For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: મેડિકલ સેવા સાથે જોડાયેલા રોચક તથ્યો

|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)નું કથન છે કે પ્રત્યેક 1000 વ્યક્તિએ એક ડૉક્ટર હોવો જોઇએ. આ કથનને વાસ્તવિક્તામાં બદલવા માટે ભારતને ઓછામાં ઓછા 17 વર્ષ લાગશે. ડૉક્ટર્સની સંખ્યા સાથે જોડાયેલા એક રીપોર્ટ અનુસાર 133 વિકાસશીલ દેશોમાં ભારતને 67મો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જો નર્સની સંખ્યાની તુલના કરીએ તો આ વિકાસશીલ દેશોની શ્રેણીમાં ભારતનો ક્રમ 75મો આવે છે.

સ્વાસ્થ્ય કેન્દ્રીય બ્યુરોના ઇન્ટેલીજેન્સ સર્વે અનુસાર દેશની 11,614 હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા 5,40,330 છે. તો આવો ભારતમાં મેડીકલ સેવાને લગતા આવા જ કેટલાક તથ્યોથી તમને અવગત કરાવીએ કે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

1700 દર્દીઓ માટે એક ડૉક્ટર

1700 દર્દીઓ માટે એક ડૉક્ટર

વર્લ્ડ ફિઝીશિયન્સ ડેન્સીટી 10,000ની વસ્તીમાં 14 ડૉક્ટર્સ છે. જ્યારે ભારતમાં 1700 દર્દીઓની વચ્ચે 1 ડૉક્ટર છે.

387 મેડીકલ કોલેજ

387 મેડીકલ કોલેજ

દેશમાં કુલ 387 મેડીકલ કોલેજ છે. જેમા 181 સરકારી અને 206 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે.

ભારતમાં ડૉક્ટર્સ

ભારતમાં ડૉક્ટર્સ

ભારતમાં પ્રતિ વર્ષ 30,000 ડૉક્ટર્સ અને 18000 વિશેષજ્ઞ થાય છે.

ભારતની વાર્ષિક ઉત્પાદક્તા

ભારતની વાર્ષિક ઉત્પાદક્તા

ભારતમાં વાર્ષિક ધોરણે 30000 AYUSH સ્નાતક, 55000 નર્સ, 15000 ANMs અને 36000 ફાર્માસીસ્ટ બને છે.

4,00,000 ડૉક્ટર્સની જરૂર

4,00,000 ડૉક્ટર્સની જરૂર

હાલમાં લગભગ 6થી 6.5 લાખ ડૉક્ટર્સ ઉપલ્બધ છે. પરંતુ 2020 સુધી ભારતને સારી મેડીકલ સેવાઓ ઉપલબ્ધ બનાવવા માટે વધુ 400,000 ડૉક્ટર્સની જરૂર છે.

8217+5120 બેઠકો

8217+5120 બેઠકો

પાછલા ત્રણ એકેડેમીક વર્ષો દરમ્યાન 8217 MBBS બેઠકો અને 5120 PG બેઠકોનું નિર્માણ થયુ છે.

4542 બેઠકોનો વધારો

4542 બેઠકોનો વધારો

વર્ષ 2011-12માં 2350 PG બેઠકો અને 4542 MBBS બેઠકોને કુલ સંખ્યામાં જોડવામાં આવી.

ચીનમાં 188 કોલેજ

ચીનમાં 188 કોલેજ

ચીન, કે જ્યાં 188 કોલેજ છે. પ્રતિવર્ષ 1,75,000 ડૉક્ટર્સ ઉત્પાદિત કરે છે. એટલે કે એવરેજ એક સંસ્થામાંથી 930 સ્નાતક.

નર્સો

નર્સો

વર્તમાન સમયમાં નર્સ ચિકિત્સકોની સંખ્યા 1.5:1 છે. જે આંતરરાષ્ટ્રીય નિયમ 3:1થી વિપરીત છે. ભારતમાં નર્સોની હાલની પ્રશિક્ષણ ક્ષમતા 1.75 છે.

રજીસ્ટર્ડ નર્સોની સંખ્યા

રજીસ્ટર્ડ નર્સોની સંખ્યા

દેશમાં રજીસ્ટર્ડ નર્સોની સંખ્યા 1.70 લાખ છે. જ્યારે 4 લાખ સક્રિય છે.

50 ટકા ગામડાઓ વંચિત

50 ટકા ગામડાઓ વંચિત

ભારતના માત્ર 50 ટકા ગામડાઓની પહોંચ સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી છે.

38 ટકા ગામ

38 ટકા ગામ

ભારતના 38 ટકા ગામ લાંબા સમયથી ભૂખ્યા છે.

પહેલા જન્મદિવસે 10 ટકા બાળકોના મોત

પહેલા જન્મદિવસે 10 ટકા બાળકોના મોત

કુલ શિશુમાંથી 10 ટકા બાળકોના મોત તેમના પહેલા જન્મદિવસ પહેલા થાય છે.

50 ટકા શિશુ પોષણથી વંચિત

50 ટકા શિશુ પોષણથી વંચિત

50 ટકા બાળકો પોષણથી વંચિત રહેવાના કારણે અવિકસીત રહી જાય છે.

33 ટકા લોકો શૌચાલયથી વંચિત

33 ટકા લોકો શૌચાલયથી વંચિત

33 ટકા લોકો પાસે શૌચાલય નથી, જ્યારે 50 ટકા લોકો ખુલ્લામાં શૌચ કરે છે.

English summary
The Indian Medical Service (IMS) was a military medical service in British India, which also had some civilian functions.Here are some interesting facts about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X