For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 રસપ્રદ રીત, શાકભાજીને યમ્મી રીતે રોજિંદા ખોરાકમાં લેવા માટે

|
Google Oneindia Gujarati News

બધાને ખબર જ છે કે લીલા શાકભાજી છે સ્વાસ્થવર્ધક. વધુમાં શાકાહારીઓ માટે વિટામિન, ફોલિક એસિડ, પોટેશ્યિમ જેવા ગુણકારી તત્વો મેળવવાનું એકમાત્ર સ્ત્રોત પણ આ શાકભાજી જ છે.

પણ તેમ છતાં આપણને અમુક શાકભાજી ખાવાની વાત આવે ત્યારે મોઢા ચઢે. વધુમાં બાળકોને શાકભાજી ખવડાવા તો એક માથાનો દુખાવો જ હોય છે.

ત્યારે આજે અમે તમારી મદદ કરીશું શાકભાજીને યમ્મી રીતે રોજિંદા ખોરાકમાં સામેલ કરવા માટે. આજે અમે તમને તેવી 10 રીતો બતાવીશું જેનાથી તમે શાકભાજીને સરળતાથી તમારા ખોરાકમાં સામેલ કરી શકો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

બ્રેકફાસ્ટ

બ્રેકફાસ્ટ

જો તમને ઇંડા પસંદ હોય તો ઇંડા નહીં તો ચણાના લોટમાં જીણાં સમારેલા ટમેટા, ડુંગળી, ફણસીને મરચાને નાંખી એક ગોળ બનાવો. અને આ ગોળના પુડલાં બનાવી બ્રેક ફાસ્ટમાં લો. વધુમાં તમે મગની દાળ કે ઓટમાં પણ આ મુજબ વેજીટેબલ નાંખી પુડલા બનાવી શકો છો.

સલાડ

સલાડ

રોજ ખાવા પહેલા સલાડ ખાવ. જેમાં તમે તમારા મનગમતા ફળો, નાના ટામેટા, રંગબેરંગી કેપ્સીકમ, ગાજર, સૂવાની ભાજી, કોથમીર, લીબુંનો રસ નાખી ખાઇ શકો છો. તેનાથી તમે ફીટ અને હેલ્થી જરૂરથી રહેશો.

સુપ

સુપ

બપોરના ભોજન પહેલા કે સાંજે 4 વાગ્યાની આસપાસ ટામેટા, ગાજરને કાપી તેને એક સીટીમાં બાફી દો. ત્યારબાદ તેને પાણીમાં નાંખી મીઠું નાંખી થોડું ઉકાળો. ઉપરથી તલ, મરીનો વધાર કરો.

તમારા ફ્રીઝને ઓર્ગનાઇઝ કરો

તમારા ફ્રીઝને ઓર્ગનાઇઝ કરો

તમારા ફ્રીઝમાં સામાન્ય રીતે તમે શાકભાજી અને ફળો નીચે રાખો છો. તો શાકભાજી વધુ ખાવા માટે ફ્રીઝના ઉપરના ભાગમાં ફળો, ટામેટા, કાકડી, બ્રોકલી જેવા શાકભાજીને મૂકો જે તમને યાદ કરાવશે કે તમારે હેલ્થી ફૂડ ખાવાનું છે.

પત્તા વાળા શાકભાજી

પત્તા વાળા શાકભાજી

કોબીજી, બ્રોકલી, પાલક જેવા પત્તા વાળા શાકભાજીમાં પ્રોટિન અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. તેને યોગ્ય રીતે સાફ કરી તેનો સલાડમાં ખાસ ઉપયોગ કરો. અથવા તો તેને પ્યૂરી બનાવી સૂપ કે શાકમાં નાખી ખાવ.

સોસ

સોસ

કૂક કરેલા વેજીટેબલનો સરળતાથી સોસ બની શકે છે. અને આ સોસનો તમે પિઝા, પાસ્તામાં ઉપયોગ કરી શકો છો. એક વાર બનાવ્યા બાદ તેને 3-4 દિવસ ફ્રિઝમાં રાખી અન્ય ડિસમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.

કરી

કરી

તમારા રોજિંદી શાકભાજીમાં નીતનવા અખતરા કરો. જેમ કે પાલક અને મટરનું શાક, કે પછી બીટરૂટના પરોઠા. આવી યુનિક રેસિપી દ્વારા શાકભાજીનો વધુ ઉપયોગ કરો.

સ્મૂધી શેક

સ્મૂધી શેક

આજકાલ ઓનલાઇન બાળકો અને મોટા માટે અનેક યમ્મી ડિલિસિયસ સ્મૂધી અને શરબત બનાવાની રેસિપી મળે છે. ટ્રાય કરો અને આ રીતે શાકભાજીને તમારા ખોરાકમાં એડ કરો.

માંસાહારી

માંસાહારી

જે લોકો માંસાહાર પસંદ કરતા હોય તેમણે પણ અઠવાડિયામાં એક વાર ખાલી શાકાહારી ભોજન ખાવુંનું નક્કી કરવું જોઇએ. જેના કારણે તેમના શરીરમાં બધા જ વિટામિનનો તાલમેલ યોગ્ય રીતે બની રહે.

વિદેશી વેજીસ

વિદેશી વેજીસ

બોક ચોય, એશિયન કેબેજ જેવા કેટલાક વિદેશી શાકભાજીઓ પણ આજકાલ બજારો મળે છે. નેટ પરથી તેની રેસિપી શીખી આ શાકભાજીને પણ પોતાના ખોરાકમાં લો.

English summary
Every vegetable you consume contributes to a healthy lifestyle. Veggies should be an integral part of your daily diet as they provide a source of vitamins and nutrients. Potassium, fiber, folate (folic acid) and vitamins A, E and C can be obtained only through vegetables.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X