For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ કેવી રીતે તણાવના કારણે વધે છે મેદસ્વીપણું!

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] આજકાલના સમયમાં બાળક હોય કે વૃદ્ધ, તણાવ તમામને રહે છે. તેનાથી બચવું ઘણું મુશ્કેલ છે પરંતુ કુલ પર્સનાલિટી માટે આ કામ ખૂબ જ મુશ્કેલ પણ નથી. તણાવના કારણે માનસિક જ નહીં પરંતુ શારીરિક નુકસાન પણ થાય છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે તણાવના કારણે આપનું વજન વધી શકે છે. આપ તણાવમાં છો અને કેટલાંક સમય બાદ આપને લાગશે કે આપનું શરીર એકદમથી જાડુ થઇ ગયું છે, આપને જુના કપડા ફીટ નથી થઇ રહ્યા આ તમામ સમસ્યાઓ આપને સતાવા લાગશે.

તો આવો જાણીએ કે કઇ રીતે તણાવ આપની જાડાઇનું કારણ બને છે....

હાઇ કેલરીયુક્ત ખોરાક

હાઇ કેલરીયુક્ત ખોરાક

તણાવ દરમિયાન આપને ધ્યાન નથી રહેતું અને આપ હાઇ કેલરીની ચીજો પણ ધડાધડ ખાવા લાગો છો. પરંતુ આપ વર્કઆઉટ નથી કરતા જેના કારણે આપનું શરીર વધતું જાય છે.

ખાવાનું ના ખાવું

ખાવાનું ના ખાવું

તણાવ દરમિયાન દિમાગ એટલું વ્યાકુળ રહે છે કે ઘણી વાર આપ યોગ્ય સમયે ભોજન કરવાનું જ ભૂલી જાવ છો. જેનાથી બોડીની મેટાબોલિક પ્રક્રિયામાં અડચણ ઊભી થાય છે. આમ પણ ખાવાનું ના ખાવાથી ક્યારેય પણ મેદસ્વીપણું ઓછું નથી થતું, તેના માટે વર્કઆઉટ કરવું પડે છે.

જ્યારે જુઓ ત્યારે કંઇકને કંઇક ચાવતા રહેવું

જ્યારે જુઓ ત્યારે કંઇકને કંઇક ચાવતા રહેવું

તણાવ દરમિયાન વ્યક્તિ દરેક સમયે કંઇકને કંઇક ચ્યુંઇંગ કરતો રહે છે, જેનાથી તેને કંઇક રાહત લાગે છે. પરંતુ આ ચક્કરમાં તે કેટલી કેલરી લઇ લે છે તેનો અંદાજો પણ તેને નથી લાગતો. આ કારણે જ, વજન વધી જાય છે.

ઊંઘ ના આવવી

ઊંઘ ના આવવી

તણાવ દરમિયાન ઊંઘ ખૂબ જ ઓછી આવે છે. જેનાથી બાયોમેટ્રિક ચક્ર થોડુ ડિસ્ટર્બ થઇ જાય છે અને ઊંઘમાં સતત ખલેલ પેદા થાય છે. એવામાં વ્યક્તિ કંઇકને કંઇ ખાતો રહે છે. અને તેની પાચન ક્રિયા યોગ્ય રીતે નથી થઇ શકતી, પછી શું વજન વધી જાય છે.

કેફી, સિગરેટ અને દારૂનો નશો

કેફી, સિગરેટ અને દારૂનો નશો

તણાવ દરમિયાન કોઇપણને આ ત્રણેય વસ્તુની લત લાગી જાય છે. પરંતુ તેના સેવનથી શરીરમાં કોરટીસોલનું સ્તર વધી જાય છે અને બોડીનું ફેટ બર્ન થઇ શકતું નથી જેટલું થવું જોઇએ.

તણાવ હોરમોન્સનું નિકળવું

તણાવ હોરમોન્સનું નિકળવું

તણાવ દરમિયાન એડ્રેનલ ગ્લેંડ એક હોરમોન્સને સ્ત્રાવિત કરે છે જેને કાર્ટિસોલ કહે છે. આ હારમોન્સમાં એવા ગુણ હોય છે કે તણાવની તીવ્રતા વધી જાય છે. આ હોરમોન્સના ફેટના સ્તરમાં વધારો થાય છે.

આંતરડાની ચરબીમાં વધારો

આંતરડાની ચરબીમાં વધારો

તણાવના કારણે આંતરડાની ચરબી વધી જાય છે જે પેટના નીચલા ભાગમાં વધેલી લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિમાં 1થી 10 ટકા આંતરડાની ચરબી હોય છે પરંતુ તણાવગ્રસ્ત વ્યક્તિમાં તેની ટકાવારી વધારે હોય છે.

English summary
Stress is the most common menace faced by people in today’s fast paced world. Weight gain due to stress is one of the most difficult causes to curb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X