For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગયું છે ચોમાસુ, આ જીવલેણ રોગોથી થઇ જાવ સાવધાન

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] વરસાદની સિઝનમાં હંમેશા પાણીજન્ય રોગો ફેલાતા હોય છે, જેને ટાયફોઇડ, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા રોગો થાય છે. એ પણ ભય બની રહે છે કે શ્વાસ સંબંધી સમસ્યાઓ વિકટરૂપ ધારણ કરી લે. જોકે હવામાં ઘણી બધી નમી હોય છે એટલા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.

હવામાનમાં પરિવર્તનના કારણે લોકો વાયરલ ફીવરના પણ શિકાર થઇ જાય છે. આપ જે ભોજન કરો છો અને જે પાણી પીવો છો, તે અંગે ખૂબ જ સાવધાન રહો. ઘરની બહાર કંઇક ખાવું, ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, બિલકૂલ ખાવા જોઇએ નહીં. આવો જાણીએ કે ચોમાસાની ઋતુમાં કયા કયા રોગો થાય છે અને તેના લક્ષણો શું છે.

મલેરિયા

મલેરિયા

મલેરિયા એક ખતરનાખ સંક્રમણ રોગ છે જે પ્રોટોઝોઆ એનોફિલેઝ માદા મચ્છર દ્વારા ફેલાય છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે.

લક્ષણ

લક્ષણ

તાવ, શરદી, ઉપકા, આખા શરીરમાં દુ:ખાવો વગેરે જેવા તેના લક્ષણો છે. અને ગંભીર મામલામાં દર્દી બેભાન પણ થઇ જાય છે અને તેનું મોત પણ થઇ શકે છે.

કોલેરા

કોલેરા

કોલેરા એક પ્રકારનો સંક્રમક રોગ છે, જે વરસાદની ઋતુમાં ઝડપથી ફેલાય છે. કોલેરા વિબ્રિઓ કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. ખરાબ ખોરાક અને ગંદુ પાણી પીવાથી બેક્ટેરીયા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરડા પર અસર કરે છે. ખાસ કરીને માખી આ રોગના ફેલાવા માટે કારણભૂત મનાય છે.

લક્ષણ

લક્ષણ

આ રોગમાં જોરદાર ઊલટીઓ અને ઝાડા થાય છે. ઊલટીની સાથે ઝાડા પણ થઇ જાય છે. શરીરનું બધું જ પાણી નીકળી જાય છે અને શરીરમાં અશક્તિ આવી જાય છે.

ટાઇફોઇડ

ટાઇફોઇડ

આ સાલ્મોનેલા ઇંટેરિકા નામના બેક્ટેરિયા એટલે કે જીવાણુંઓથી ફેલાય છે. આ બીમારીમાં ખૂબ જ તાવ આવે છે, જે ઘણા દિવસોથી રહે છે. તાવ ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે, પરંતુ સામાન્ય નથી થતો. ટાઇફોઇડનું ઇન્ફેક્શન થવાના એક અઠવાડીયા બાદ રોગના લક્ષણ દેખાવા લાગે છે. ઘણી વાર બે-બે મહિના સુધી તેના લક્ષણ દેખાય છે.

લક્ષણ

લક્ષણ

ભૂખ ઓછી લાગવી અને ઊલ્ટીઓ કરવી, માથાનો દુ:ખાવો અને શરીરનો દુ:ખાવો રહે છે. સુકી ખાંસી આવવી અને પેટમાં દુ:ખાવો. યોગ્ય સમયે સારવાર નહીં થવાથી દર્દીના આંતરડામાં લોહીનું રિસાવ થવા લાગે છે.

હેપેટાઇટિસ

હેપેટાઇટિસ

એપેટાઇટિસ એ એક વાયરલ સંક્રમણ છે અને તેમાં લીવર પ્રભાવિત હોય છે. હેપેટાઇટિસની અન્ય રૂપોની તુલનામાં હેપેટાઇટિસ એ ખૂબ જ જટિલ નથી હોતું. હેપેટાઇટિસ એ એક રોગીમાંથી બીજા વ્યક્તિને થઇ જાય છે. જેમાં આહાર અને જળ માધ્યમનો પ્રયોગ થાય છે. ખરાબ ભોજન અને પ્રદુષિત પર્યાવરણ આ રોગને ફેલાવવાના મુખ્ય સાધનો છે.

લક્ષણ

લક્ષણ

તેના મુખ્ય લક્ષણ છે, લિવરમાં સોઝો, જ્વર, ઠંડી લાગવી, ઉલટી થવી, ભૂખ ના લાગવી વગેરે....

English summary
Here is list of different type of monsoon related illnesses, symptoms and ways to prevent it, symptoms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X