For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીની અંદર પણ ફોટો ખેંચી શકે તેવા વોટરપ્રૂફ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

વરસાદનો મોસમ આવી જાય અથવા તો ગોવા જેવી ખુબસુરત જગ્યામાં ફરવા જવાનું હોય કોઇ સાથે હોય કે ના હોય પરંતુ મોબાઇલ ફોન હંમેશા રહે છે, પરંતુ ઘણા સ્થળે આપણે માત્ર એટલા માટે નથી જતા કારણ કે આપણો મોબાઇલ ભીનો ના થઇ જાય. ક્યારેક ક્યારેક વરસાદમાં આપણે ગમે તેટલું કરીએ તો પણનો પલળતો બચાવી શકતા નથી.

જો તમે 30 હજાર રૂપિયાનો કોઇ સ્માર્ટફોન ખરીદી રહ્યાં છો અને અચાનક પાણીના કારણે તે ખરાબ થઇ જાય તો તમે શું કરશો. તેના માટે આસાન ઉપાય છે, વોટરપ્રૂફ ફોન, માર્કેટમાં આજકાલ ઘણા વોટરપ્રૂફ સ્માર્ટફોન ઉપલબ્ધ છે અને ઘણી કંપનીઓ નવા ફોન લોન્ચ કરી રહ્યાં છે, જેમાં વોટરપ્રૂફ સપોર્ટ આપવામાં આવ્યા છે.

તેમાં સોની સૌથી આગળ છે, જેણે સોની ઝેડ અને સોની ઝેડ આર વોટરપ્રૂફ સ્માર્ટફોન બહાર પાડ્યા છે. તો સેમસંગે ગેલેક્સી એક્ટિવ એસ 4માં એક્વામોડ ફીચરની મદદથી પાણીની અંદર પણ ફોટો ખેંચી શકાય તેવી સુવિધા પૂરી પાડી છે. તો ચાલો માર્કેટમાં આવેલા અને આવનારા કેટલાક નવા વોટરપ્રૂફ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચરો અંગે.

સેમસંગ ગેલેક્સી એસ 4 એક્ટિવ

સેમસંગ ગેલેક્સી એસ 4 એક્ટિવ

ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2.2 જેલી બીન ઓએસ
સ્ક્રિનઃ- 5 ઇંચ ટીએફટી 1920X1080 પિક્સલ રેઝોલ્યુશન એલસીડી સ્ક્રિન
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ કેમેરા, 2 મેગાપિક્સલ કેમેરા, વીડિયો કોલિંગ
સપોર્ટઃ- લીડ લાઇટ સપોર્ટ,
એક્સ્ટ્રાઃ- પાણીમાં પણ ખેંચી શકાય છે ફોટો

સેમસંગ ગેલેક્સી એક્સકવર 2

સેમસંગ ગેલેક્સી એક્સકવર 2

સ્ક્રિનઃ- 4 ઇંચ ટીએફટી સ્ક્રિન ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી મેમરી સપોર્ટ, 32 જીબી એક્સપેન્ડેબલ મેમરી
બેટરીઃ- 1700 એમએચ બેટરી
એક્સ્ટ્રાઃ- 1 મીટર વોટર રજિસ્ટેન્ટ

એચટીસી બટરફ્લાઇ

એચટીસી બટરફ્લાઇ

સ્ક્રિનઃ- 5 ઇંચ સુપરએલસીડી 3 ટચ સ્ક્રિન
ઓએસઃ- એન્ડ્રોઇડ જેલીબીન 4.1 ક્વોલકોમ એસ3 ક્વોડકોર
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ પ્રોસેસર
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રિયર કેમેરા, 2.1 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
મેમરીઃ- 16 જીબી મેમરી, 32 જીબી એક્સપેન્ડેબલ મેમરી
બેટરીઃ- 2020 એલઆઇ પોલિમર બેટરી

સોની એક્સપીરિયા ઝેડ

સોની એક્સપીરિયા ઝેડ

સ્ક્રિનઃ- 5 ઇંચ એચડી ડિસ્પ્લે 1920 x1080 રિઝોલ્યુશન સપોર્ટ
ઓએસઃ- 4.1.2. ક્વોલકોમ સ્નૈપડ્રેગન ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 13.1 મેગાપિક્સલ કેમેરા, 3.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનેલ મેમરી
બેટરીઃ- 2330 એમએએચ લિયોન બેટરી

સોની એક્સપીરિયા ઝેડ આર

સોની એક્સપીરિયા ઝેડ આર

સ્ક્રિનઃ- 4.6 ઇંચ એચડી સ્ક્રિન 720x1280 રિઝોલ્યુશન સપોર્ટ
ઓએસઃ- 4.1 ક્વોલકોમ સ્નૈપડ્રૈગન ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી એક્સપેન્ડેબલ મેમરી, 32 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
કેમેરાઃ- 13 મેગાપિક્સલ ફાસ્ટ કેપ્ચરિંગ કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

English summary
top 5 latest waterproof smartphones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X