For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022 : ફટાકડાથી આંખોને થાય છે નુકસાન, આ રીતે રહો સુરક્ષિત

દિવાળીના તહેવાર પર જો ફટાકડા ન ફોડવામાં આવે તો તહેવારની રોનક અધુરી રહી જાય છે. નાના મોટા સૌકોઇ ફટાકડા ફોડીને આનંદ માણે છે. વર્તમાન સમયમાં ઘણા ફટાકડા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે.

|
Google Oneindia Gujarati News

Diwali 2022 : દિવાળીના તહેવાર પર જો ફટાકડા ન ફોડવામાં આવે તો તહેવારની રોનક અધુરી રહી જાય છે. નાના મોટા સૌકોઇ ફટાકડા ફોડીને આનંદ માણે છે. વર્તમાન સમયમાં ઘણા ફટાકડા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે. જેનાથી આપણી આંખોને મોટાપાયે નુકસાન થાય છે.

કેટલીક વાર ફટાકડા ફોડતા સમયે લોકો પોતાની આંખો બાળી અથવા દઝાડી દે છે. તો તહેવારની મજા બરકરાર રાખવા માટે અમે તમને આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક સાવચેતીની ટીપ્સ આપી રહ્યા છે.

પ્રદૂષણથી થાય છે નુકસાન

પ્રદૂષણથી થાય છે નુકસાન

ફટાકડાના પ્રદૂષણથી આંખોને નુકસાન થાય છે. જેના કારણે આંખોમાં બળતરા, ખંજવાળ અને લાલાશની સમસ્યા થાય છે. ફટાકડાબનાવવામાં જોખમી રસાયણોનો ઉપયોગ થાય છે, તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ આંખો ઉપરાંત ફેફસાં અને હૃદયને પણ નુકસાન પહોંચાડે છે.

ધ્યાનમાં રાખો આ બાબતો

ધ્યાનમાં રાખો આ બાબતો

  • આંખોની સુરક્ષા માટે ગોગલ્સ પહેરો અને ફટાકડા ફોડો. બાકીના સમયે પારદર્શક ચશ્મા પહેરો.
  • જો બાળકો ફટાકડા ફોડતા હોય તો તેમની સાથે કોઈ હોવું જરૂરી છે. ફટાકડા ખાલી જગ્યાઓ પર જ સળગાવો.
  • ફટાકડા ફોડતી વખતે નાની-નાની વસ્તુઓ આગનું કારણ બને છે, તેથી ફટાકડાને લાંબી લાકડીઓ વડે સળગાવો જેથી ફટાકડા ફોડતાપહેલા તેને દૂર કરી શકાય.
  • દાડમ અથવા ચકરી ચલાવતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, આ ફટાકડા સુંદર દેખાય છે, પરંતુ ક્યારેક જોરથી ફૂટે છે.
કેવી રીતે રાખશો આંખોની સંભાળ

કેવી રીતે રાખશો આંખોની સંભાળ

આંખોને સુરક્ષિત રાખવા માટે ફટાકડાવાળા હાથેથી આંખોને સ્પર્શ ન કરો. ફટાકડા ફોડીને હાથ ધોવા.

જો એવું લાગે કે, ફટાકડાના કેમિકલથી આંખો બળી રહી છે, તો આંખોને ઘસવા અને ખંજવાળવાને બદલે ઠંડા પાણીથી ધોઈ લો.

જો તમે ફટાકડા ફોડ્યા પછી સૂવા જાવ ત્યારે આંખ સાફ કરવા માટેનું ડ્રોપ મૂકીને સૂઈ જાઓ, જેનાથી આંખો સાફ થઈ જશે.

English summary
Diwali 2022 : Firecrackers harm eyes, stay safe like this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X