
સેમસંગે 10 હજાર રૂપિયાથી સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા
ટેકનોલોજી કંપની સેમસંગે ગુરુવારે 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. સેમસંગે 'સેમસંગ ગેલેક્સી સ્ટાર-2', ગેલેક્સી સ્ટાર એડવાન્સ અને ગેલેક્સી એસ એનએક્સટી ઉપકરણ બજારમાં ઉતાર્યા છે. આની સાથે પ્રથમ છ મહીના માટે વોડાફોનની દર મહિને 200 એમબી સુધીની મફત ઇંટરનેટ સેવા પણ આપવામાં આવી રહી છે.
- દુનિયાના ટોપ 10 સૌથી શાનદાર સ્માર્ટફોન
- સેમસંગ, નોકિયા અને એચટીસીને ટક્કર આપશે આ એન્ડ્રોયડ સ્માર્ટફોન
- બેસ્ટ 8 મેગાપિક્સલ સ્માર્ટફોન, જે આપને બનાવી દેશે ફોટોગ્રાફર
કંપનીના નિવેદન અનુસાર, સેમસંગ ગેલેક્સી સ્ટાર 2ની કિંમત 5,100 રૂપિયા રાખવામાં આવી છે. ગેલેક્સી સ્ટાર એડવાંસ અને ગેલેક્સી એસ એનએક્સટી બંનેમાંથી પ્રત્યેકની કિંમત 7,400 રૂપિયા રાખવામાં આવી છે. ફોન ગુરુવારે 31 જુલાઇથી બજારમાં ઉપલબ્ધ થઇ ગયો છે. તેને હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ, તમિળ, તેલુગૂ, કન્નડ, મલયાલમ, ઓડિયા, અને અસમી ભાષામાં ઉપયોગ કરી શકાય છે.
કયા કયા સ્માર્ટફોનની કિંમત ઓછી કરવામાં આવી છે.
સેમસંગ સ્ટાર 2- 5825 રૂપિયા
ગેલેક્સી સ્ટાર એડવાંસ- 7,800 રૂપિયા
ગેલેક્સી એસ એનએક્સટી- 7,349