For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

First Aid: ફટાકડાથી દાઝતા અપનાવો આ 7 ઉપચાર

By Staff
|
Google Oneindia Gujarati News

દિવાળી ખુશી અને દીવડાઓનો તહેવાર છે. અને આ દિવસને વધુ ખાસ બનાવવા માટે તમારે તમારી સુરક્ષાનું ધ્યાન પણ રાખવુ જોઇએ. દિવાળીના તહેવારોમાં જો તમે ફટાકડા ફોડી રહ્યો છો તો બાળકોને તમારી નજર સમક્ષ જ રાખો. કારણ કે જો ફટાકડા ફોડતી વખતે થોડી પણ લાપરવાહી કરવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

દિવાળીના તહેવારોમાં સુરક્ષાના તમામ માપદંડો સાથે આપ પણ ફટાકડાની મજા માણો. ત્યારે અમે તમને આજે કેટલાક ઘરેલુ ઉપચાર બતાવવા જઇ રહ્યાં છીએ કે જે દાઝી જવા પર તુરંત જ સારવાર માટે લગાવી શકાય છે.

પ્રભાવિત ભાગને પાણીથી ધુઓ

પ્રભાવિત ભાગને પાણીથી ધુઓ

શરીરના જે ભાગે દાઝી ગયા છો, તે ભાગ પર પાણી રેડો. તેમજ ઓછા તાપમાન વાળી જગ્યામાં રહો, જેનાથી દર્દ ઓછું થશે.

હળદર લગાવો

હળદર લગાવો

શરીરના જે ભાગે દાઝી ગયા છો, તે ભાગે હળદરની પેસ્ટ બનાવીને લગાવો. તેમ કરવાથી દર્દ ઓછું થશે, તેમજ હળદરમાં એન્ટીસેપ્ટીક ગુણ હોવાથી કોઇ આડઅસર નહીં થાય.

મધ

મધ

મધ લગાવવાથી દાઝી ગયેલી ત્વચા પર ઠંડકનો અનુભવ થાય છે. મધને રગડો નહીં પણ બસ હલકા હાથે લગાવી દો.

વીનેગર

વીનેગર

વીનેગરમાં થોડું પાણી લગાવીને હલકુ કરી લો. ત્યારબાદ તેમા નાનો કપડાનો ટુકડો પલાળીને તેને ઘા પર લગાવો.

એલોવેરા

એલોવેરા

દાઝેલા ભાગ પર એલોવેરા જેલ પણ લગાવી શકો છો. એલોવેરાને સીધુ જ ઘા પર લગાવવાથી ચાંદા નહીં પડે અને બળતરા પણ ઓછી થશે.

ટૂથ પેસ્ટ કે ફાઉન્ટેન પેનની ઇંક

ટૂથ પેસ્ટ કે ફાઉન્ટેન પેનની ઇંક

આ બંને ચીજોથી પણ રાહત મળશે. આ બંને વસ્તુઓ લગાવવાથી ઠંડકનો અહેસાસ થશે અને ચાંદા પણ નહીં પડે.

એન્ટીસેપ્ટીક લોશન

એન્ટીસેપ્ટીક લોશન

તમારા ઘરે એક એન્ટીસેપ્ટીક જરૂરથી હોવુ જોઇએ. જેને તમે દાઝેલા પર અને કોઇ ઘા પર જલ્દીથી લગાવી શકો.

English summary
First Aid For Fire Cracker Burns This Diwali Though loads of information is available in various sources, you must know the natural and homely first aid tips for cracker burns on Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X