For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: પરસેવામાંથી કેમ આવે છે દુર્ગંધ

|
Google Oneindia Gujarati News

ઘણાં લોકોના શરીરમાંથી પરસેવાની ખુબ જ ગંદી વાસ મારતી હોય છે. શું તમે જાણો છો કે પરસેવામાંથી દુર્ગંધ કેમ આવે છે? આપને જણાવી દઈએ કે પરસેવાની ગંધ આપોઆપ નથી આવતી પણ ઘણાં કારણો હોય છે.

એક્સપર્ટના જણાવ્યા મુજબ જ્યારે શરીર પરના બેક્ટેરીયા પરસેવાના સંપર્કમાં આવે છે, ત્યારે ખુબ જ ગંદી વાસ મારે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી હોવી, પરસેવામાંથી દુર્ગંધનું સૌથી સામાન્ય કારણ છે.

જો શરીર ડીહાઈડ્રેટ છે તો ચામડી પર થતા પરસેવામાંથી દુર્ગંધ આવશે. આવી જ રીતે અનેક એવા કારણો છે કે જેના કારણે શરીરમાંથી પરસેવાની વાસ આવે છે. આવો જાણીએ તે કારણોને.....

તણાવ

તણાવ

જ્યારે શરીરમાં તણાવની પરિસ્થિતિ હોય છે, ત્યારે શરીરમાં ખુબ જ પરસેવો થાય છે. તણાવની પરિસ્થિતિમાં શરીરમાંથી એક પ્રકારનું હોર્મોન રિલીઝ થાય છે જે કપડા સાથે મળીને પરસેવામાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે.

કપડા

કપડા

જો તમને વધુ પડતો પરસેવો થતો હોય તો પોલીયેસ્ટરના કપડા ન પહેરવા તમારા માટે હિતાવહ છે.

પરફ્યુમ

પરફ્યુમ

કેટલાક પરફ્યુમમાં એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મો નથી હોતા. તેવામાં આ પ્રકારના પરફ્યુમ્સના કારણે બેક્ટેરીયલ ગ્રોથ શરૂ થઈ જાય છે અને શરીરમાંથી દુર્ગંધ આવવાની શરૂ થાય છે.

દવાઓ

દવાઓ

જો તમે નિયમીત રીતે દવાઓનું સેવન કરતા હોવ, તો દવાઓમાં જે તત્વો હોય છે તેના કારણે પણ શરીરમાંથી વાસ આવે છે.

પોષણનો અભાવ

પોષણનો અભાવ

ક્યારેક શરીરમાં પોષણના અભાવે પણ પરસેવામાં દુર્ગંધ આવે છે. જો આપના શરીરમાં મેગ્નેશિયમ ઓછા પ્રમાણમાં હોય તો પણ વાસ આવી શકે છે.

લો કાર્બ ડાયેટ

લો કાર્બ ડાયેટ

જો શરીરમાં કાર્બ ડાયેટનો અભાવ હોય તો પણ પરસેવાની વાસ આવતી હોય છે. આહારમાં કાર્બ વાળા પદાર્થો લેવા જોઈએ.

ગળપણ ખાવાના કારણે

ગળપણ ખાવાના કારણે

જ્યારે તમે વધુ પડતુ ગળ્યું ખાવાનું ખાવ છો ત્યારે પણ પરસેવામાંથી ગંધ મારતી હોય છે. ગળપણ શરીરમાં yestની માત્રાને વધારે છે અને ખાંડને લીકરની વાસમાં પરિવર્તિત કરે છે.

શૌચ ક્રિયાની આદત

શૌચ ક્રિયાની આદત

શોધ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે નિયમીત ક્રિયાઓને વધુ સમય સુધી રોકી રાખવામાં આવે ત્યારે પણ તેની અસર પરસેવા પર થતી હોય છે.

English summary
Boldsky answers some of the reasons why your sweat smells the way it does, take a look at them and find a solution to this problem.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X