For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેમને વધારે ઊંઘવાની આદત છે, તેમણે તૈયાર રહે આ બીમારીઓ માટે!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] વધારે ઊંઘવું અથવા ઓવરસ્લીપિંગ શું છે? રિસર્ચ અનુસાર, એ કહેવામાં આવ્યું છે કે પુખ્તવયના લોકોએ દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ ચોક્કસ લેવી જોઇએ. આખી ઊંઘ લેવાથી શરીરમાં ઘણા રોગ નથી થતા અને શારીરિક પ્રક્રિયા પણ સુચારુ રીતે ચાલતી રહે છે.

આની સાથે, રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે વધારે ઊંઘવાથી સમસ્યાઓ પણ થાય છે. જેમ કે ડાયાબીટીસ, મેદસ્વીપણુ, હૃદય સંબંધી બીમારીઓ વગેરે..

જો કોઇ પણ વ્યક્તિ 8 કલાકથી વધારે ઊંઘ લે છે તો તેને સલાય છે કે આટલું બધું ઊંઘવું તેમના સ્વાસ્થ્ય માટે સારુ નથી. વધારે ઊંઘવાથી થનારી બીમારીઓ અને અને અન્ય આડઅસરથી આપને અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

મેદસ્વીપણુ

મેદસ્વીપણુ

જે લોકો આઠ કલાક કરતા વધારે ઊંઘ લે છે તેમના શારીરિક વજનમાં 25 ટકાનો વધારો થાય છે. એવામાં વજન ઘટાડવાની કોશીશમાં લાગેલા લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂરીયાત છે.

કમરનો દુ:ખાવો

કમરનો દુ:ખાવો

વધારે ઊંઘવાથી આપની કમર લાંબા સમય સુધી સીધી રહે છે અને આ કારણે જ દુ:ખાવો થવા લાગે છે. તેનાથી કરોડરજ્જુ પર ખરાબ અસર પડે છે.

માથાનો દુ:ખાવો

માથાનો દુ:ખાવો

લિમિટથી વધારે ઊંઘવાના કારણે માથાનો દુ:ખાવો થવો સામાન્ય વાત છે. જો આપ ઊંઘ્યા પછી પણ માથાનો દુ:ખાવાની ફરિયાદ કરો છો તો સમજી લો કે આપને હેડેક, વધારે ઊંઘવાના કારણે થાય છે, નહીં કે કોઇ તણાવના કારણે.

ડિપ્રેશન

ડિપ્રેશન

વધારે ઊંઘવાથી આપ દિવસ પરના કામોમાં સામજસ્ય નથી બેસાડી શકતા અને તે કારણે આપની દિનચર્યા બગડી જાય છે, જેના કારણે આપ ડિપ્રેશન હોવાના ચાંસીસ વધી જાય છે. જો આપને ડિપ્રેશન જેવું અનુભવાય તો દૈનિક કાર્યોમાં ખુદને વ્યસ્ત રાખો.

હૃદય માટે ખરાબ

હૃદય માટે ખરાબ

વધારે ઊંઘ લેવાથી હૃદયને લગતી ઘણી બીમારી થઇ શકે છે. એક સર્વે અનુસાર, જે લોકો 8 કલાકથી વધારે ઊંઘે છે, તેમના શરીરમાં કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનો ભય વધી જાય છે.

અલ્ઝાઇમર

અલ્ઝાઇમર

વધારે ઊંઘવાથી સ્મરણ શક્તિ ઓછી થાય છે અને અલ્ઝાઇમરની ફરિયાદ થઇ જાય છે. જે વૃદ્ધાવસ્તાનો સંકેત છે. દિવસમાં આરામ કરવો અલગ વાત છે પરંતુ સમય કરતા વધારે ઊંઘવું એ ખોટી વાત છે.

ગર્ભ ધારણ કરવામાં સમસ્યા

ગર્ભ ધારણ કરવામાં સમસ્યા

જો આપ માતા બનવા ઇચ્છતી હોવ તો દિવસના સમયે વધારે ઊંઘવું નહીં. શોધ અનુસાર, જે મહિલાઓ 9થી 10 કલાક ઊંઘે છે, તેઓ ઓછું કન્સીવ કરી શકે છે.

ડાયાબીડીસ

ડાયાબીડીસ

વધારે ઊંઘવાથી સૌથી વધારે ખતરો ડાયાબીટીસ થવાનો રહે છે કારણ કે શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ અસંતુલીત થઇ જાય છે.

English summary
Research also shows that when you oversleep you are putting yourself to a much higher risk. Take a look at the risks you put yourself through.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X