For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા સ્વાસ્થ્ય માટે તમારે આ 20 ગંદી આદતો છોડવી જ રહી!

|
Google Oneindia Gujarati News

દરેકના જીવનમાં કોઇને કોઇ લાલચ ચોક્કસ હોય છે. કેટલીક લાલચ તમને ફાયદો કરાવી શકે છે અને જીવનમાં સારા પરિણામ આપી શકે છે. પરંતુ કેટલીક લાલચ આપના માટે અથવા બીજાના માટે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. લાલચ અલગ - અલગ પ્રકારની હોય છે. દારુ પીવું, ધુમ્રપાન કરવું વગેરે વગેરે ખરાબ આદતો ખરાબ લાલચના ઉદાહરણ છે.

જો આપ ક્યારેય પણ કોઇ પણ સેલિબ્રેશન કરો છો તો તેને ધુમ્રપાન વગર એરેન્જ કરાવો. પાર્ટીમાં ધુમ્રપાનની વ્યવસ્થા કરવી દરેકને માટે હાનિકારક હોય છે. યાદ રાખો કે પાર્ટીમાં કોઇ પણ સ્મોકિંગ જોન ના બનાવડાવો, જેથી લોકો સ્મોક કરવાથી કતરાય. અત્રે ઘણી ખરાબ આદતો અંગે બતાવવામાં આવ્યું છે જેને બાદ કરતા આપ સ્વસ્થ જીવન જીવી શકો છો.

દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તે શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે, અને જો તે આવું કરવામાં સફળ રહેશે તો તે તેના પરિવારની પણ સ્વસ્થતાથી જાળવણી કરી શકશે. એટલે કે જો તમે સ્વસ્થ રહેશો તો તમારા પરિવારનું સ્વાસ્થ્ય જાળવી શકશો. So just take care of your...

તમારા જીવનની આ 20 ગંદી આદતો છોડો અને રહો સ્વસ્થ....

habit

ધુમ્રપાન કરવુ અને અન્યોને કરાવવું

ધુમ્રપાન કરવુ અને અન્યોને કરાવવું

ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. દિવસમાં એકવાર પણ સિગરેટનું સેવન કરવાથી શરીરમાં લોહી જામી જવાનો ભય રહે છે, જેનાથી લોહીનો પ્રવાહ અટકે છે. ધમનિયો અને રક્તવાહિકાઓમાં પ્લોક બની જાય છે અને ઘણી બિમારીઓ શરિરમાં પેદા થઇ શકે છે.

એકથી વધારે સેક્સપાર્ટનર હોવા

એકથી વધારે સેક્સપાર્ટનર હોવા

કોઇ એક જ પાર્ટનરની સાથે સેક્સ કરવું શાનદાર અને સ્વાસ્થ્યવર્ધક હોય છે પરંતુ ઘણાબધા પાર્ટનરોની સાથે સેક્સ કરવું માત્ર આપને બિમાર કરીને ખૂબ જ બધી દવાઓ ભેગા કરી દેશે. સેક્સ હંમેશા એક જ વ્યક્તિની સાથે કરો, જેની પર આપને વિશ્વાસ હોય કે તે આપની સાથે સંપૂર્ણ સુરક્ષિત સેક્સ સંબંધ સ્થાપશે.

દાંતોને સાફ કર્યા વગર ઊંઘવું

દાંતોને સાફ કર્યા વગર ઊંઘવું

લગભગ આ ખરાબ આદત આપણને સૌને હોય છે. રાતના સમયે દાંતોને સાફ કરવા આપણામાંથ કોઇને પણ સારું નથી લાગતું. પરંતુ એ ખૂબ જ નુકસાન કારક સાબિત થઇ શકે છે. પોતાના દાંતોને રાત્રીનું વાળુ લીધા બાદ સારી રીતે સાફ કરીને ઊંઘવું જોઇએ. એનાથી દાંતોમાં કિટક નથી લાગતા અને દાંતોમાં દિવસભર ખાવાનું આરોગ્યા બાદ સડન પણ નથી થતી. દાંતોને વગર સાફ કર્યે ઊંઘવાની આદતને સુધારો.

પોતાના ગાલોને વારંવાર અડકવું

પોતાના ગાલોને વારંવાર અડકવું

ઘણા લોકો વારંવાર પોતાની સ્કીનને અડતા હોય છે, અને તેઓ વારંવાર એવું ચેક કરતા રહે છે કે કોઇ ખીલ તો નથી થયા ને. આવા લોકોની ત્વચામાં સંક્રમણ ફેલાવાનો ભય પણ રહે છે. પોતાની ત્વચાને વારંવાર અડવાથી સુવાળી ત્વચા પર અસર પડે છે. આવું કરવા કરતા પોતાના ચહેરાને પાણીથી ધોઇ લો અને ચહેરાને હળવા હાથથી સાફ કરી લો.

ડ્રિંક કરવું

ડ્રિંક કરવું

હંમેશા ટૂન થઇને ડ્રિંક કરવાની આદતથી ઘણા પ્રકારની સમસ્યાઓ શરીરમાં ઉત્પન્ન થઇ શકે છે, જેમ કે વજનમાં વધારો થવો, ચક્કર આવવા, થાક લાગવો વગરે. જો આપ આ તમામ સમસ્યાઓથી દૂર રહેવા માંગતા હોવ તો આ દારુ પીવાની ખરાબ આદતને છોડી દો અને સ્વસ્થ રહો.

ભોજનમાં ઝંકફૂડ ખાવું

ભોજનમાં ઝંકફૂડ ખાવું

અઠવાડીયામાં એકવાર ઝંકફૂડ઼નું સેવન કરવાથી તમારામાં મેદસ્વીપણું નહીં આવે પરંતુ દરરોજ ઝંકફૂડનું સેવન કરવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન થશે. ઝંકફૂડમાં ચરબીની માત્રા વધારે હોય છે. જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે અને વ્યક્તિ મેદસ્વી બની જાય છે.

હંમેશા ટેલિવિઝન જોયા કરવું

હંમેશા ટેલિવિઝન જોયા કરવું

ટીવીની સામે હંમેશા ચોટી રહેવું અને કલાકો સુધી પ્રોગ્રામ જોયા કરવું એ આંખો અને દિલ બંને માટે હાનિકારક હોય છે. વધારે ટીવી જોવાના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને મેદસ્વીતાનો ભય વધી જાય છે. જો આપ દિવસનો મોટાભાગનો સમય ટીવી જોવામાં વિતાવો છો તો એ તમારા શરીરમાં ગડબડ પેદા કરી શકે છે. સાથે સાથે શરીરમાં ચરબી અને સુગરનું પ્રમાણ વધી શકે છે.

મોડા ઊંઘવું

મોડા ઊંઘવું

આપણામાંથી કોઇએ ક્યારેક પરીક્ષાના દિવસોમાં આખી રાત અથવા મોડી રાત સુધી વાંચવાની પ્રક્રિયા કરી હશે. પરંતુ જો આ આપની રોજની દિનચર્યા હશે તો એ આપના માટે ઘાતક છે. જો આપ હંમેશા 7થી 8 કલાકની ઊંઘ લેતા હોવ તો આપના શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર નકારાત્કમ અસર પડી શકે છે, બોડીની પ્રોસેસ બગડી જશે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. માટે આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

દરેક સમયે ગીતો સાંભળવા

દરેક સમયે ગીતો સાંભળવા

સંગીત આપણને સૌને પસંદ હોય છે. આપણે હંમેશા ટાઇમ પાસ કરવા માટે ગીતો સાંભળીએ છીએ. આપણે મુસાફરી કરી રહ્યા હોઇએ કે પછી કોઇ કામ કરવા જઇ રહ્યા હોય. પરંતુ આપ આખો દિવસ કાનમાં હેડફોન અથવા લીડ લગાવીને ગીતો સાંભળો છો તો આપના કાનના પર્દા પર નકારાત્મક અસર પડશે. તમારી આ ખરાબ આદતને ઓછી કરો અથવા છોડી દો.

હીલ્સ પહેરવા

હીલ્સ પહેરવા

જો મહિલાઓ રોજેરોજ હીલ્સ પહેરે છે તો તે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની સાથે રમી રહી છે. હીલ્સ, શરીરના સંતુલનને બગાડી નાખે છે. હાઇ હીલ્સ પહેરવાથી બોડીના પોશ્ચર પર નેગેટિવ અસર પડે છે, આનાથી આર્થરાઇટિસ, કમરમાં દુ:ખાવો અને ઢીંચણમાં દુ:ખાવાની સમસ્યા સર્જાય છે. ઘણી વખત હીલ્સના કારણે ઇજા પણ પહોંચી શકે છે. માટે રોજિંદા જીવનમાં ફ્લેટ ચપ્પલ પહેરવા જ હિતાવહ છે.

હંમેશા કંઇકને કંઇક ખાતા રહેવું

હંમેશા કંઇકને કંઇક ખાતા રહેવું

આપણામાંથી ઘણા લોકોને દરેક સમયે કંઇકને કંઇક ખાવાની આદત હોય છે. જો આપ નિયમિત રીતે ખાવાનું ખાવા ઉપરાંત જો ફાલતું પણ ખાવાના આદી હોવ તો આ આદત ને છોડી દો. આનાથી તમારામાં મેદસ્વીતાપણું આવી શકે છે અને તમારા શરીરમાં બિમારીઓ આવી જશે. આના કારણે મધુમેહ, હાર્ટની બિમારી, અમ્લતા અને ક્રોનિક ડિસીઝ થવાનો ભય રહે છે.

દરોજ કોઇને કોઇ મેડિસીન લેવી

દરોજ કોઇને કોઇ મેડિસીન લેવી

જો આપ દરેક દિવસે કોઇને કોઇ મેડિસીન આરોગો છો જેમ કે માથાના દુ:ખાવાની ગોળી, પીરિયડ્સ દુ:ખાવાની ગોળી, પેટના દુ:ખાવાની ગોળી લેવી એ આપના માટે નુકસાનદાયક છે. આને રોકવાની જરૂરિયાત છે. શરીરને સ્વસ્થ રાખવા માટે સતત દવાઓનું સેવન કરવું આપને તેના આધિન બનાવી દે છે. જેના કારણે શરીરમાં ઘણા વિકાર પેદા થઇ શકે છે. જે ખૂબ જ હાનિકારક આદત છે. માટે કોઇપણ દવાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો અને બાદમાં જ દવાનું સેવન કરો.

બ્રેકફાસ્ટ ના કરવું

બ્રેકફાસ્ટ ના કરવું

ઘણા લોકો કામકાજમાં એટલા બધા વ્યસ્ત થઇ જાય છે કે તેમને બ્રેકફાસ્ટ કરવાનો કોઇ સમય જ નથી રહેતો. બ્રેકફાસ્ટ આખા દિવસ માટેની ઉર્જા પૂરી પાડે છે. શરીરમાં સવારે સવારે ઉર્જા મળવી સિસ્ટમને બનાવી રાખે છે. જો આપ સવારના નાસ્તામાં માત્ર એક કપ ચા અને ટોસ્ટનું સેવન કરો છો તો પણ તમે અસ્વાસ્થ્યકર જીવન તરફ જઇ રહ્યા છો. આનાથી આપનું પાચનતંત્ર પ્રભાવિત થશે. આ ઉપરાંત આપના શરીરની ઉર્જા ભંડારને પણ નુકસાન પહોંચશે અને મેટાબોલિજ્મ સિસ્ટમ પર નકારાત્મક અસર પડશે.

વર્કઆઉથી બચવું

વર્કઆઉથી બચવું

રોજે રોજ એક્સર્સાઇઝ કરી બાદમાં અચાનકથી વચ્ચે વચ્ચે ગેપ આપવો અને વર્કાઉટ નહીં કરવો એ ખોડી આદત છે. આનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઘર કરી જાય છે. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વ્યાયામ, કસરત અને મેડીટેશન કરવું ક્યારેય ના છોડો.

મીઠાઇ ખાવાના શોખીન

મીઠાઇ ખાવાના શોખીન

દરરોજ ખૂબ જ માત્રામાં મીઠાઇ આરોગવી, એ પણ શરીરમાં સુગરની માત્રાને વધારે દે છે. આના કારણે શરીરમાં ઇન્સ્યુલિનના ઓવર પ્રોડક્શનના કારણે ભૂખ મરી જાય છે. માટે વધારે મીઠાઇ ખાવી હિતાવહ નથી.

એકલામાં રહેવું

એકલામાં રહેવું

ઘણા લોકોને હંમેશા એકલામાં રહેવાની આદત હોય છે. તેમને લોકો સાથે હળવું-મળવું અને વાત કરવું બિલકૂલ પસંદ નથી હોતું. આ પ્રકારના વલણના કારણે સામાજિક લાઇફ ખરાબ થઇ જાય છે. એકલતાપણું દિમાગ માટે ઘાતક હોય છે.

વધારે કોફીનું સેવન કરવું

વધારે કોફીનું સેવન કરવું

દિવસમાં વધારે કોફીનું સેવન કરવું શરીર માટે નુકસાનકારક હોય છે. આનાથી શરીરમાં ઘણી બિમારીઓ પેદા થાય છે. આ ઉપરાંત આપ જો કોફીમાં વ્હીપ્ડ ક્રીમ વગેરેનો ઉપયોગ કરો છો તો શરીમાં એક્સ્ટ્રા કેલરી પણ વધી જાય છે.

ઉતાવળમાં જમવું

ઉતાવળમાં જમવું

ઘણા લોકોને ફટાફટ ભોજન કરવાની આદત હોય છે. એવું લાગે છે કે તેમને કોઇ જરૂરી કામ હોય. ઉતાવળીએ જમવાના ચક્કરમાં તેઓ કોળીયાને બરાબર ચાવતા નથી જેના કારણે પેટમાં ભોજન પચતું નથી. આ પ્રક્રિયામાં સૌથી વધારે નુકસાન પાચનતંત્રને થાય છે. ક્યારેક પેટ પર સોઝો પણ આવી જાય છે.

માંસ ખાવા માટે હંમેશા તત્પર

માંસ ખાવા માટે હંમેશા તત્પર

દરેક સમયે માંસ ખાવાની તત્પરતા શરીરને નુકસાન પહોંચાડે છે. જો આપ એક અઠવાડિયામાં મર્યાદા કરતા વધારે માંસનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધી જાય છે, મીટમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેના કારણે શરીરમાં કોલેસ્ટોરોલ વધી જાય છે અને હાર્ટ સાથે જોડાયેલી બીમારી થવાની શક્યતા રહે છે. ઘણી વખત કોલેસ્ટેરોલ કેંસર થવાનો ભય પણ રહેલો છે.

પોતાના વજનની તપાસ દરરોજ કરવી

પોતાના વજનની તપાસ દરરોજ કરવી

ક્યાંક હું જાડી કે જાડો તો નથી થઇ રહ્યો ને? એવા પ્રશ્નનો જવાબ મેળવા માટે દરરોજ પોતાનું વજન કરવું અને ખાવાપીવામાં કાપ મૂકવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. વજનની મહીનામાં એક જ વાર તપાસ કરાવો. પ્રોપર ડાયટ લો. વારંવાર વજન કરાવવાથી તમે માત્ર પરેશાન થશો.

English summary
Temptations are of different kind. Alcohol, Smoking are some examples for bad temptations. Here is the list of some temptaions which should be avoided for a healthy life because they are creating serious problems for your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X