For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ગૂગલ મેપે આ જગ્યાઓને સંતાડી દીધી છે!

|
Google Oneindia Gujarati News

ગુગલ મેપ તમારી જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ દ્વારા તમે તમારી આસપાસની અનેક જગ્યાઓને શોધી શકો છો ત્યાં સરળતાથી કોઇને પણ પૂછ્યા વગર જઇ શકો છો. વળી આ ગૂગલ મેપમાં જાણીતી જગ્યા હોય કે પછી સાવ નાનકડી ગલી બધુ જ સ્પષ્ટ પણે જાણવા મળે છે. પણ શું તમને ખબર છે કે ગુગલ મેપ પર પણ સેન્સરના નિયમો લાગુ પડે છે.

અને આ જ કારણ છે કે તેણે પોતાના મેપમાં કેટલીક જગ્યાઓ સંતાડી દીધી છે. તમે ગુગલ મેપમાં આ જગ્યાઓ શોધશો તો તમને તે મળશે જ નહીં અને મળશે તો પણ એકદમ અસ્પષ્ટ.

આમાંથી કેટલીક જગ્યાઓને ગૂગલ ખુદ સુરક્ષા કારણોના કારણે પોતાના મેપમાંથી હટાવી છે. તો કેટલીક જગ્યાઓને ત્યાંની સરકારે બ્લર કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આવી કંઇ જગ્યાઓ છે જ્યાં ગુગલ મેપને પણ પાબંદી નડે તે વિષે જાણવા વાંચો નીચેનો રસપ્રદ અને રોચક લેખ. અને સાથે જ જાણો તે અજાણી જગ્યાઓ વિષે જેને ગૂગલ મેપે સંતાડીને રાખી છે.

સીબ્રૂક નુક્લેઅર સ્ટેશન, ન્યૂ હૈમ્પશાયર

સીબ્રૂક નુક્લેઅર સ્ટેશન, ન્યૂ હૈમ્પશાયર

જરા તમારા ગૂગલ મેપ એપમાં આ જગ્યા સર્ચ કરીને જોજો. તમને આ જગ્યા બ્લર દેખાશે. આ જગ્યાને સુરક્ષા કારણોના લીધે બ્લર કરવામાં આવી છે કારણ કે આ એક નૂક્લીઅર સ્ટેશન છે.

નાટો હેડક્વાટર પોર્ટુગલ

નાટો હેડક્વાટર પોર્ટુગલ

નાટોના આ પોર્ટુગલ હેડક્વાટરને પણ ગૂગલ મેપ હાઇડ કરીને રાખ્યું છે. જેથી તેની સુરક્ષા જોડે કોઇ ચેડા ના કરે.

અલેક્સેઇ મિલર હાઉસ, રશિયા

અલેક્સેઇ મિલર હાઉસ, રશિયા

આ Gazpromના સીઇઓ અલેક્સેઇ મિલરનું ઘર છે. જેને બ્લર કરવામાં આવ્યું છે.

એલ્મિરા કરેક્શન ફૈસિલિટી, યુએસએ

એલ્મિરા કરેક્શન ફૈસિલિટી, યુએસએ

ગૂગલ મેપ પર જઇને જરા આ જગ્યા ચેક કરજો. તમને તેની આસપાસની જગ્યા તો બરાબર દેખાશે પણ તે સ્થળ એકદમ બ્લર દેખાશે.

ટંટોકો નેશનલ પાર્ક, ચીલી

ટંટોકો નેશનલ પાર્ક, ચીલી

આ આમ તો એક નેશનલ પાર્ક છે પણ કોઇ અજાણ્યા કારણોના લીધે તેને ગૂગલ મેપ પર છૂપાવામાં આવ્યો છે.

બેબીલોન, ઇરાક

બેબીલોન, ઇરાક

તેની આસપાસની જગ્યા તમે ગૂગલ મેપ પર જોઇ શકશો પણ બેબીલોન સીટીને બ્લર કરવામાં આવી છે.

માજદા રેસવે, કેલિફોર્નિયા

માજદા રેસવે, કેલિફોર્નિયા

ગૂગલ મેપમાં છૂપાવામાં આવી છે આ જગ્યા કેલિફોર્નિયાની આ જગ્યા છુપાવા પાછળ અનેક કારણો છે.

રિમ્સ એયરબેઝ, ફ્રાંસ

રિમ્સ એયરબેઝ, ફ્રાંસ

ફ્રાંસના આ મહત્વના એયરબેઝને પણ ગૂગલમાં બ્લર કરવામાં આવ્યો છે.

મોલિબ ઓઇલ કોર્પોરેશન, ન્યૂયોર્ક

મોલિબ ઓઇલ કોર્પોરેશન, ન્યૂયોર્ક

ગૂગલ મેપ આ જગ્યાને પણ બ્લર કરી છે. તમે જો આ જગ્યા વિષે સર્ચ કરશો તો તમને અનેક જગ્યાઓ બ્લર ઇમેજ દેખાશે.

અંજાન સ્થળ રશિયા

અંજાન સ્થળ રશિયા

આ સ્થળનું નામ શું છે તેની જાણકારી અમારી પાસે નથી. આ રશિયાના આ સ્થળને ગૂગલ પર કંઇક આ રીતે બતાવામાં આવ્યું છે.

પેલેસ હિસ ટેન, નેંધરલેન્ડ

પેલેસ હિસ ટેન, નેંધરલેન્ડ

આ પેલસના તમે ઝૂમ કરીને જોશો તો તમને બ્લર ઇમેજ જોવા મળશે. આ પેલેસ પૂરી રીતે ફોક્સની બહાર છે.

આઇલ રિફાયનરી, હંગેરી

આઇલ રિફાયનરી, હંગેરી

આ જગ્યાને લીલા રંગના પેન્ટ કરીને મૂકવામાં આવી છે. અહીં મેપમાં કોઇ પણ બિલ્ડિંગ નથી દેખાતી.

પેસિફિક નોર્થવેસ્ટ, યૂએસએ

પેસિફિક નોર્થવેસ્ટ, યૂએસએ

આ વોશિંગ્ટન અને ઓરેગનની સીમા પર આવેલી જગ્યા છે. જેની પર આવો ડાર્ક ગ્રીન ચોરસ લગાવામાં આવ્યો છે.

એરબેઝ રૈમ્સટીન, જર્મની

એરબેઝ રૈમ્સટીન, જર્મની

ઓપરેશન ઇરાકી ફ્રિડમનું આ મધ્ય પોઇન્ટ છે. માટે જ આ વિસ્તારને બ્લર કરવામાં આવ્યું છે.

બેકર લેક, નોર્ધન કેનેડા

બેકર લેક, નોર્ધન કેનેડા

આ જગ્યાને જો તમે તમારા મોબાઇલ પર સર્ચ કરશોને તો તમને આવો કાળો લાંબો પટ્ટો જોવા મળશે. જેને સુરક્ષા કારણોથી સંતાડવામાં આવ્યો છે

એચએએઆરપી, યૂએસએ

એચએએઆરપી, યૂએસએ

હાઇ ફ્રિક્વેન્સી એક્ટિવ ઓરેરલ રિસર્ચ પ્રોગામ અહીં આવેલું છે જે કારણ જ આ વિસ્તારને સંપૂર્ણ પણે બ્લર કરવામાં આવ્યું છે.

મિસાઇલ સિલોસ, સ્પેન

મિસાઇલ સિલોસ, સ્પેન

સ્થાનિક લોકોના મત મુજબ આ જગ્યા મિસાઇલ સિલો જેવી દેખાય છે. જો કે ગૂગલમાં તેને આ રીતે બ્લર કરવામાં આવી છે.

માઇકલ આફ બિલ્ડિંગ, ઉતાહ

માઇકલ આફ બિલ્ડિંગ, ઉતાહ

આ જગ્યા યૂએસ આર્મીની છે. જ્યાં બાયોકેમિકલ વેપનને ટેસ્ટ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તેને ગૂગલમેપમાં છૂપાવામાં આવી છે.

વોલકલ એયર બેઝ

વોલકલ એયર બેઝ

વિકીલિક્સ પર પરમાણુ હથિયારની હાજરી અને પુષ્ટી થતા બાદ અને તેના પ્રકાશિત થયા બાદ આ જગ્યાને બ્લર કરવામાં આવી છે.

નૂર્ડવિઝ્ક આન જી, નેંધરલેન્ડ

નૂર્ડવિઝ્ક આન જી, નેંધરલેન્ડ

યુરોપીય અંતરીક્ષ અનુસંધાન અને પ્રૌયોગિક કેન્દ્ર હોવાના કારણે આ ડસ વિસ્તારના મોટા ભાગને બ્લર કરવામાં આવ્યું છે.

નોર્થ કોરિયા

નોર્થ કોરિયા

આ જગ્યાને પણ ગૂગલ મેપ પર બ્લર કરવામાં આવી છે. એટલું જ નહીં તમને આ જગ્યાનો સ્ટીલ વ્યૂ પણ નહીં મળે.

કોર્નેલ યુનિવર્સિટી કંબોઇડ હીટ એન્ડ પાવર પ્લાન્ટ, ન્યૂયોર્ક

કોર્નેલ યુનિવર્સિટી કંબોઇડ હીટ એન્ડ પાવર પ્લાન્ટ, ન્યૂયોર્ક

આ એક હાઇટેક અને ઈકો ફેન્ડલી રીતે નેચરલ ગેસ દ્વારા વિજળી ઉત્પન્ન કરતી જગ્યા છે. જો કે આને પણ ગૂગલ મેપે બ્લર કરીને રાખી છે.

મિનામી તોરિશિમા એરપોર્ટ, જાપાન

મિનામી તોરિશિમા એરપોર્ટ, જાપાન

જાપાનના ઇસ્ટ કોસ્ટમાં સ્થિત આ રન વેને ગૂગલ મેપે સફેદ કરી દીધું છે. કારણ કે હાલ અહીં જાપાન મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના પ્રયોગો ચાલી રહ્યા છે.

મર્કોઉલે નુક્લીયર પ્લાન્ટ

મર્કોઉલે નુક્લીયર પ્લાન્ટ

વધુ ન્યુક્લિઅર મટેરિયલ હોવાના કારણે આ જગ્યા ખૂબ જ સેન્સિટિવ છે જેના કારણે તેને બ્લર કરવામાં આવી છે.

સેવરનયા જેમલ્યા

સેવરનયા જેમલ્યા

આ જગ્યા પર તમે આ ગ્રે પટ્ટો જોઇ શકો છો તેને પણ ગૂગલે સેન્સર કરી બ્લર કરી છે.

ગૂગલ મેપ

ગૂગલ મેપ

નોંધનીય છે કે આ તમામ જગ્યાઓને સુરક્ષાના કારણો કે પછી કોઇ ગોપનીય કારણોના કારણએ સેન્સર કરવામાં આવી છે.

English summary
There is almost everything is covered in google maps. If you think like that then sorry. you are wrong. there are some places which are censored by google maps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X