For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પ્યુટર સ્ટ્રેસ ઓછો કરવાના આ રહ્યા સરળ ઉપાય

|
Google Oneindia Gujarati News

computer
આજના સમયમાં કમ્પ્યુટર વગર કામની કલ્પના થઇ શકે તેમ નથી. ક્યારેક ઓફિસોમાં મુશ્કેલ જણાતું કમ્પ્યુટર હવે ઘર સુધી પહોંચી ગયું છે. કેટલાંક લોકોના કામ તો એવા છે, કે તેમને આખો દિવસ કમ્પ્યુટરની સામે જ બેસવું પડે છે.

એવામાં તેમને લાંબા સમય સુધી કમ્પ્યુટર પર આંગળીઓ અને આંખોથી કામ કરવું પડે છે અને સતત કરવામાં આવેલી મહેનત આંખો, ગળુ અને શરીરના અન્ય ભાગોમાં દુ:ખાવાનું કારણ બને છે. જો તેને ગણકારવામાં ના આવે તો આ એક મોટી સમસ્યા બની શકે છે. આના સમાધાન માટે કોઇપણ સ્થળે કમ્યુટરનું કામ કરતી વખતે નાની નાની એક્સર્સાઇઝ કરવી ફાયદાકારક રહે છે. જેનાથી આંગળીઓ અને આંખોનો તણાવ દૂર થાય છે, અને કામ કરવાની ક્ષમતા પણ પ્રભાવિત નથી થતી.

આના માટે બંને હાથોને ઘસો અને આંખોને બંધ કરીને હાથોને આંખો પર મૂકો, તેનાથી આંખોનો થાક ઓછો થાય છે. ત્યાર બાદ આંખોને ખોલીને આઇ બોલ્સને ચારે દિશામાં ગોળ ફેરવો. બાદમાં આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો અને રિલેક્સ થાવ.

ખુરશી પર બેઠા-બેઠા જ તમારા હાથોને સામેની બાજુ ખભાની લગોલગ લંબાવો. બંને હથેળીઓને નીચેની તરફ રાખી મુઠ્ઠી વાળી દો. ધ્યાન રહે અંગુઠો અંદરની બાજુ રાખવો. હવે બંને હથેળીઓને ચારેય દિશામાં ગોળ-ગોળ ફરાવો. શ્વાસ સામાન્ય રાખો.

આ અભ્યાસ પાંચ-પાંચ મિનિટ સુધી દિવસમાં ઘણી વખત કરતા રહો. આનાથી આંગળીઓ અને હાથોનો થાક દૂર થઇ જશે. આ નાનકડા ઉપાયથી સંબંધિત વ્યક્તિ પોતાના કમ્પ્યુટર પર કામ દરમિયાન હંમેશા થતા તણાવથી દૂર થઇ શકે છે.

English summary
Those working for long hours in front of computers often suffer headaches, itching, burning, blurrness and tiredness of eyes. As the usage of computers grows, so does Computer Vision Syndrome.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X