગઇ છે.

ડેલ એક્સપીએસ 12

ડેલ એક્સપીએસ 12

ડેલ એક્સપીએસ 12ને 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની ખાસ વાત હતી, તેમાં આપવામાં આવેલી ટચ સ્ક્રીન જેને ફેરવીને બીજી તરફનો પ્રયોગ કીપેડ વગર કરી શકો છો.

આસુસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો

આસુસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો

આસુસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો એક કોમ્પલીટ સોલ્યુશનના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સ્ક્રીન ડિચેબલ છે, જેમાં એન્ડ્રોઇડ ટેબનો પ્રયોગ કરી શકાય છે, આ ઉપરાંત તેના ટડોકને કોઇ બીજી સ્ક્રીન સાથે કનેક્ટ કરીને પીસીની જેમ પણ ઉપયોગમાં લઇ શકાય છે.

એસર એસપાયર આર 7

એસર એસપાયર આર 7

એસર આર7ની યૂનીક ડિઝાઇન તેને બીજાથી અલગ બનાવે છે. આ લેપટોપ અને ટેબ બન્ને રીતે પ્રયોગ કરી શકાય છે. આ ઉપરાંત તેનો અન્ય એક રીતેપણ ઉપયોગ કરી શકાય છે, જેને ઇજેલ મોડ કહેવામાં આવે છે. તેમાં તમે સ્ક્રીનની બહારની તરફ કાઢીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

English summary
laptops with unique designs news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X